Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1156
________________ અભિવાદન ગ્રંથ 7 ૧૧૦૭ જેવા આટલા દૂરના પ્રદેશમાં રહી, અભ્યાસ કરી, આવી સિદ્ધિ મેળવીને સ્વદેશ આવે એટલે સહજ રીતે જ સગા-વ્હાલા-સંબંધી-મિત્રો વધામણી આપવા, ખુશાલી વ્યક્ત કરવા આવે. કઈ એવી માતા હોય કે જેની છાતી પુત્રના વખાણ સાંભળીને ગજગજ ન ફૂલે? પરંતુ આ તો જુદી માટીથી ઘડાયેલી મા હતી. આર્ય સંસ્કાર અને જૈનત્વને પામેલી મા હતી. જૈનત્વને પામેલી વ્યક્તિ લૌકિક ન હોય લોકોત્તર હોય. આ તો આર્યરક્ષિતના માતા રુદ્રસીમાની યાદ અપાવે તેવી મા હતી. લોકોના મુખે પોતાના પુત્રની પ્રશંસા સાંભળીને આ માતાજી તો શાંત અને સ્વસ્થ ચિત્તે પોતાના આસન ઉપર બેસી રહ્યા. ન તો લોકોની વાતમાં સૂર પુરાવે છે કે ન તો પ્રસન્નતા સૂચક મલકાટ એના મુખકમળ ઉપર દેખાય. માતાએ કહ્યું : બેટા! આ જગતમાં કઈ એવી અભાગણી માતા હોય કે જે પોતાના પુત્રની ચઢતી જોઈને રાજી ન થાય. તું જે કાંઈ ભણીને આવ્યો એમાં મને બીજી કંઈ ગતાગમ ન પડે પણ હું તો એટલું જાણું કે આમાં તારા આત્માનું કલ્યાણ ન થાય. તું કંઈ ધર્મનું ભણ, ધર્મના કંઈ સારા કામ કરે તો તારા આત્માનું કલ્યાણ થાય અને એમાં હું રાજી થાઉં.” મા એવા બેટા. દ્રસમા જેવી માતા અને દીકરો પણ આર્યરક્ષિત જેવો હતો. મા રાજી તો દીકરો રાજી. માતાના રાજીયા માટે દીકરાએ માતાની વાતનો તરત જ સ્વીકાર કર્યો. બે-ચાર જણાને પૂછતાં પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજનું નામ સૂચવ્યું અને ચંદુભાઈ તો પહોંચી ગયા પંન્યાસજી મહારાજ પાસે. પંન્યાસજી મહારાજનો સંગ થતાવેત ચંદુભાઈ તો એક પછી એક પગથિયાં સર કરવા લાગ્યા. હંસ ઉપર લાગેલી ધૂળ ઊડી ગઈ અને શ્વેતજ્જવલ હંસ જ્ઞાનસરોવરમાં મહાલવા લાગ્યો. સ્વાધ્યાયમાં આગળ વધતા વધતા એમને ભગવાનનો સ્યાદ્વાદ્રમાર્ગ એટલો સ્પર્શી ગયો કે એમણે સ્યાદ્વાની સર્વોત્કૃષ્ટતા’ નામનું એક પુસ્તક પણ લખ્યું. ઘણાં વર્ષો પહેલાં એની બહુ જ ઓછી નકલો છપાઈ હતી એટલે હાલ તે પુસ્તક અપ્રાપ્ય છે. ચંદુભાઈ જુની પેઢીના શ્રદ્ધાવંત વિદ્વર્જનોમાંના એક હતા. એમના ઘડતરમાં એક ધર્મપ્રેમી માતાની ઉચ્ચભાવના કામ કરી ગઈ. ચાલો...આપણને પણ આવી ધર્મપ્રેમી માતાની કૂખે અવતાર મળે અને આપણે પણ ચંદુભાઈ જેવા સુપુત્ર બનીએ એ ભાવના સાથે “એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું.....' એ ગાથા પહેલાં ગાઈએ..... [‘શાંતિ સૌરભ' માસિક, ઓકટોબર-૧૯૯૮ના અંકમાં પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રધુમ્નસૂરિજી મ. સા.ના શિષ્ય મુનિશ્રી રાજહંસવિજયજી મ. સા.ના લેખમાંથી સાભાર.] શ્રી ચંદુલાલ ભાઈચંદ શાહ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરના વતની શ્રી ચંદુલાલભાઈનો જન્મ તા. ૧-૧૧૯૨૮ના રોજ થયો. મેટ્રીક સુધીનું શિક્ષણ અમદાવાદમાં શેઠશ્રી ચિમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાં ૧૯૪૦-૪૬માં લીધું; પણ પછી ૧૯૪૮થી મુંબઈને કર્મભૂમિ બનાવી. ૧૯૫૩થી મુંબઈમાં દીપક મેડિકલ સ્ટોર્સની નાની દવાની દુકાનથી ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરી, જેમાં ક્રમે ક્રમે સારો વિકાસ થયો. દેવ-ગુરુ-ધર્મમાં અનન્ય શ્રદ્ધા-ભક્તિને કારણે તેમના સેવાજીવનની સુમધુરતા સદા મહેકતી રહે છે. વ્યવસાયમાં દીપક મેડીકલ સ્ટોર ઉપરાંત મહાવીર મેડિકલ સ્ટોરનું પણ પોતે સંચાલન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1154 1155 1156 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192