________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો કોટવાલે તેને કારાગૃહમાં બંદી બનાવી દીધો. ચોરને ખાવા-પીવાનું આપ્યા વિના સવારસાંજ ચાબૂકના માર મારતા હતા. આ રીતે ઘોર ત્રાસ સાથે વિજયચોરનો સમય વ્યતીત થઈ રહ્યો હતો. યોગાનુયોગ થોડા સમય પછી ધન્ય-સાર્થવાહ પણ રાજયના મામૂલી ગુનામાં પકડાઈ ગયા અને કર્મયોગે તેમને પણ તે જ કારાગૃહમાં વિજયચોરની સાથે એક જ બેડીમાં બાંધવામાં આવ્યા.
ધન્ય સાર્થવાહ માટે તેના ઘરેથી ભોજન આવ્યું. સાર્થવાહ ભોજન કરી રહ્યા હતા. વિજયચોર દિવસોથી ભૂખ્યો-તરસ્યો હતો. તેણે ભોજન માંગ્યું, પરંતુ ધન્ય સાર્થવાહના અંતરમાં પુત્રઘાતક વિજયચોર ઉપર ભારોભાર રોષ હતો તેથી તેમણે સ્પષ્ટ નિષેધ કર્યો. ત્રણ-ચાર કલાક પછી ધન્ય સાર્થવાહને મળ-મૂત્ર ત્યાગ માટે બહાર જવું હતું, પરંતુ ભોજનના નિષેધથી ખીજાયેલા ચોરે પણ સાર્થવાહને ના પાડી દીધી. હવે શું કરવું ? ધન્ય સાર્થવાહ મૂંઝાણા. શારીરિક સ્થિતિ કફોડી હતી. અંતે અનિચ્છાએ તેમણે ભોજન આપવાની શરત સ્વીકારી અને ચોર સાથે બહાર જઈને કુદરતી હાજતનું નિવારણ કર્યું. ત્યાર પછી ધન્ય સાર્થવાહ પોતાની અનુકૂળતા માટે શત્રુ સમ ચોરને ભોજન આપવા લાગ્યા.
સમય જતાં પત્ની ભદ્રાને આ વાતની જાણ થઈ. તેને અત્યંત દુ:ખ થયું. કારાગૃહમાંથી છૂટીને પોતાના પતિ જયારે ઘેર પાછા આવ્યા ત્યારે તેણે પોતાના પતિ પ્રતિ નારાજગી પ્રગટ કરી. તે પતિની સામે જોવા પણ તૈયાર ન હતી. વ્હાલસોયા પુત્રના ઘાતક વ્યક્તિ સાથેનો સંબંધ કઈ રીતે ચલાવી શકાય? તેના મનમાં ખેદ હતો. ત્યારે ધન્ય સાર્થવાહે પોતાની પરવશતા, લાચારી અને અસહ્ય પરિસ્થિતિનું પ્રગટીકરણ કર્યું કે મારે માત્ર કુદરતી હાજતના
-જૈન કચાનકોમાં સદ્ભોધના સ્પંદનો નિવારણ માટે જ ચોરને ભોજન આપવું પડતું હતું. મારા અંતરમાં વિજયચોર પ્રતિ સદ્દભાવનો એક અંશ પણ નથી.
પતિની અનિવાર્ય પરિસ્થિતિને જાણીને ભદ્રાની શંકાનું નિરાકરણ થયું. ત્યાર પછી તે દંપતી આનંદથી ગૃહસ્થ જીવન જીવવા લાગ્યા. સમય વ્યતીત થયા પછી ધર્મઘોષ નામના સ્થવિર મુનિભગવંતના ઉપદેશના પ્રભાવે તેઓ ધર્મના રંગે રંગાયા. તેમણે સંયમનો સ્વીકાર કર્યો. અનેક વર્ષોની સંયમપર્યાયનું પાલન કરીને અંતે એક માસનો સંથારો કરી પંડિત મરણને પામ્યા. મૃત્યુ પામીને પ્રથમ દેવલોકમાં દેવ થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યજન્મ ધારણ કરી સંયમ-તપની સાધના દ્વારા સર્વકર્મનો ક્ષય કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
વિજયચોર કારાગૃહમાં વધ-બંધનના દુ:ખોને ભોગવતો આયુષ્ય પૂર્ણ કરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થયો. ત્યાંની ભયંકર વેદનાને અબજો વર્ષ સુધી ભોગવીને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને દીર્ધકાલ પર્યત સંસાર-પરિભ્રમણ કરશે. કથાનો સબોધઃ
શાસ્ત્રકારે સ્વયં કથાના ઉપનય રૂપે સદ્ધોધનું દર્શન કરાવ્યું છે. વિનય तक्करस्स... एवामेव जे अम्हं णिग्गंथे वा णिग्गंथी वा जाव इमस्स ओरालिय सरीरस्स णो वण्णहेउं वो... णण्णत्थ णाण दंसण चरित्ताणं वहणायाए STETRમાણારૂ | ધન્ય સાર્થવાહે વિજયચોરને ધર્મ સમજીને આહાર-પાણી આપ્યા ન હતા, પરંતુ પોતાના શરીરની રક્ષા માટે જ આહાર આપ્યો હતો. તે જ રીતે સાધુ કે સાધ્વી પોતાના શરીરની રૂપ કે બળની વૃદ્ધિ માટે કે પુષ્ટિ માટે કે વિષયભોગની પૂર્તિ માટે આહાર કરતા નથી પરંતુ શરીર દ્વારા જ્ઞાનદર્શન-ચારિત્રની આરાધના કરવા માટે જ આહાર કરે છે.
૨૦
૨૧