Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1151
________________ ૧૧૦૨ ] [ જૈન પ્રતિભાદર્શન પ્રયત્નશીલ રહે છે. બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા નોટબુક ફ્રી તથા તેજસ્વી વિદ્યાર્થીનું બહુમાન તેમ જ. દીક્ષાર્થીનું બહુ ૫, સ્વામીવાત્સલ્ય વિ. શાસનની પ્રવૃત્તિઓ, પૂજ્ય ગુરુભગવંતોની વૈયાવચ્ચ વગેરેમાં રસ ધરાવે છે. ૪00 જેટલા ગરીબ કુટુંબોને માસિક આર્થિક સહાય આપવા તથા ગામડાના આર્થિક જરૂરીયાતમંદોને પરભર કરવા પ્રયત્નશીલ રહે છે. શ્રી કિશોરભાઈનો લેખનપ્રવૃત્તિ પ્રત્યે શોખ બને અભિગમ હોવાથી “દોસ્ત'ના ઉપમાનથી તેઓ જાણીતા છે. એસ. એસ. સી. સુધી અભ્યાસ કર્યો હોવા છતાં વધુ વાંચન, ચિંતન અને મનનના કારણે તેમનામાં આવડત, અનુભવ અને આયોજન ઉચ્ચ કોટિનાં છે. તેમને મળતાં, તેમના ગુણોનો પરિચય થયા વગર રહેશે નહીં. પૈસાનું કે કાર્યનું અભિમાન પણ જોવા મળશે નહીં. તેમના પ્રત્યે દરેક વ્યક્તિ મૈત્રીભાવ” અને “સદ્દભાવ' ધરાવે છે. તેથી આ “મૂઠી ઉચેરા માનવી' માટે તેમનું વતન બનાસકાંઠા ગૌરવ અનુભવે છે. તેઓએ વહીવટ અનુકુળતા માટે “શ્રી શાંતિનાથ ચેરીટેબલ ટ્રસ્ટની ૧૯૯૬માં સ્થાપના કરી છે. જીવદયાટ્રસ્ટના નેજા હેઠળ માનવસેવાના કાર્યોનું સંચાલન તે કરવામાં આવે છે. શ્રી કિશોરભાઈ પી. કોરડિયા (રાજકોટ) જન્મ ૧૯૪૭ની રજી ડીસેમ્બર જેતપુર પાસે દેરડી ગામમાં થયો છે. રાજકોટમાં આવીને અભ્યાસ બાદ લોખંડની લાઈન પકડી રાજકોટમાં છેલ્લાં ૨૫ વર્ષથી અનેક ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિમાં દરેકને ઉપયોગી થવાના જીવનમંત્ર સાથે સેવારત છે. રાજકોટ જૈન સમાજ દરેક ક્ષેત્રમાં છવાઈ જાય તેવું તેમનું અનોખું અદ્ભુત વ્યક્તિત્વ છે. સ્થાનકવાસી હોય કે દહેરાવાસી હોય, કોઈ પણ વ્યક્તિ તેમને ન ઓળખતી હોય તેવું ભાગ્યે જ બને. દહેરાવાસી હોવા છતાં શ્રમજીવી વિસ્તારમાં વિશાળ સ્થાનકવાસી ઉપાશ્રય મૂર્તિમંત કર્યો છે. તેમના ઉપર પૂ. આચાર્યદેવશ્રી પ્રભાકરસૂરિજી મ. સા. ની અસીમ કૃપા છે. તેમણે શ્રમજીવી સોસાયટી જેવા નાના વર્ગના વિસ્તારમાં પણ ઉપાશ્રય તેમજ પંદર લાખના ખર્ચે વિશાળ શિખરબંધી જિનાલય ઊભા કર્યા છે. જૈન જ્ઞાતિની વાડી, સૌરાષ્ટ્ર-કચ્છની ચેમ્બર ઓફ કોમર્સ, કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકારની સલાહકાર સમિતિ, શૈક્ષણિક સંસ્થાઓ, લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ, વેપારી સંસ્થા લોખંડબજાર, જૈન સોશ્યલ ગ્રુપ, કો. ઓપ. બેન્ક, કો. ઓપ. હાઉસીંગ સોસાયટી વગેરેમાં કોઈ ને કોઈ હોદ્દા જેવા કે મેનેજિંગ ટ્રસ્ટી, પ્રમુખ, સેક્રેટરી, બોર્ડ ઓફ ડીરેકટર્સ, સલાહકાર સભ્ય તરીકે દરેક જોડાયેલા છે. તન-મન-ધનથી દરેક સંસ્થામાં સેવા કરે છે. જરા જેટલો પણ ગેરવહીવટ ન ચલાવવાના પૂરતા આગ્રહી છે. કોઈ પણ સંસ્થાની તન-મન-ધનથી કાયા પલ્ટી નાખવા જેવા ઉમદા ગુણો એમનામાં રહેલા છે. શ્રી કીર્તિભાઈ એમ. વોરા ભાવનગર-વિદ્યાનગરમાં થોડા વર્ષો પહેલાં નૂતન જિનમંદિર નિર્માણ થતાં પૂ. આચાર્યશ્રી વિજયમસ્મભસૂરીશ્વરજી મ. સા. આદિની શુભ નિશ્રામાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો વિશિષ્ટ રીતે ધર્મ મહોત્સવ ઉજવાઈ ગયો. તે અંતર્ગત મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ પ્રતિષ્ઠાનો આદેશ રાજપરાવાળા (હાલ ઘાટકોપર-મુંબઈ) નિવાસી ધર્માનુરાગી કીર્તિકુમાર મણિલાલ વોરા (એડવોકેટ) તથા તેમના ધર્મપત્ની હીનાબેને લઈ નાની ઉંમરમાં પોતાની લક્ષ્મીનો ધર્મમાર્ગે સારો ઉપયોગ કરેલ છે. તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1149 1150 1151 1152 1153 1154 1155 1156 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192