Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1154
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૧૧૦૫ નામે શ્રી લલિતાબેન કેશવલાલ સ્વાધ્યાય મંદિર વર્ષોથી ચાલે છે, જેમાં સેંકડો સાધુ-સાધ્વીજી મ.સાહેબો અને હજારોની સંખ્યામાં બાલક--બાલિકાઓ-બહેનોએ લાભ લીધો છે. પોતાના સાધર્મિક માટે બહુમાન પૂર્વક દાનનો પ્રવાહ અવિરત વહેડાવતા રહ્યા છે. તેમના પરિવારમાં ધર્મનિષ્ઠ ચાર પુત્રો, પુત્રીઓ, પુત્રવધૂઓ છે. આ વિશાળ પરિવાર તેમના પગલે ચાલી વ્યાવહારિક અને ધાર્મિક ક્ષેત્રે તેઓશ્રીના માર્ગદર્શનપૂર્વક સેવા બજાવે છે. સ્વ. શ્રીયુત ખીમચંદ છગનલાલ સ્વ. શ્રી ખીમચંદભાઈ વૃક્ષ જેવું પરોપકારી જીવન જીવી ગયા. તેઓથી ભલે આજે સ્કૂલ શરીરે વિદ્યમાન નથી, પરંતુ દુઃખીની સેવા માટે સતત જાગૃતિ, વ્યાપારધંધામાં પ્રામાણિકપણું, સત્ય, સદાચાર, અને શ્રદ્ધાનો ત્રિવેણીસંગમ, સુપાત્ર દાન, અનુકંપાદાન અને શિક્ષણના ક્ષેત્રમાં હજારો રૂપિયાની ઉદાર સખાવત વગેરે તેમના સગુણોની સુવાસ આજે પણ વિદ્યમાન છે. તેઓની જન્મભૂમિ સૌરાષ્ટ્ર-ધ્રાંગધ્રા પાસેનું ગુજરવદી ગામ. તેમણે પ્રાથમિક અભ્યાસ ખેરવા-જતનામાં અને ત્યારબાદ સુરેન્દ્રનગરમાં પાનાચંદ ઠાકરશી બૉડિંગમાં એસ. એસ. સી. સુધી અભ્યાસ કર્યો. રાએમને કારણે ૧૯૪૨માં કોગ્રેસની ચળવળમાં તેમણે આગળ પડતો ભાગ લીધો હતો. ત્રેવીસ વર્ષે મુંબઈ આવ્યા અને ૧૯૪૯માં કે. સી. શાહ નામની કુ.ની સ્થાપના કરી. ૧૯૬૫માં “એ” વર્ગના મિલીટરી કોન્ટ્રક્ટર થયા. તેમના નાના ભાઈઓ ચિનુભાઈ તથા શાંતિભાઈના સહકારથી ગવર્મેન્ટના કરોડો રૂપિયાના કોન્ટેફટથી કામ કરી પોતાની પેઢીની દેશવિદેશમાં ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેમણે જતવાડ કેળવણી મંડળની સ્થાપના કરી અને પાનચંદ ઠાકરશી બોર્ડિંગસુરેન્દ્રનગરના ટ્રસ્ટી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. દેવદર્શન અને ગુપ્તદાન એ તેમના જીવનનો નિત્યનિયમ હતો. તેમને પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી વગેરે સાધુપુરુષોના આશીર્વાદ મળ્યા. તેઓશ્રી ૪૫-૪૬ વર્ષની ઉંમરે અરિહંત પ્રભુનું સ્મરણ કરતાં કરતાં વૈશાખ વદિ ૭, ૨૦૨૫માં સ્વર્ગે સિધાવ્યા. કલકત્તાના શ્રીગણેશ લલવાણી શ્રીગણેશ લલવાણી ઘણું બધુ હતા : પત્રકાર, ચિત્રકાર, સંગીતકાર, સંશોધક, સાહિત્યકાર, વ્યવસ્થાપક; પણ સૌથી વિશેષ એ સાધક હતા. રાજસ્થાનમાં આવેલ રતનગઢ નામનું ગામ તેમના બાપ-દાદાની ભૂમિ. તેમનો જન્મ ૧૨-૧૨૧૯૨૩માં ઉત્તર બંગાળના રાજાશાહી ગામમાં થયો. મેટ્રીકનો અભ્યાસ કરી કલકત્તામાં બી. એ. કરી ૧૯૪૬માં એમ. એ. થયા. શાળા જીવનમાં જ તેમણે અપરીણિત રહેવાનો સંકલ્પ કર્યો. કલકત્તાની પ્રસિદ્ધ સંસ્થા--જૈન ભવનને શ્રી ગણેશ લલવાણીજી જ્યારથી મળેલ છે ત્યારથી કમિટિએ એમને સાહિત્ય સાધના તથા તેમને યોગ્ય પ્રકાશન હેતુ પૂર્ણ સ્વતંત્રતા આપેલી છે. લલવાણીજીએ ત્રણ મુખપત્રો શરૂ કર્યા છે : જૈન જર્નલ (અંગ્રેજી ત્રિમાસિક શોધપત્ર), શ્રમણ (બંગાળી માસિક), તિથ્થર (હિન્દી માસિક). શ્રી ગણેશજી કલમના કીમિયાગર છે. લેખ, સંશોધાત્મક લેખ, વાર્તા, કાવ્ય, લલિત નિબંધ, નાટક, જીવન પરિચય, પ્રવાસ વર્ણન, વ્યંગ વગેરે ભાતીગળ સ્વરૂપોમાં તેમણે સરસ અને સુવાચ્ય સર્જન કર્યું છે. વિદેશોમાં વસતા જૈનો અને જૈન ધર્મમાં રસ ધરાવતા અન્ય રસિકોને “જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1152 1153 1154 1155 1156 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192