Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 35
________________ 'જૈન ધર્મની સમજ ( ભાગ ૩ ) પ્રસ્તાવના મુકેશ અંબાણીને જેમ પુણ્યોદયે વિરાટ ઉદ્યોગો મળ્યા છે તેમ જૈનોને વિશદ તત્ત્વજ્ઞાન અનંત પુણ્ય પ્રાપ્ત થયું છે. મુકેશ પૈસો વધારતો જાય છે. જૈનો નિર્મળ સુખશાંતિને ખૂબ ખૂબ વધારી શકે તેમ છે. દુનિયામાં આજે પૈસો, આવડત, સમૃદ્ધિ ખૂબ વધતા જાય છે. છતાં મોહ દષ્ટિને કારણે સુખમાં આળોટતી દુનિયા હકિકતમાં ખૂબ દુઃખી છે. દુઃખ વિષયક સાચુ જ્ઞાન લાધી જાય તો માનવ દુઃખમાં પણ મહા સુખી બની શકે છે. આજના કાળમાં અતિ અગત્યની આ બાબતની આ પુસ્તિકામાં થોડા વિસ્તારથી વિચારણા કરી છે. માનવમાત્રને ઉપયોગી આ પુસ્તિકા વાંચી ખરેખર શાંતિને મેળવો એ મારી ભાવના સફળ થાય તો ખૂબ આનંદ થશે. (દુ:ખમાંથી સુખ મેળવો ] જગતના જીવોને અનંત પુણ્યથી મળેલા માનવભવમાં ઘણા સુખો મળે છે. છતાં પણ મોહ, અજ્ઞાન વગેરે કારણે જીવ મામુલી દુઃખોને પહાડ જેવા માની ભયંકર દુઃખી બને છે. સદ્ધર્મ વગેરે મળેલી ઉત્તમ સામગ્રીઓ કેવી ભવ્ય છે અને તેના જેવા મીઠા મધુરા ફળ મળે છે તથા દુઃખો શાથી આવે છે અને ત્યારે દીનતા, દુધ્ધન વિગેરે કરવાથી દુઃખોના કેવા ગુણાકાર થાય છે એ બધી તત્ત્વની વાસ્તવિક વાતો શ્રી સર્વજ્ઞ ભગવંતોએ બતાવી છે અને દુઃખમાંથી સુખ મેળવવાના સત્ય અને સચોટ ઉપાયો પણ ઉપદેશ્યા છે. આ બધી બાબતોની આ પુસ્તકમાં વિચારણા કરી છે. આ દુનિયામાં પોતાને મળેલી ઊંચાઈ માનવ સમજે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52