Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1163
________________ ૧૧૧૪ / L[ જૈન પ્રતિભાદર્શન છે ખંભાતની સ્કુલમાં ભણીને આ બાળક યુવાન બન્યો અને માત્ર ઓગણીસ વર્ષની વયે મુંબઈમાં આજીવિકા માટે આવ્યા. ધર્મના સંસ્કાર અને સાહિત્યના શોખને કારણે એની લેખન પ્રવૃત્તિ પાંગરતી ગઈ. સાંસ્કૃતિક પ્રવૃત્તિ પરત્વે શ્રી નટવરલાલ શાહની અભિરૂચી હોવાને કારણે અને ગઝલ અને કાવ્યના શોખને કારણે ખંભાતમાં “સાહિત્ય સંગમ' નામની સંસ્થાની સ્થાપનામાં મહત્વનો ફાળો આપ્યો છે. વર્તમાને આ સંસ્થાના પ્રમુખનો હોદ્દો ધરાવે છે. મુંબઈમાં ખંભાતના વતનીઓની સંસ્થા ખંભાત લોક સમાજમાં વર્ષો સુધી માનદ્મંત્રી તરીકેની કાર્યવાહી બજાવી. કાળક્રમે આ સંસ્થા બંધ થઈ તેથી ન્યાત-જાતના ભેદભાવ વગરની ખંભાતના પ્રાણ પ્રશ્નોમાં સાથ સહકાર સક્રિય પણે આપી શકાય તે ઉદ્દેશથી ખંભાત સોશ્યલ ગૃપ નામની સંસ્થાની સ્થાપના તેમણે કરી. તેના પ્રારંભથી આજ દિન સુધી તે માનદ્મંત્રી તરીકેની ફરજ બજાવી રહ્યા છે. મુંબઈ સમાચાર જે ગુજરાતી ભાષાનું જૂનામાં જૂનું અખબાર છે તેમાં ત્રણ દાયકાથી તેઓશ્રી વેપાર અને વેરો” નામક કોલમનું સંપાદન કરે છે. તેમના કાયદાકીય લેખો આ વ્યવસાયમાં દાખલ થનારને ખૂબ જ ઉપયોગી નીવડે છે; એટલું જ નહિ પણ વાંચક વર્ગ તરફથી તેની ભૂરી ભૂરી પ્રસંશા થાય છે. સંદેશ દૈનિકમાં પણ દસ વર્ષ સુધી શ્રી શાહે “કર અને કાનૂન' વિભાગ સંભાળ્યો હતો. મુંબઈની લગભગ ૧૦૫ વર્ષ જૂની સંસ્થા ધી જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાની માર્ગદર્શક પત્રિકાનું તેઓ સંચાલન કરે છે. આ સંસ્થા હસ્તક લગભગ સવા બસો ધાર્મિક ધર્માદા ટ્રસ્ટ નોંધાયેલા છે. તેમને ટ્રસ્ટ તેમ જ અન્ય ધારા સંબંધી માર્ગદર્શન આપવામાં આવે છે. કેળવણીની સંસ્થા પ્રત્યે તેમનો લગાવ છે અને તેથી મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થામાં વર્ષોથી પોતાની સેવા આપી રહ્યા છે. વર્તમાને આ સંસ્થાના તે એક ટ્રસ્ટી છે. મુંબઈ જૈન પત્રકાર સંઘની સ્થાપનાથી તે પ્રમુખપદે છે. સાહિત્ય પ્રત્યેનો લગાવ હોવાથી તેઓ મહાવીર જૈન વિદ્યાલય હસ્તકના સાહિત્ય સમારોહમાં અપૂર્વ ઉત્સાહથી ભાગ લેતા રહ્યાં છે ઉપરાંત મુબઈની અનેક સંસ્થાઓમાં કાર્યરત છે. 'સ્વ. શેઠશ્રી પરસોતમ સુરચંદ સંવત ૧૯૩૬ ફાગણ વદિ-૧, તા. ૧૩-૯-૧૮૮૦. સ્વર્ગવાસ સંવત ૨૦૧૫ માગશર સુદિ ૧, તા. ૧૨-૧૨-૧૯૫૮. જે પરિવારના પ્રત્યેક કાર્યોને સમાજે સન્માન બક્યું છે, જેમની સેવા-ભાવનાને કારણે કુળ અને કુટુમ્બને ઉન્નત અને શ્રેષ્ઠ બનાવ્યું છે, એ વિરલ વિભૂમિ શેઠ શ્રી પરસોત્તમદાસ મૂળ ધ્રાંગધ્રાના અને મુંબઈમાં જેમના નામની પેઢી મેસર્સ પરસોત્તમ સુરચંદના નામથી મશહૂર છે. આ પેઢીની ઉત્તરોત્તર પ્રગતિકૂચમાં શેઠશ્રીનું શાણપણ, વિનમ્રતા, સૂઝ, બુદ્ધિ અને નીતિમત્તાનો નિરાળો વારસો કારણભૂત છે. તેમના ધર્મમય જીવનનાં વિવિધ પાસાઓ યશોજ્જવલ રીતે જનસમૂહમાં ખ્યાતિ પામ્યા છે. સ્વર્ગસ્થશ્રી જૈન અને જૈનેતર સમાજમાં દાતા તરીકે ખૂબ જ જાણીતા હતા. [ ધ્રાંગધ્રામાં પરસોત્તમ સુરચંદ જૈન બોર્ડિંગ ચાલી રહી છે. માંગલિક ધર્મમાં આવાં બીજાં અનેક દાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192