Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1152
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૦૩ અંજનશલાકામાં ભગવાનનાં માતા-પિતા બનવાનો લાભ લેવા સાથે દ્વારોદ્ઘાટન, શ્રી અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર, હાથી ઉપર બેસીને વર્ષીદાન, સાધર્મિક-વાત્સલ્ય આદિ વિવિધ લાભો લઈ જીવનને ધન્ય બનાવ્યું છે. શ્રી કીર્તિભાઈનાં માતુશ્રી તથા બહેને દીક્ષા લીધી છે, અને હાલ શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં પૂ. સાધ્વી શ્રી ઉદ્યોતયશાશ્રીજી અને પૂ. તરુણયશાશ્રીજી નામે પ્રસિદ્ધ છે. ઉપરાંત બહેનના દીકરા ભાણેજ જતીનકુમારે પણ દીક્ષા લીધી છે જે હાલ જિતેશચંદ્રવિજયજી તરીકે વિચરે છે. શ્રી કીર્તિભાઈને મૂળનાયક પ્રભુજીની એવી ૨૪ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવવાની ભાવના છે. શ્રી કીર્તિભાઈ વોરા ધાર્મિક, સામાજિક વિ. વિવિધ ક્ષેત્રની વિશાળ કામગીરી અને મોટી જવાબદારીમાં વ્યસ્ત રહે છે. તપગચ્છ ઘાટકોપર-ઇસ્ટમાં સલાહકાર બોર્ડમાં મેમ્બર, ડોમ્બીવલીમાં તથા વરલ જૈન મિત્ર મંડળમાં પણ સક્રિય સેવા આપી રહ્યા છે. તેઓએ આજ સુધીમાં ઘાટકોપર ૬૦ ફૂટ ઉ૫૨ મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, સોજીત્રામાં મૂળનાયક શ્રી અજીતનાથ ભગવાન, ભાવનગર વિદ્યાનગરમાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, વડોદરા-પ્રતાપનગર શ્રી સોસાયટીમાં શ્રી અભિનંદનસ્વામી ભગવાન, શિહોરમાં શ્રી શાંતિનાથ ભગવાન, ડોંબીવલી-ગોગ્રાસવાડીમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, ભાવનગર-આનંદનગરમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામી તથા શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી મહાવીરસ્વામી ભગવાન, શ્રી પુંડરિકસ્વામી તથા શ્રી ગૌતમસ્વામી, વડોદરા મકરપુરામાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાન, કાંદીવલી--આનંદનગરમાં મૂળનાયકશ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાન વગેરે ૧૫ પ્રતિમાજીનાં અંજનશલાકા-પ્રતિષ્ઠા-પ્રવેશ વગેરે કરેલ છે. અમદાવાદમાં ચાંદખેડા મધ્યે બુદ્ધિસાગરસૂરિનગર જે નવું તીર્થસ્થાન થઈ રહ્યું છે તેમના મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનનો આદેશ લીધેલ છે. તેઓશ્રીના યશભાગી હાથોનો સ્પર્શ જ્યાં જ્યાં થયો છે ત્યાં ત્યાંની શુભદાયી યોજનાઓ હંમેશાં ફળીભૂત થતી રહી છે. કર્તવ્યધર્મ બજાવવામાં તેમના ધર્મપત્ની હીનાબહેનનો ફાળો પણ નાનો સુનો નથી જ. શ્રી કીર્તિભાઈના હાથે વધુ ને વધુ માંગલિક કાર્યો થતાં રહે તેવી સદ્ભાવના વ્યક્ત કરીએ છીએ. શ્રી કેશવલાલ મોહનલાલ શાહ શિક્ષણપ્રેમી, ધર્મપ્રેમી અને માનવતાની વિવિધ પ્રવૃત્તિઓના ચાહક શ્રી કેશવલાલભાઈ એમ. શાહ મૂળ અમદાવાદના વતની છે. લગભગ સત્યોત્તેરની ઉંમરે પહોંચેલા આ શ્રેષ્ઠીશ્રીએ એલ. એલ. બી. સુધીનું શિક્ષણ લીધું. શિક્ષણના આ જીવને શિક્ષણ, સંસ્કારની પ્રવૃત્તિઓમાં રસ અને રુચિ હોવાને કારણે પાટણ, કડી, અમદાવાદ-સી. એન. વિદ્યાલયના ગૃહપતિ તરીકેની યશસ્વી કામગીરી કરીને વિશાળ જનસમુહનો પ્રેમ સંપાદન કર્યો. સાડાત્રણ દાયકા પહેલાં મુંબઈમાં શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીભાઈની લાગણીથી મુંબઈમાં આગમન થયું અને ધાર્મિક શિક્ષણ સંઘમાં જોડાયા; છતાં મુંબઈ-અમદાવાદ બન્ને જગ્યાએ વસવાટ ચાલુ રાખ્યો. મોતી ધરમના કાંટાની પેઢીમાં પણ કેટલોક સમય કામગીરી બજાવી. બિલોરી કાચ જેવું તેમનું સ્વચ્છ હૃદય હંમેશાં સાત્વિક પ્રવૃત્તિઓને ઝંખ્યા કર્યું. નિબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1150 1151 1152 1153 1154 1155 1156 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192