Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay
View full book text
________________
તેથી હે ઉત્તમ શ્રાવકો ! તમે સંકલ્પ કરો કે હવેથી હું આ વિષયનું જ્ઞાન મેળવી ખૂબ સાવચેતી, ઉપયોગ રાખી લાભ મળે જ તેવો બધો પ્રયત્ન કરીશ. બીજી એક અગત્યની વાત કે સાધુ મહારાજ જે પૂછે તેનો બાળક ની જેમ સાચો જવાબ આપવો. લાભ લેવા જૂઠુ ન બોલવું. એક ઉદાહરણમેં પૂછ્યું, આ વસ્તુ કોના માટે લાવ્યા છો? શ્રાવક સાહેબ! વહોરાવવા માટે લાવ્યો છું. મેં કહ્યું, સાધુ માટે લાવો તો દોષ લાગે. મારે ખપ નથી. ત્યારે શ્રાવકે કહ્યું કે આ તો અમારે માટે જ લાવેલ. આપ વહોરો માટે મેં એવું કહેલું. કહેવાનો ભાવ એ છે કે લાભ મેળવવા કેટલાક ખોટું બોલે છે. તે બરોબર નથી. સત્ય કહેવું. સાધુ મહારાજ ને ખપતું હોય તો વહોરે. લાભ મળે. વળી તમે જૂઠું બોલો છો તેવી શંકા મહાત્માને પડે તો બીજી બધી સાચી વાતો હોવા છતાં તેમને જૂઠાની શંકા રહ્યા કરે, વહોરે નહીં વગેરે નુકશાન થાય.
સુપાત્રદાનની બીજી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. સાધુને સુશ્રાવકે રસોઈ ઉપરાંત બીજી પણ વિનંતી કરવી. કેટલાક સાધુ દોષ હોવાથી માંગતા નથી. ગૃહસ્થ વિનંતી કરે તો વહોરે. એવી ચીજોમાં મુખ્યત્વે બલબન, સૂંઠ, પીપરીમૂળ, હળદર, ખાંડ, ગોળ, ઘી, દિવેલ વગેરે ગણાય. ત્રિફળાં, મેટાસિન વગેરે દવાઓ તથા કાપડ વગેરેની પણ ભક્ત વિનંતી કરાય. બીજો કાંઈ ખપ હોય તો લાભ આપજો એમ વિનંતી કરાય. . ' વળી આયંબીલનું વહોરતા સાધુને ચાલુ ગોચરીની તથા ચાલુ ગોચરીવાળા સાધુને આયંબીલની લુખી રોટલી વગેરેની વિનંતી કરાય. કારણકે બન્નેને સાથે પણ કેટલાક સાધુ વહોરે છે. ઓળી કરતા સાધુને ચાલુ રસોઈની પણ વિનંતી કરાય. કારણ ક્યારેક તેમને પારણું થઈ ગયું હોય
૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52