Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1158
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૦૯ મહાવીરસ્વામી દહેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નીમાયા--હાલ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. ૧૯૮૫માં શેઠ આણંદજી કલ્યાણજી પેઢીમાં ટ્રસ્ટી તરીકે નીમાયા, તે પહેલાં દસ વર્ષ સુધી સદરહુ પેઢીમાં અમદાવાદ શહેરના પ્રતિનિધિ તરીકે હતા. હાલ આ બધી સંસ્થાઓમાં તક ચાલુ છે. તેમની ધંધાકીય કારર્કિદીમાં ગુજરાત સેલ્સ ટેક્ષ બાર એસોસીએસનના ત્રણ વાર પ્રમુખ તરીકે અને તેના મુખપત્ર સેલ્સટેક્ષ જર્નલના ત્રણવાર એડીટર તરીકેની સેવા આપેલ છે. ૧૯૪૭માં તેમના પિતાશ્રીનું તથા ૧૯૮૫માં માતુશ્રીનું અવસાન થયું. આ શોકદાયક પ્રસંગો તેમના જીવનમાં સદ્કાર્ય-ધર્મકાર્યના નિમિત્તરૂપ બન્યા હતા. પોતાની ધંધાકીય પ્રવૃત્તિ દરમ્યાન પોતે વેચાણવેરા કાયદા ઉપર ત્રણવાર પુસ્તકો તૈયાર કરી એસોસીએશનને આપ્યા; રોયલ્ટી કે નફો લીધો નહિ અને તેનો નફો એસોસીએશનના ફંડમાં એકત્ર થયો. પંડિતવર્ય શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી મૂળ બનાસકાંઠા જિલ્લાના ભાભર ગામના વતની અને મહેસાણાની શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં ૧૩ વર્ષની વયે ધાર્મિક અભ્યાસનો પ્રારંભ કર્યો. છ વર્ષ દરમ્યાન જૈન દર્શન--તત્વજ્ઞાન ઉપરાંત સંસ્કૃત-પ્રાકૃત, કાવ્ય, ન્યાય અને વ્યાકરણ જેવા વિષયોનો તલસ્પર્શી અભ્યાસ કરીને પંડિત તરીકે ખંભાતની ભટ્ટીબાઈ સ્યાદ્વાદ્ સંસ્કૃત જૈન પાઠશાળામાં જોડાયા. આ પાઠશાળામાં અનેકવિધ સાધુ-સાધ્વીજીઓએ તેમ જ ભાઈ-બહેનોએ એમની પાસે અભ્યાસ કર્યો હતો. કેટલાક અભ્યાસીઓએ ચારિત્ર અંગીકાર કરીને માનવજીવન સફળ કર્યું છે. તેઓએ માત્ર પંડિત જ નહિ, વિધિકાર તરીકે પણ અનેક ધાર્મિક મહોત્સવો અંજનશલાકા પ્રતિષ્ઠા આદિમાં શુદ્ધોચાર ને શાસ્ત્રોક્ત વિધિ કરાવીને મહાન પુણ્ય કાર્ય કર્યું હતું. તેઓશ્રીએ અંજનશલાકા પ્રતિષ્ઠા વિધિ પુસ્તકનું સંપાદન કરીને વિધિકારોને શાસ્ત્રીય રીતે તૈયાર કરવામાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. ૪૭ વર્ષથી ખંભાત નગરીની વૈવિધ્ય સેવાઓની આ નગરીના જૈન સંઘોએ એમનું ભાવભીનું સ્વાગત અને સન્માન કર્યું છે. ભટ્ટીબાઈ જૈન સંસ્કૃત પાઠશાળાના સ્થાપક શ્રી કેશવલાલ બુલાખીદાસ શેઠે પંડિતજીને રૂ।. એક લાખની બક્ષિસ આપી ત્યારે એમણે તેનો અસ્વીકાર કર્યો અને તેમાં રૂ।. ૧૦૦૦-૦૦ ઉમેરીને સમગ્ર રકમ પાઠશાળાને દાનમાં આપીને ‘નિસ્પૃહણીય તૃહામ્ વિત્તમ્'' ની ઉક્તિને ચરિતાર્થ કરી બતાવી છે. ધાર્મિક ક્ષેત્રમાં કામ કરતાં લોકોને ધનની લાલસા રહે છતાં પંડિતજીએ લક્ષ્મીને ગૌણ બનાવીને જ્ઞાની તો વિનમ્ર ને નિસ્પૃહ હોય તે વાત એમના જીવનમાં સાક્ષાત નિહાળી શકાય છે. આવા મહાન પંડિતનું ખંભાત નગરીના સંઘના કાર્યકર્તાઓએ જાહેર સન્માન કર્યું હતું. અને નગરજનોએ તા. ૧૩-૨-૮૮ના રોજ ભવ્ય અને યાદગાર કહી શકાય તેવો પંડિતજીનો વિદાય સમારંભ યોજીને એમની જ્ઞાનોપાસના-શ્રુતજ્ઞાનની ભક્તિ---અધ્યાપક તરીકેની સિદ્ધિઓ અને જિનશાસનની સેવા વગેરેની મુક્તકંઠે પ્રસંશા કરવામાં આવી હતી. સુરતમાં સ્થાઈ થઈને આદ્યાપિપર્યંત જૈન પાઠશાળાના વિકાસની યોજના, સાધુ--સાધ્વીના અભ્યાસ અને જૈનશાસનની પ્રભાવનાના અનેક પ્રસંગે ૮૦ વર્ષની વયે પણ ઉપસ્થિત રહીને સૌ કોઈને પોતાના જ્ઞાનતેજથી પ્રભાવિત તેમજ જિનધર્મના રાગી બનાવવાનું ૧૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1156 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192