Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1160
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૧૧ શ્રી જવાહરલાલ મોતીલાલ શાહ કલા, ધર્મ અને ધનનો ત્રિવેણી સંગમ ધરાવનાર શ્રી જવાહરલાલ મોતીલાલ શાહ નાસિક જિલ્લાના માલેગૉવના મૂળ વતની અને હાલ મુંબઈ નિવાસી છે. શ્રી જવાહરભાઈ સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી રહ્યા છે. એમણે ૧૨ વર્ષની કુમળી વયે જીવનની કારકિર્દીની શરૂઆત કરી અને ૨૨માં વર્ષે જાહેર સેવાકાર્યની શરૂઆત કરી. પ્રત્યેક અંકુરમાં વિકાસ થવાની અને વટવૃક્ષ બનવાની શક્યતા રહેલી છે એટલે તે વંદનીય છે; કારણ કે તે ક્યારે વટવૃક્ષ બની રહેશે તે પરમ નિયંતા જ જાણી શકે. આવા એક નાના અંકુરમાંથી વટવૃક્ષ સમા બની રહેલા શ્રી જવાહરભાઈનો જન્મ અખિલ ભારતના જૈન સમાજના આગેવાન કાર્યકર શેઠશ્રી મોતીલાલ વીરચંદ શાહને ત્યાં માલેગાઁવમાં થયો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી બી. કોમ., એલ. એલ. બી. થયા અને સુરત બજારના ધંધામાં સારી સફળતા પ્રાપ્ત કરી. - શ્રી જવાહરભાઈ જૈન સમાજના યુવાન સંનિષ્ઠ કાર્યકર છે. ધાર્મિક કે સામાજિક કોઈપણ કાર્યમાં આગળ પડતો ભાગ લેવા તત્પર રહે છે. શેઠ આણંદજી કલ્યાણજી જૈન શ્વેતાંબર પેઢીના તેઓ પ્રતિનિધિ છે તેમ જ નીચેની સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. ૧. શ્રી ચંદ્રપ્રભુસ્વામી જૈન મંદિર--પ્રાર્થના સમાજ. ૨. શ્રીમદ્ બુદ્ધિસાગરજી જૈન. જે. મૂર્તિપૂજક ગુરુકુળ-ચાંદખેડા (ગુજરાત). ૩. શ્રી વિશાલ જૈન કલા સંસ્થા (જન મ્યુઝિયમ) પાલીતાણા. ૪. શ્રી પીયૂષપાણિ સ્થાપિત સંગ્રહાલય-મુંબઈ. ૫. શ્રી વર્ધમાન જૈન સેવા કેન્દ્ર--મુંબઈ. ૬. શ્રી વર્ધમાન જૈન આગમ તીર્થ-પૂણે. ૬. ઉપાધ્યક્ષ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ--મુંબઈ. તે ઉપરાંત શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ તથા શ્રી ભારત જૈન મહામંડળના સેક્રેટરી તથા આગેવાન કાર્યકર્તા છે. તેમના પત્ની શ્રીમતી માયાબેન પણ તેમનાં દરેક કાર્યમાં સહયોગ અને સાથ આપે છે. આવા કર્મનિષ્ઠ ભાગ્યવંત યુવાન દાતા શ્રી જવાહરભાઈની સેવા-પ્રવૃત્તિ હજુ વિશાળ ફલક પર વિસ્તરે અને તેઓ દીર્ધાયુષ્ય પામો એવી શુભેચ્છા. શ્રી જશવંતભાઈ ચીમનલાલ શાહ શ્રી જશવંતભાઈ ચીમનલાલ શાહનું જન્મસ્થળ માલવણ, તા. દસાડા–જિલ્લો સુરેન્દ્રનગર. તેમના પિતાશ્રી મુંબઈમાં સોનાચાંદી તથા રૂ બજારમાં જાણીતા દલાલ હતા. તેઓનું ૧૯૬૨ના ડિસેમ્બરમાં કાર અકસ્માતમાં અવસાન થયું. માતાજી હયાત છે. એક બહેન પરણેલાં છે. તેમનાં પત્નીનું નામ જ્યોત્સનાબહેન છે. ત્રણ પુત્રી અને એક પુત્ર પરેશ જે ૨૮ વર્ષના સોલીસીટર છે. ત્રણ પુત્રીઓ દીપિકાબહેન, કલ્પનાબહેન અને કવિતાબહેન છે. તેમણે શિક્ષણમાં બી. એસ. સી. (કેમિસ્ટ્રી અને બોટની) ૧૯૫૫માં અને એલ. એલ. બી.૧૯૫૭માં પસાર કર્યું. ૧૯૫૮માં વકીલાતની અને સોલીસીટરની પરીક્ષા ૧૯૬૧માં પસાર કરી. એપ્રિલ ૧૯૬૪માં મેસર્સ રુસ્તમજી એન્ડ જીનવાલા, સોલીસીટરની ભાગીદારીમાં દાખલ થયા અને ૧૯૬૬થી ભાગીદારી છોડી અને શાહ એન્ડ સંઘવીની ફર્મ ચાલુ કરી તે આજ સુધી તેઓ હસ્તક ઓફિસ ચાલે છે. હમણાં જ તેમનો પુત્ર પરેશ તેમની સાથે ભાગીદાર તરીકે દાખલ થયેલ છે. તેમની વિશિષ્ટતાઓમાં તેઓ મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત કરે છે. અન્ય શોખમાં વાંચન, ફોટોગ્રાફી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192