Book Title: Jain Dharmni Samaj Part 01 to 03 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 8
________________ ( ભાગ-૧ : સુપાત્રદાન, “ મજ્યા સુપાત્રદ્રાને તુ મોક્ષä રિત નિ:” આ શ્રેણીમાં હું તમને સઘળા જૈનોને સરળ ભાષામાં ધર્મ, વ્યવહાર, જીવન વગેરે વિષયોની ખૂબ સુંદર, જરૂરી મહત્ત્વની વાતો સમજાવીશ. આ વાંચવાથી તમને અત્યંત આનંદ, જ્ઞાન, સમજ, પુણ્ય, શાંતિ વગેરે ઘણું બધું મળશે. તમે એક-બે ભાગ અવશ્ય વાંચશો. પછી પછીના ભાગ પણ ઈચ્છા થાય તો મેળવશો. આ પ્રથમ ભાગમાં અમે તમને એક ખૂબ મહત્વના જરૂરી વિષય વિષે જ્ઞાન આપીએ છીએ. દરેક જૈન સુપાત્રદાનનો (અર્થાત્ પૂજ્ય સાધુ ભગવંત તથા સાધ્વીજી મહારાજને ગોચરી વહોરાવવાનો) લાભ લેવા ઇચ્છતો હોય છે. આનું કારણ શું? અત્યાર સુધીમાં સાધુ-સાધ્વીને દાન કરવાથી શાલિભદ્ર, ધન્યકુમાર વગેરે અનંત જીવોને ઘણl બધા લાભ થયા છે. આ તત્વ ટુકમાં અમે તમને સમજાવીએ છીએ. એક માણસ કુતરાને કે ભીખારી વગેરેને અથવા સાધુ મહારાજને રોટલીનું દાન કરે તો ફળમાં કાંઈ ભેદ પડે? ભિખારી વગેરેને આપવાથી જરૂર પૂણ્ય બંધાય છે. પરંતુ તે રોટલી ફળરૂપે વિશેષ સારા કામમાં જતી નથી. હા, તેઓની ભૂખ દૂર થાય છે. તેમને સુખ મળે છે. તેથી પરોપકાર થાય છે. જ્યારે સાધુને આપવાથી પરંપરાએ અનેક જીવોનું હિત, ગુણવૃદ્ધિ વગેરે ઘણાં બધા ફાયદા થાય છે. મોક્ષ આપનારી રત્નત્રયીની આરાધના સાધુ ભગવંતો કરતા હોય છે. તીર્થકર ભગવંતોએ ફરમાવેલ સર્વશ્રેષ્ઠ એવી આ રત્નત્રયી સ્વ અને પરનું ખૂબ કલ્યાણ કરે છે. તેથી સુપાત્રદાનથી મોક્ષ, સંયમ, નિર્મળ અનંત પુણ્ય વગેરે ઘણી ઘણી ઉત્તમ વસ્તુઓ આવી મળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52