Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1148
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૯૯ સેવા ધર્મની પુણ્ય સરિતા : શાસનના પરમાર્યરસિક કર્મઠ કાર્યકરો જીવનની પ્રત્યેક પળને સમાજ અને ધર્મશાસનના વિવિધ ક્ષેત્રોમાં સતત સક્રિય રાખી અહર્નિશ સેવારત રહેનારા, અનેકોને અનેક પ્રસંગે, પ્રેરણા, પ્રોત્સાહન અને પથદર્શક બની રહેનાર શાસનના સનિષ્ઠ અને કર્મઠ કાર્યકરો; જેમના ધર્મપરાયણ સગુણો અને ઉજળા વ્યક્તિત્વને કારણે બહોળા જનસમૂહમાં જેઓ સૌના પ્રીતિપાત્ર બની શકયા છે; જેઓની જિનભક્તિ, તીર્થભક્તિ, ગુરુભક્તિ, જ્ઞાનભકિત, સંઘભક્તિ, સાધર્મિકભક્તિ, જીવદયા પ્રવૃત્તિ તેમજ ઘર્મનિષ્ઠા અને કાર્યનિષ્ઠાથી શાસનના અનેકવિધ કાર્યો સુસંપન બન્યાં છે એવા ગૌરવવંતા કર્મઠ કાર્યકરો, સ્વાધ્યાયપ્રેમીઓ, પત્રકારો, પંડિતવર્યોના પરિચયો આ લેખ દ્વારા આપવામાં આવ્યા છે. ----જીંપાદક સ્વ. શ્રી અનંતરાય હીરાચંદ દાઠાના વતની અને મુંબઈ રહેતા સૌજન્યમૂર્તિ શ્રી અનંતરાય હરાચંદનું પ૬ વર્ષની નાની વયમાં તા. ૨૪-૧-૮૬ના રોજ અવસાન થયું. શ્રી અનુભાઈએ જીવનના અનેક ઝંઝાવાતોમાંથી પસાર થઈ જીવનને નવા વળાંક આપી, ઉદાર ભાવે સત્કાર્યોમાં લક્ષ્મી વાપરવા લાગ્યા હતા. તેઓ માતૃભૂમિ દાઠાના વિકાસમાં ખૂબ જ રસ લઈ રહ્યા હતા, એટલું જ નહિ, દાઠાની ભોજનશાળા અદ્યતન બને અને યાત્રિકોને દરેક પ્રકારની સગવડ મળે તે માટે સતત પ્રયત્નશીલ હતા. દાઠા દેરાસરને મીનાકારી બનાવવામાં તથા ગામમાં હાઈસ્કૂલ ઊભી કરવામાં શ્રી અનુભાઈનું આગવું પ્રદાન હતું. ભોજનશાળા માટે નિધિ કરી આપવામાં તેમનો ઉમદા ફાળો હતો. મુંબઈમાં શ્રી ઘોઘારી વીસાશ્રીમાળી જૈન સમાજમાં આગવી પ્રતિભા ઊભી કરી હતી. વિધવા બહેનોને ઉપયોગી થવા, તેમને આત્મનિર્ભર બનાવવા તેમ જ તેમના પૈસાની કાયમી સલામતી માટે સ્વ. પિતાશ્રી હીરાચંદ છગનલાલ શાહની સ્મૃતિમાં દોઢ લાખની રકમ પોતાની આપી “વિશાળ ટ્રસ્ટ” નો પ્રારંભ કરેલ. જે માનવતાનું ઉમદા કાર્ય આજે ચિરસ્મરણીય બની ગયું. તળાજાની શ્રી એન. આર. શાહ હોસ્પિટલના ટ્રસ્ટી હતા અને જૈન સમાજની નાનીમોટી અનેક સંસ્થાઓમાં રસ લઈ કાર્યરત રહેતા હતા. ભારતમાં બધે ફર્યા, પરદેશ પણ બે-ત્રણ વખત જઈ આવ્યા. મહેસાણામાં માતુશ્રી કમળાબેન હીરાચંદના નામે ધર્મશાળા બંધાવી. તેઓ ખૂબ જ પરગજુવૃતિ ધરાવતા હતા. મહાન જાદુગર શ્રી કે. લાલ વર્તમાન ભારતીય જાદુગરોમાં ઉચ્ચતમ શિખરે કે. લાલ બિરાજમાન છે. તેમનું આખું નામ કાંતિલાલ ગિરધરલાલ વોરા છે. કે. લાલનો જન્મ જુનાગઢ પાસેના બગસરા ગામમાં થયો હતો. તેમના પિતા કલકત્તામાં કાપડની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1146 1147 1148 1149 1150 1151 1152 1153 1154 1155 1156 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192