Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay
Catalog link: https://jainqq.org/explore/005441/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ IT ના મીની ટાd (00 ભાગ - ૧થી ૩ પછાત ગાજેuc વિઘઈ) Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન આદર્શ પ્રસંગો પુસ્તક વિષે અભિપ્રાય ૧. પ.પૂ. આચાર્યદેવશ્રી રાજેન્દ્રસુરિ મ. સા. આ પ્રસંગો પુસ્તક (વાંચ્યા પછી) અનુમોદના તથા સુપુત સત્વને જાગ્રત કરે છે. જીવનમાં કાંઈક પણ શુભ કાર્ય કરવાનો ઉત્તમ મનોરથ પેદા કરે છે. આજના જીવોને ઉત્તમ આલંબનની જરૂરત છે, જેમાં આ બુક બોધક, માર્ગદર્શક, સરળ, શોર્ટ અને સ્વીટ જેવું છે.... (૨. પ.પૂ. આચાર્યશ્રી રત્નસુંદરસૂરિ મ. સા. “નાનકડી પણ ભારે પ્રેરણાદાયી પુસ્તિકા... આ અનુમોદનીય પ્રયાસ અનેક આત્માઓને આરાધનામાં ટકી રહેવા માટે આલંબન રૂપ બને તેવો પણ છે.” ૩. ભદ્રેશભાઈ, ભૂતપૂર્વ પ્રમુખઃ પાંચકુવા કાપડ મહાજન “બેંગ્લોરમાં મારા મિત્રના ઘરેથી આ પત્ર લખું છું. અત્યારે પ્રાતઃ કાળે પક્ષીઓના મધુર કલરવથી વાતાવરણ આફ્લાદક બની ગયું છે. ઉંઘ ન આવતાં મિત્ર પાસે વાંચવા પુસ્તક માંગ્યું. ખૂબ સુંદર પુસ્તક છે એમ કહી મિત્રે જૈન આદર્શ પ્રસંગો વાંચવા આપ્યું. વાંચતા હૃદય પુલકિત બની ગયું. આપણા આત્માની ઉન્નતિ માટે આપણે કશું કરતાં નથી. પ્રસંગો વાંચી પ્રેરણા મળી. દિલમાં ભાવ જાગ્યા કે ધર્મ આરાધના માટે પણ આપણે સમય ફાળવવો ખૂબ જ જરૂરી છે.” ૪. રાજેન્દ્રભાઈ : “પૂ. શ્રી આ પ્રસંગો પુસ્તક મારા સુશ્રાવિકાએ વાંચ્યું. ખૂબ ગમ્યું. વાંચી ઘણાં બધાનું કલ્યાણ થાય તે ભાવનાથી આ સુંદર પુસ્તકના પ્રચારમાં અમારે રૂા. ૫૦૦૦નો લાભ લેવો છે...” આવા પ્રશંસાપૂર્ણ અન્ય અનેકોના પણ અભિપ્રાય આવ્યા છે. તરફથી ભેટ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈત ધર્મની સમજ ભાગ ૧ થી ૩ પંન્યાસ ભદ્રેશ્વરવિજય પાનાનં વિષય ભાગ -૧ ભાગ -૨ ભાગ -૩ ૧૮ ૩૩ ગોચરી આરાધના સુખ સૌજન્ય : અમદાવાદ : મિરાંબીકા ૧. અ.સૌ. કંચનબેન આર. ડી. શાહ - દહેગામવાળા ૨. પુષ્પાબેન રમણીકલાલ -દેશના એપાર્ટમેન્ટ ૩. સ્મિતાબેન સુરેશભાઈ શાહ - રત્નાગિરિ એપાર્ટમેન્ટ . ૪. પ્રેમચંદભાઈ મણીલાલ ઘડિયાળી, મિત્રમિલન સોસાયટી અમદાવાદ : અન્ય સૌજન્ય : ૧. જયોતિબેન વિજયભાઈ ૨. જાગૃતિ મિત્ર મંડળ - કારોબારી સમિતિ ૩. સ્વ. હરેશભાઈ કાંતિલાલના આત્મશ્રેયાર્થે ૪. સોમચંદભાઈ ચુનીલાલ મહેતા - પાલડી ૫. દક્ષાબેન મહેન્દ્રભાઈ શાહ - છનીયારવાળા ૬. ચંપાબેન બાબુલાલ શાહ - છનીયારવાળા ૭. કમળાબેન બાબુલાલ શાહ - હ. ધીરજભાઈ - વાસણા For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ૐ હું અહં નમઃ પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસુરીભ્યો નમઃ 'જૈન ધર્મની સમજ કન્સેશનથી કિંમત રૂા. ૨ છેઆવૃતિ ૧૧મી છે તા. ૧-૮-૨૦૧૨ િનકલ ૭000 છે. પૂર્વની ૭૭000 C નીચેના સ્થળે ઓર્ડરથી ૨-૪ દિવસમાં પુસ્તકો મળશે. (પ્રાપ્તિ સ્થાન : અમદાવાદ :) જ નિરંજનભાઈ: ૧૧, ભૂમિ એપા., ૩૩, આનંદ નગર, ફતેપુરા, પાલડી, અમદાવાદ-૭. ફોન : ર૬૬૩૮૧૨૭ પી.પી. : ર૬૬૩૩૬૧૬ છ મિતેશભાઈ : ૧, સુજલ ડુપ્લેક્ષ, નવા વિકાસગૃહ પાસે, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૨૬૬૧૧૫૮૨ મો. : ૯૪ર૭૬ ૧૩૪૭૨ (: વડોદરા : સૌરભભાઈ : સી-પ, રણછોડનગર સો. ગોકુલધામ સો. પાસે, માંજલપુર, વડોદરા-૧૧. મો. : ૯૪૨૮૩૦૧૭૨૭, ૯૮૨૫૦૭૭૦૨૪ : મુંબઈ : આ નાગદેવી : પ્રબોધભાઈ યુમેકો, ૧૦૩, ૧લો માળ, નારાયણ ધ્રુવ સ્ટ્રીટ, મુંબઈ-૩. ફોન : ૨૩૪૩૮૭૫૮ મો. ૯૩૨૨૨૭૯૯૮૬ છે ગોરેગાંવ (વે): નીલેશભાઈ બી-૨૦૧, સુયોગ સો. સહારા સામે, એસ.વી. રોડ, મુંબઈ-૧૦૪. ફોન : ૨૮૭૧૪૬૧૭ મો. ૯૨૨૧૦૨૪૮૮૮ પ્રકાશિત થયેલા અન્ય પુસ્તકો પંન્યાસ ભદ્રેશ્વરવિજય ) જૈન આદર્શ પ્રસંગો ભાગ ૧થી૮ ભેગુ પુસ્તક રૂા. ૩૦ જૈન આદર્શ પ્રસંગો ભાગ ૧થી૮ છુટા દરેકના રૂા. ૩ જૈન આદર્શ પ્રસંગો ભાગ ૯,૧૦ અને ૧૧ દરેકના રૂા. ૨ ઉપરોક્ત પુસ્તકો કન્સેસનથી મેળવવા માટે મીતેશભાઈનો સંપર્ક કરો. મો. : ૯૪૨૭૬૧૩૪૭૨ પર્યુષણ, આયંબિલની ઓળી, પૂજા, પૂજન, તીર્થયાત્રા, પ્રવાસ, પ્રવચન, આદિ ધર્મ પ્રસંગે પ્રભાવના કરવા યોગ્ય સાવ સસ્તુ અને સુંદર પુસ્તક પુસ્તક વિશે અભિપ્રાયઃ નરેન્દ્રભાઈ : દરેકને આ પુસ્તક પહોંચાડવા જેવું છે. મુદ્રક : આશિષભાઈ શાહ, અંકુર, નારણપુરા, અમ. મો. ૯૮૭૯૦૮૮૬૭૮) For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સુપાત્રદાનથી જ્ઞાનીઓ મોક્ષ, સદ્ગતિ, સુખ-સમૃદ્ધિ વગેરે ઘણાં ફળ બતાવે છે. જીર્ણ શેઠ, કયવન્ના શેઠ, શાલિભદ્ર વગેરે અનંત જીવોને સુપાત્રદાનથી અનંત લાભ થયા પણ છે. તેથી ઘણા શ્રાવકોને સુપાત્રદાનનો લાભ લેવાની રોજ ભાવના થાય છે. છતાં ઘણી વાર અજ્ઞાનતા, અનુપયોગ વગેરે કારણે વહોરાવતા સાધુને દોષ લાગી જાય છે. તેથી ક્યારેક સાધુ વહોરતા નથી. ભક્તોને લાભ ગુમાવ્યાનું ઘણું દુઃખ થાય છે. આ પુસ્તકમાં ગોચરી વિશે સરળ ભાષામાં સમજ આપી છે. સમજવાથી સુપાત્રદાનનો લાભ જરૂર મળશે.બીજા ભાગમાં વર્ષીતપ તથા જિનભક્તિ વિષે પણ સમજ આપી છે. આ શ્રેણીના બીજા ભાગોમાં તીર્થયાત્રા, દુ:ખમાંથી સુખ વગેરે વિષયો વાંચી ધર્મ ભાવ અને વિધિપૂર્વક કરી વિશિષ્ટ ફળ મેળવો એ શુભાશિષ. સુજ્ઞ વાચકોએ સુપાત્રદાન વિષે એટલું સમજવું જરૂરી છે કે માંદગી વગેરેમાં દોષિત ગોચરી રત્નત્રયીની આરાધના માટે સાધુને વાપરવી પડે છે. તેવા કારણે દોષિત વહોરાવવાથી બન્નેને લાભ છે. તે સિવાય સામાન્યથી સાધુને નિર્દોષ વહોરાવવાનો ઘણો લાભ છે, એમ જ્ઞાનીઓ કહે છે. આ સમજ પુસ્તકોમાં ગોચરી વગેરે વિષયની સમજ કેટલાક સાધુ, સાધ્વી, શ્રાવકો વગેરેને ગમી. કેટલાક શ્રાવકોએ આ સમજવા જેવા અને સસ્તા પુસ્તકોની પ્રભાવના કરી. પ્રથમ ભાગની સાતમી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ત્રણે ભાગ વિષે સર્વજ્ઞ તીર્થંકર દેવ આપણને અનંત પુણ્ય મળ્યા છે. આ પ્રભુએ અદ્વિતીય સાધના કરી મેળવેલા કેવળજ્ઞાનથી જગતના સર્વે જીવોનું સાચું શાશ્વત સુખ અને તેના ઉપાયો જોયા. એ પછી જીવનું ખરેખર કલ્યાણ કરનાર ધર્મ બતાવ્યો. ભાવ ધર્મના હેતુભૂત પૂજા, સુપાત્રદાન વગેરે ધર્મ પણ બતાવ્યો. ઘણા જેન આજે પણ દર્શન વગેરે ધર્મ કરે છે પરંતુ આ ધર્મ ગમે તેમ કરે છે. જેવી રીતે અણસમજુ બાળક વાર્ષિક પરીક્ષા જેમ તેમ આપી આવે તેમ. જૈનને ધર્મના પ્રભાવ વગેરેનું જ્ઞાન અને શ્રધ્ધા થઈ શકે. એ જ્ઞાન અને સમજ જ્ઞાની ગુરઓ વગેરે પાસે મળે છે. આજે ઘણા જૈનો ગુરુઓનો સંપર્ક કરતા નથી. એમને પણ આ મહિમાવંતા ધર્મનું થોડુંક પણ ભાન થાય એ માટે આ નાના પુસ્તકમાં કેટલીક મહત્ત્વની વાતો સંક્ષેપમાં કરી છે. આ પુસ્તક વાંચવાથી ઘણા બધાને ધર્મનું સામર્થ્ય, વિધિ વગેરે જાણવા મળશે. તેથી અજ્ઞાનતાના કારણે વેઠની જેમ થતો ધર્મ સમજ અને શ્રધ્ધાથી વધુ સારો થશે. જૈનો ઓછો વરો ધર્મ તો કરે જ છે પરંતુ આ પુસ્તક વાંચવાથી ધર્મ ભાવપુર્વક થશે. અને અનંત લાભ કરી આપશે. સંસારપ્રેમી જીવો ધંધા, ડીગ્રી વગેરેમાં ઘણા લાભ માને છે. તેથી શિક્ષણ વગેરે ઘણા રસ અને ઉધમથી ખુબ સારી રીતે કરવા પ્રયત્નશીલ બને છે. એ જ પ્રમાણે ધર્મપ્રેમી તમે જૈનો આ પુસ્તકો વાંચી ધર્મના અનંત ફળમાં શ્રધ્ધાવંત બની વાસ્તવિક સુખશાંતિ વગેરે મેળવવા ધર્મને સમજ શ્રધ્ધા અને શાસ્ત્રવિધિપૂર્વક કરવા જરૂર પ્રયાસ કરજો. તમે વિશિષ્ટ પૂણ્યશાળી છો. આખી દુનિયા જ્યારે વિલાસ અને સ્વાર્થમાં અંધ બની મોહને પરવશ થઈ માત્રા તુચ્છ સુખો તરફ દોડી રહી છે ત્યારે તમે તીર્થયાત્રા, સામાયિક For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ વગેરે ધર્મ આચરો છો તે ધન્યવાદને પાત્ર છો. તમે સ્વ ) અંતરમાં ડોકિયું કરી જોઈ લો કે તીર્થકર દેવોએ મોક્ષ વગેરે સર્વશ્રેષ્ઠ સુખો આપનારી જે આ ધર્મક્રિયાઓને અતિ મહિમાવંતી કહી છે તે તમે ગમે તેમ પતાવી દઈને ધર્મ ક્યનો સંતોષ માનો છો? તો શાસ્ત્ર દષ્ટિએ તમે ઘણો ઊંચો ધર્મ કરવા છતાં અલ્પ પુણ્ય મેળવો છો. આજે ઘણા ધર્મીઓ ધર્મ અનુષ્ઠાનોને ભાવરહિતપણે વેઠની જેમ પતાવી નાખે છે. શ્રી તીર્થકર ભગવંતોએ આ ધર્મક્રિયાઓના અનંતા ફળની ગેરંટી આપી છે. એ મેળવવા મન, વચન અને કાયાની વિશુદ્ધિ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. ધર્મમાં શુદ્ધ આશય, વિધિ, ઉપયોગ વગેરેનું અતિશય મહત્ત્વ વગેરે સમજાવ્યું છે, આ બધું શાસ્ત્રોથી તમે જાણો, વિચારો અને તીર્થયાત્રા વગેરે ધર્મના વધારેમાં વધારે ફળ મળે એ લક્ષ્યપૂર્વક ધર્મ કરવા સતત ઉદ્યમ કરો. જ્ઞાનીઓ જેને તુચ્છ અને દુઃખદ કહે છે એવા વિષયસુખો વગેરે માટે ઘણા સંસારી જીવો. આખી જીંદગી મહેનત કર્યા જ કરે છે. તો પછી વાસ્તવિકસુખપરંપરક ધર્મની વિશુદ્ધિ માટે તમારે શક્ય વધુમાં વધુ પુરૂષાર્થ કરવો જ જોઈએ. તેથી જ આ ત્રણે ભાગમાં સુપાત્રદાન વગેરે અંગે જે કેટલાક સૂચન કર્યા છે તે ધ્યાનથી વાંચી, સમજી વધુ સુંદર રીતે કરવાનો સંકલ્પ કરો. જે બાબતો આચરણમાં આવી શકે તેવી લાગે તે શોધતા રહી તમારા હિત માટે સંકલ્પ અને સતત પ્રયત્નો કરવા દ્વારા આચરી આત્મિક સુખશાંતિ સદા પામો એ શુભેચ્છા. शिवं भवतु For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ( ભાગ-૧ : સુપાત્રદાન, “ મજ્યા સુપાત્રદ્રાને તુ મોક્ષä રિત નિ:” આ શ્રેણીમાં હું તમને સઘળા જૈનોને સરળ ભાષામાં ધર્મ, વ્યવહાર, જીવન વગેરે વિષયોની ખૂબ સુંદર, જરૂરી મહત્ત્વની વાતો સમજાવીશ. આ વાંચવાથી તમને અત્યંત આનંદ, જ્ઞાન, સમજ, પુણ્ય, શાંતિ વગેરે ઘણું બધું મળશે. તમે એક-બે ભાગ અવશ્ય વાંચશો. પછી પછીના ભાગ પણ ઈચ્છા થાય તો મેળવશો. આ પ્રથમ ભાગમાં અમે તમને એક ખૂબ મહત્વના જરૂરી વિષય વિષે જ્ઞાન આપીએ છીએ. દરેક જૈન સુપાત્રદાનનો (અર્થાત્ પૂજ્ય સાધુ ભગવંત તથા સાધ્વીજી મહારાજને ગોચરી વહોરાવવાનો) લાભ લેવા ઇચ્છતો હોય છે. આનું કારણ શું? અત્યાર સુધીમાં સાધુ-સાધ્વીને દાન કરવાથી શાલિભદ્ર, ધન્યકુમાર વગેરે અનંત જીવોને ઘણl બધા લાભ થયા છે. આ તત્વ ટુકમાં અમે તમને સમજાવીએ છીએ. એક માણસ કુતરાને કે ભીખારી વગેરેને અથવા સાધુ મહારાજને રોટલીનું દાન કરે તો ફળમાં કાંઈ ભેદ પડે? ભિખારી વગેરેને આપવાથી જરૂર પૂણ્ય બંધાય છે. પરંતુ તે રોટલી ફળરૂપે વિશેષ સારા કામમાં જતી નથી. હા, તેઓની ભૂખ દૂર થાય છે. તેમને સુખ મળે છે. તેથી પરોપકાર થાય છે. જ્યારે સાધુને આપવાથી પરંપરાએ અનેક જીવોનું હિત, ગુણવૃદ્ધિ વગેરે ઘણાં બધા ફાયદા થાય છે. મોક્ષ આપનારી રત્નત્રયીની આરાધના સાધુ ભગવંતો કરતા હોય છે. તીર્થકર ભગવંતોએ ફરમાવેલ સર્વશ્રેષ્ઠ એવી આ રત્નત્રયી સ્વ અને પરનું ખૂબ કલ્યાણ કરે છે. તેથી સુપાત્રદાનથી મોક્ષ, સંયમ, નિર્મળ અનંત પુણ્ય વગેરે ઘણી ઘણી ઉત્તમ વસ્તુઓ આવી મળે છે. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ તેથી જ આત્મહિતચાહક સુશ્રાવકો સુપાત્રદાનનો રોજ લાભ લેવા તલસતા હોય છે. સંસાર પ્રેમી જીવો ડોક્ટર વગેરેની ડીગ્રી મેળવવા ઝંખતા હોય છે. કારણકે એનાથી સંપત્તિ, સુખો, પ્રતિષ્ઠા વગેરે ઘણા લાભ ભાને છે. તેથી ડોક્ટર બનવા ઈચ્છતો યુવાન પરીક્ષામાં કાળજીથી સારામાં સારું લખે. તેવી રીતે આત્મ-હિત-ઈચ્છક શ્રાવક સુપાત્રદાનથી આત્મિક અનંત સુખને મેળવવા ઈચ્છે. છતાં સુપાત્રદાનનો ક્યારેક લાભ મળતો નથી. વર્તમાનકાળે ઘણાં શ્રાવકોને સાધુ કયા દોષોથી ન વહોરે વગેરે જ્ઞાન નથી. તેથી ઘણીવાર એવું બને કે અનંત પુણ્ય શ્રાવકના ઘેર સાધુ આવે તો પણ વહોર્યા વિના પાછા જતા રહે છે. દાનાર્થીને ગોચરીનું જ્ઞાન જરૂરી છે. તેથી અહીં સુપાત્રદાનનો લાભ કેવી રીતે મળે તેની સમજ આપી છે. (૧) તમારા સંતાનો ઘરઆંગણે રમતા હોય છે. શ્રાવકોએ નાના બાળકોને સંસ્કાર આપવા કે સાધુ મહારાજને જુઓ તો વહોરવાની વિનંતી કરવી. અને એ જ્યારે લઈ આવે ત્યારે તેને શાબાશી સાથે મીઠાઈ વગેરે ઈનામ આપવું. તો તે ઘણી વાર સાધુને લઈ આવશે. આમ તમને અને એને વારંવાર સુપાત્રદાનનો શ્રેષ્ઠ લાભ મળશે. (૨) સાધુ પધાર્યા પછી બહુ મહત્ત્વની કાળજી શ્રાવકે એ રાખવી જોઈએ કે સાધુ નિમિત્તે જરા પણ હિંસા ન કરવી. હિંસા કેવી રીતે થાય તે હવે તમારે જાણવું જરૂરી છે. (ક) સાધુને આવવાના માર્ગમાં કદાચ સચિત્ત વસ્તુ પડી હોય તો કેટલાક શ્રાવકો તે ખસેડી દૂર મૂકે છે. તેમ કરવાથી તે જીવોની હિંસા વગેરે થાય છે. તો સાધુ વહોરે નહીં. તેથી પ્રથમ તો ઘરમાં શાક પાણી વગેરે જ્યાં ત્યાં રસ્તામાં રખાય નહીં. કદાચ કોઈએ મૂકી દીધા હોય તો પછી તેને તેમ જ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ રાખવા. તો સાધુ મહારાજ શક્ય હશે તો બાજુમાં થઈ અંદર પધારી વહોરશે. સચિત્ત એટલે જીવવાળી વસ્તુઓ અથવા જીવતી દા.ત. કાચું પાણી, લીલા શાકભાજી, ઘઉં વગેરે અનાજ, ચીકુ વગેરે ફળ. આ વસ્તુઓ સાધુને નિમિત્તે ખસેડવી નહીં. (ખ) વહોરાવતી વખતે પણ સુશ્રાવિકાઓ સંપૂર્ણ સાવચેતી રાખે કે રસોડામાં રહેલ પાણી, લીંબુમરચાં વગેરે સચિત્ત વસ્તુને અડી ન જવાય. સંઘટ્ટાથી વેદના, હિંસા વગેરે થાય છે. (ગ) વહોરાવવાના ચમચા, વાટકી વગેરે પણ તદ્દન કોરા જોઈએ. કાચા પાણીના ટીપાવાળા ચમચા વગેરે વડે ગોચરી ન વહોરાવાય. કેટલાક ચમચા વગેરે લુછીને વહોરાવે છે. પણ ભીના ચમચા સાધુને માટે લુછીને ન વહોરાવાય. ઉપયોગ રાખી કોરા જ લેવા. (ઘ) વહોરાવવાની વસ્તુ લાવતાં મૂકતાં પણ પાણી વગેરે તથા કીડી વગેરેની હિંસા ન કરવી જોઈએ. (ચ) દાળ વગેરે વહોરાવતા જરા પણ જમીન પર ઢોળાય નહીં એમ સજાગપણે સાધુના પાતરામાં વહોરાવવી. (છ) વહોરાવતાં પૂર્વે કે પછી હાથ, ચમચા વગેરે કોઈ વસ્તુ પાણીથી ધોવાય નહીં. (જ) લાભ મળે તે માટે ચાલુ ગેસ વગેરે બંધ ન કરાય. (ઝ) પંખા, લાઈટ વગેરે સાધુ નિમિત્તે બંધ કે ચાલુ ના કરાય. (ટ) ઢાંકણ ઉપર મરચાં વગેરે પડ્યા હોય તો છીબા નીચેના ભાત વગેરે ન વહોરાવાય (ખરેખર તો દાળ વગેરેમાં નાંખ્યા પછી મરચાં વગેરે વધે તો તેના વાસણમાં પાછા મૂકવાની ટેવ પાડવી જોઈએ.) વધેલા લીંબુ વગેરે આળસથી ભાતા વગેરેની તાસક પર મૂકવાથી તે ભાત વગેરે સાધુને ન ખપે. H( ૮ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ (ઠ) બને તો વહોરાવવાના પાતરા મૂકવા સુકી થાળી આગળ મૂકવી. જેથી વહોરાવતાં કદાચ જરાક ઢોળાય તો થાળીમાં પડે. પછી તે થાળી.જમવામાં વાપરવાથી સાધુને નિમિત્તે વિરાધના થાય નહીં. (ડ) ખાખરા વગેરે વહોરાવવા ટુકડા કરતા ખૂબ કાળજી રાખવી કે જમીન પર ઢોળાય નહીં. ઢાંકણામાં અથવા થાળીમાં ટુકડા કરવા. (ણ) વહોરાવતાં તપેલી ઉપરના ઢાંકણા ઉપાડી કાચા પાણી વગેરે પર મૂકવા નહીં. (ત) એંઠા હાથે ન વહોરાવાય. એંઠી વસ્તુ ન વહોરાવાય. (થ) બાળકો વગેરે એંઠા હાથે તપેલીમાંથી જમવા ન લે એ સંસ્કાર આપવા. એઠામાં અસંખ્ય જીવ પેદા થાય. (દ) દાળ વગેરે સંપૂર્ણ ન વહોરાવાય. થોડીક રાખવી જોઈએ. નહીં તો વહોરાવ્યા પછી તે તપેલી ધોવા મૂકો. તેથી દોષ સાધુને લાગે. (ધ) ઉકાળેલું પાણી વહોરાવતાં પણ વિશેષ કાળજી રાખવી. પાણી ઠર્યું છે તે જોવા આંગળી પાણીમાં ન નંખાય. નાંખો તો નખનો મેલ વગેરે પાણીમાં જાય તેથી અસંખ્ય જીવની ઉત્પત્તિ અને હિંસાની સંભાવના છે. પાણી વહોરાવતાં બોલાય નહીં. બોલવાથી થુંક ઉડી પાણીમાં પડે તો પાણીમાં બે ઘડી પછી સંમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યો વગેરે અસંખ્ય પેદા થાય, મરે, હિંસા થાય. પાણી વગેરે વજનદાર તપેલા ઉપાડીને ન વહોરાવાય. તેને નાની તપેલી, વાડકી વગેરેથી લઈ વહોરાવાય. જેથી તપેલું પડવાથી વાગવું, હિંસા થવી વગેરે દોષથી બચાય. પાણીના ઘડા વગેરે પર એંઠા પવાલા ન મૂકાય. પાણી વાપરી ગ્લાસ બરોબર લૂછી નાખવો. જયણાના અનંત લાભ મળે. સમજ F2 ૯ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ (ન) વિશેષ ભક્તિભાવવાળા નીચે બતાવેલી કાળજી રાખે તો ઘણો લાભ મળે. ઘણાં, વહોરાવતા બધા તપેલા ખોલે છે. તેથી કોઈ તપેલા ઉપર મરચુ વગેરે પહેલા કોઈએ મૂક્યું હોય તેની વિરાધના થાય. તેથી સાધુ કશું ન વહોરે, તેથી ટેવ એવી પાડવી જોઈએ કે તપેલા ખોલ્યા વિના બધી વિનંતી કરવી. જેના ઉપર લીંબુ વગેરે પડ્યા હોય તે તપેલીને અડવું જ નહીં. (૫) સૂંઠ વિગેરે હાથથી ન વહોરાવવી. ચમચીથી વહોરાવવી. ચમચી નેપકીનથી લુછી સ્પૂન-સ્ટેન્ડ માં પાછી મૂકવી. (ધોવી નહીં) સૂંઠ ફ્રીજમાં મૂકવાથી સાધુ વહોરે નહીં. (ફ) ઘણા શાક સમારવા, અનાજ વીણવા બારણામાં બેસે છે. ત્યારે વહોરવા આવે તો સચિત્ત શાક વગેરે ખસેડવાથી હિંસા થતી હોવાથી સાધુ પાછા જાય. માટે સાઈડમાં બેસવું. (બ) રસ્તામાં, બારણામાં પાણીની ડોલ વગેરે હોય તો સાધુને આવતા જોઈ ઘણાં બાજુમાં ખસેડે છે, તો સાધુ ન વહોરે. તેથી તેમ જ રાખવી. શક્ય હશે તો તેની બાજુમાંથી અંદર આવી મહારાજશ્રી વહોરશે. અને પછી કાયમ નક્કી કરવું કે હવેથી દ્વાર વચ્ચે પાણી, અનાજ વગેરે કદી મૂકીશ નહીં. (ભ) નાના ૨-૪ વર્ષના બાળક્ને વહોરાવવાનું કહેવું નહીં. ઘણી વાર એ ઢોળે. સચિત્તની વિરાધના કરે. સાધુ ન વહોરે તો રડે. (મ) ઘરમાં કેટલાક પાણીનું પોતુ વગેરે ગોચરી સમયે ક્યારેક કરે છે. જો ત્યારે સાધુ વહોરવા આવે તો લાભ ન મળે, માટે અયોગ્ય સમયે પોતુ ન કરવું. (૫) એકાસણા વગેરેમાં ગોચરી ખૂટે, વરસાદ હોય વગેરે કારણે સાધુ ક્યારેક ૧, ૨ વાગે પણ વહોરવા આવે. ૧૦ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ભક્તિવાળાએ રસોઈ વધેલી ફ્રીજમાં ન મૂકવી, તો લાભા મળે. (ર) ઉકાળેલુ પાણી વધેલુ વહેલુ ફેંકી દેવાથી ક્યારેક પછી સાધુને પાણીની જરૂર પડે તો લાભ જાય. તેથી સમય સુધી પાણી રાખવું. વિહારના ગામવાળાઓએ તથા પાણી પીવાવાળા. ઘર થોડા હોય તે બધાએ તો વિવેક વાપરી ઉકાળેલુ પાણી કાળ સુધી રાખવું. વૃદ્ધ સાધુ અમને સલાહ આપતા કે સાધુએ પાણી સૂર્યાસ્ત સુધી રાખવું. ઓચિંતા વિહાર કરી સાધુ પધારે તો મોટો લાભ ક્યારેક મળી જાય. (લ) વધુ લાભની ભાવનાવાળા સાધુને પાત્રા, કપડા, પેના વિગેરે, દવા, મકાન (ઉતરવા માટે) કામસેવા વગેરે જે શક્તિ, ભાવના હોય તે બધી વસ્તુની, વહોરાવતા કે ઉપાશ્રયે વિનંતી કરે. નવ તત્ત્વ વગેરે ભણેલા શ્રાવક, બાલ મુનિ વગેરેને ભક્તિથી ભણાવવાનો લાભ લઈ શકે. પુત્ર, પુત્રી ગુરુને વહોરાવે. (વ) ઉકાળેલા પાણીવાળા, વર્ષીતપ વગેરે તપસ્વી બેસણા વખતે અથવા ચોવિહાર કરવાવાળા વંદન કરીને કે બપોરે કે સવારે વહોરાવતા વિનંતી કરે તો પાણી, ગોચરી વગેરેનો સુંદર લાભ મળી જાય. સાધુ-સાધ્વી વર્ષીતપ, એકાંતરે ૫૦૦ આયંબિલ વગેરે કરતા હોય તેમનો નિર્દોષ ને મોટો લાભ મળી જાય !!! તમે તો બેસણા વગેરે માટે રસોઈ કરવાના જ છો. છતાં વિનંતી ન કરો તો સાધુનો લાભ ન મળે. ચોવિહારવાળા ઘર આજના કાળમાં બહુ થોડા હોય છે. તેથી ભક્તિવાળાએ ખાસ વિનંતી કરવી જોઈએ, વળી ખૂબા ભાવવાળાએ ખાસ વિનંતી કરવી કે કંઈપણ ક્યારે પણ ખપ હોય તો લાભ આપશો. તો તમારી વિશિષ્ટ ભાવભક્તિ જોઈ સાધુ વિશેષ ખપ પડે ત્યારે તમને લાભ આપે. એવી For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ રીતે સગવડતા અને ઈચ્છા હોય તો વંદન કરી કે વહોરાવતા વિનંતી કરી શકાય કે સાધર્મિક આવે તો ભક્તિનો લાભ આપશોજી. તો દીક્ષાર્થી, બહારગામના શ્રાવક વગેરેનો લાભ મળી જાય !!! (શ) સાધુ પૂછે છતાં દોષિત વસ્તુ વગેરેને જાણવા છતાં લાભ લેવા નિર્દોષ તરીકે જૂઠુ બોલે તેને અતિચાર, દોષ, સદ્ગતિનો અલ્પ આયુષ્યબંધ વગેરે નુકશાન થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેથી સત્ય કહેવું જોઈએ. અને જાણીને વિના કારણે દોષિત રસોઈ વગેરે ન કરવા જોઈએ. આવી બીજી અનેક બાબતોનું જ્ઞાન શાસ્ત્રોમાંથી તથા પૂજ્ય સાધુ ભગવંતો પાસેથી મેળવી લેવું. મહત્ત્વની વાત એ છે કે અતિશય પુણ્યોદયે આંગણે સાધુ પધારે તો શ્રાવકોને શો વિચાર આવે? એ જ કે મોક્ષ મારી પાસે આવ્યો છે. હવે તો ખૂબ કાળજીથી વહોરાવીશ, તો સુપાત્રદાનનો મહાન લાભ મળે. પરંતુ કેટલાક ઉપયોગ રાખતા નથી. તેથી ઘણી વાર દોષ પેદા થઈ જાય છે. અને ધર્મી શ્રાવક સુપાત્રદાનના લાભથી વંચિત રહે છે !!! જેમ મૂરતિયો આવે ત્યારે કન્યા સજી-ધજી ને હાજર થઈ જાય છે અને ખૂબ કાળજીથી એવી મહેનત કરે છે કે છોકરો તેને પસંદ કરે. બસ ! મોક્ષાર્થી શ્રાવક પણ સુપાત્રદાનનો અનંત લાભ લેવા ખૂબ ધ્યાન રાખી પૂરતા પ્રયત્ન કરે. અને અવશ્ય વહોરાવવાનો લાભ મેળવે. આજે ઘણા બધા શ્રાવકને સુપાત્રદાનની તક તો મળે છે. પણ ઘણા મહાત્માને એવા અનુભવ થાય છે કે વહોરાવતા શ્રાવકો અજ્ઞાન, અનુપયોગ, પ્રમાદ એવો કરે છે કે વહોરવામાં સાધુને દોષ લાગે. શ્રાવકો ઘણી ભૂલ કરી બેસે છે. અને સાધુ પાછા ચાલ્યા જાય છે. ૧૨ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ તેથી હે ઉત્તમ શ્રાવકો ! તમે સંકલ્પ કરો કે હવેથી હું આ વિષયનું જ્ઞાન મેળવી ખૂબ સાવચેતી, ઉપયોગ રાખી લાભ મળે જ તેવો બધો પ્રયત્ન કરીશ. બીજી એક અગત્યની વાત કે સાધુ મહારાજ જે પૂછે તેનો બાળક ની જેમ સાચો જવાબ આપવો. લાભ લેવા જૂઠુ ન બોલવું. એક ઉદાહરણમેં પૂછ્યું, આ વસ્તુ કોના માટે લાવ્યા છો? શ્રાવક સાહેબ! વહોરાવવા માટે લાવ્યો છું. મેં કહ્યું, સાધુ માટે લાવો તો દોષ લાગે. મારે ખપ નથી. ત્યારે શ્રાવકે કહ્યું કે આ તો અમારે માટે જ લાવેલ. આપ વહોરો માટે મેં એવું કહેલું. કહેવાનો ભાવ એ છે કે લાભ મેળવવા કેટલાક ખોટું બોલે છે. તે બરોબર નથી. સત્ય કહેવું. સાધુ મહારાજ ને ખપતું હોય તો વહોરે. લાભ મળે. વળી તમે જૂઠું બોલો છો તેવી શંકા મહાત્માને પડે તો બીજી બધી સાચી વાતો હોવા છતાં તેમને જૂઠાની શંકા રહ્યા કરે, વહોરે નહીં વગેરે નુકશાન થાય. સુપાત્રદાનની બીજી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. સાધુને સુશ્રાવકે રસોઈ ઉપરાંત બીજી પણ વિનંતી કરવી. કેટલાક સાધુ દોષ હોવાથી માંગતા નથી. ગૃહસ્થ વિનંતી કરે તો વહોરે. એવી ચીજોમાં મુખ્યત્વે બલબન, સૂંઠ, પીપરીમૂળ, હળદર, ખાંડ, ગોળ, ઘી, દિવેલ વગેરે ગણાય. ત્રિફળાં, મેટાસિન વગેરે દવાઓ તથા કાપડ વગેરેની પણ ભક્ત વિનંતી કરાય. બીજો કાંઈ ખપ હોય તો લાભ આપજો એમ વિનંતી કરાય. . ' વળી આયંબીલનું વહોરતા સાધુને ચાલુ ગોચરીની તથા ચાલુ ગોચરીવાળા સાધુને આયંબીલની લુખી રોટલી વગેરેની વિનંતી કરાય. કારણકે બન્નેને સાથે પણ કેટલાક સાધુ વહોરે છે. ઓળી કરતા સાધુને ચાલુ રસોઈની પણ વિનંતી કરાય. કારણ ક્યારેક તેમને પારણું થઈ ગયું હોય ૧૩ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ તો અથવા બીજા સાધુ માટે પણ વહોરે. ક્યારેક મહેમાન સાધુ વિહાર કરતાં ઓચિંતા આવ્યા હોય તો તેમને માટે આયંબીલવાળા સાધુ ચાલુ પણ વહોરે. ઉપરાંત ત્રણે ટાઈમ બધી વિનંતી કરાય. દા.ત. ખાખરાની બપોરે અને સાંજે પણ વિનંતી કરાય. કારણ આયંબીલ, એકાસણુ, માંદગી વગેરે કારણસર કેટલાક સાધુને બપોરે, સાંજે ખાખરા વાપરવા પડતા હોય છે. દૂધ એકાસણા માટે બપોરે, બીમાર વગેરે માટે સાંજે પણ ક્યારેક વહોરતા હોય છે. નવકારશીમાં રોટલી, ભાત, શાક ની પણ વિનંતી કરાય. ક્યારેક વર્ષીતપવાળા કે તપસ્વી સાધુ અથવા પારણાવાળા સવારે ભાત વગેરે વાપરે છે. એક બહુ સમજવાની વાત છે કે પૂર્વે બપોરે બધાને સુપાત્રદાનનો લાભ મળતો. અત્યારે રહેણી-કરણી બદલાઈ ગઈ. નાના કુટુંબ વગેરે કારણે બપોરની રસોઈ ૭ થી ૩ વાગ્યા વચ્ચે ગમે ત્યારે કરતા હોય છે. સાધુ સામાન્ય રીતે ૧૧ - ૧૧ાા વાગે વહોરવા નીકળે. ત્યારે રસોઈ ન બની હોવાથી કેટલાકને લાભ મળતો નથી. ભક્તિવાળા જીવોએ કાયમ માટે સવારે ૧૧-૧૨ વાગે રસોઈ કરવાની પ્રથા રાખી હોય તો સુપાત્રદાનનો લાભ જરૂર મળે. મોડા સૂઈને મોડા ઉઠનારને ક્યારેક નવકારશીનો લાભ ન મળે. વળી સમયસર ચોવિહાર કરનારને સાંજે પણ લાભ મળે. વળી વહોરવા આવે ત્યારે દાળ વધારી ન હોય તો બાફેલી દાળ, મગ વગેરેની વિનંતી કરવી. જેથી ક્યારેક આયંબીલવાળા મહારાજ નો લાભ મળે. આયંબીલ માટે રોટલી વહોરાવતા ઉપરની ચોપડેલી રોટલી બાજુમાં કરી તેવા ઘીવાળા હાથે ન વહોરાવવી. વિશેષમાં મહાત્માને બલબન, દિવેલ વગેરે વહોરાવતાં તે વસ્તુને બદલે કાચું મીઠું, બુરૂ સાકર, ઘાસતેલ (૧૪) For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ વગેરે ભૂલથી વહોરાવી દે છે. દિવેલને સ્થાને ઘાસતેલ, સૂંઠને બદલે પીપરીમૂળ, સાકરની જગ્યાએ કપૂરની ગોટી વગેરે વહોરાવી હોય એવા પ્રસંગો મેં પણ અનુભવ્યા છે. તાત્પર્ય એ છે કે ચોકસાઈ કર્યા વિના ઉતાવળે વહોરાવતા આવું બનતું હોય છે. ઉકાળેલા પાણીને બદલે કાચું પાણી પણ ભૂલથી વહોરાવી દે છે. તેથી ક્યારેક શ્રાવકોને મોટો દોષ લાગી જાય. માટે પાકી તપાસ કરી, સૂંઘી, પૂછી, ચાખી પછી જ વહોરાવવું. વહોરાવતા ઔષધ વગેરે ખપ હોય તો લાભ આપો એમ વિનંતી ભાવિક શ્રાવક કરી શકે. ક્યારેક લાભ પણ મળે. વિશેષમાં પર ગામ જતા યાત્રા-પ્રવાસ વિગેરેમાં સાધુને જુવો તો મોટર રોકો, કામકાજ પૂછો, વહોરવાની વિનંતી કરો તો ક્યારેક બહુ મોટો લાભ મળે છે. એક બનેલો પ્રસંગ - વિહારમાં ઘડો ફૂટ્યો. ગરમી ખૂબ. સાંજનો વિહાર. બાલ મુનિને અસહ્ય તરસ લાગેલી. પાણી પાણી કરતા હતા. ભક્તિવાળાએ યાત્રામાં જતાં માર્ગમાં સાધુ જોઈ વંદન કરવા ગાડી રોકી. આચાર્યશ્રીએ કહ્યું કે બાલ સાધુને ઘણી તૃષા લાગી છે. પાણીનો ખપ છે. તરત શ્રાવકે વિનંતી કરી ? લાભ આપો. શ્રાવકની મોટરમાં જ ઊકાળેલું પાણી હતું. લાભ મળવાથી એ શ્રાવક ખૂબ રાજી થયા. એવી રીતે બીજા પણ મોટા લાભ મળી જાય. વાહનની મુસાફરી વધવાથી સાધુને વિહારમાં માઈલો સુધી પગે ચાલનારા મળતા નથી. ભક્ત ગાડી રોકી પૂછે તો ક્યારેક સાધ્વી પાછળ મવાલી પડ્યા હોય તો પૂજ્ય સાધ્વીજી વગેરેને બચાવવા દ્વારા સંયમ-રક્ષા વગેરેનો અનંત લાભ મળે. અજૈન ગામોનાં વિહારમાં ક્યારેક ગોચરી વહોરાવવાનો અનંત લાભ પણ. મળી જાય. ભૂલા પડેલા સાધુને રસ્તો બતાવવા વગેરેનું મોટુ પુણ્ય પણ ક્યારેક મળે. તેથી સાધુની ભક્તિભાવવાળા શ્રાવકોએ આ બધી વાતો પણ લક્ષમાં લેવા જેવી છે. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ સુપાત્રદાન વિષે એક ખૂબ જરૂરી વાત જણાવવી છે. ભવોભવ સગતિ, સુખ અને શિવસુખ મેળવવા ભવ્ય જીવે ખૂબ ખૂબ ધર્મ મન, વચન, કાયાથી કરવો જોઈએ. વર્તમાનમાં કેટલાક શ્રાવક ખૂબ સારો ધર્મ કરે છે. છતાં પણ ઘણા શ્રાવક સંસારમાં એવા ફસાઈ ગયા છે કે ધર્મ ખાસ કરી શકતા નથી અને વિષય – કષાયમાં ખૂબ રક્ત છે. જ્ઞાનીઓ કહે છે કે શ્રેયાંસકુમારની જેમ ભાવ – ઉલ્લાસથી સુપાત્રદાન જે કરે તે પુણ્યાનુબંધી પુણ્ય વગેરે ઉપાજૅ અને સંસાર શીધ્ર તરે. તેથી વર્તમાન શ્રાવકોએ આ ખૂબ ઊંચા ધર્મ દ્વારા આત્મહિત સાધવાની સાચી ઝંખના પેદા કરવી જોઈએ. સુપાત્રદાન તો એટલો ઊંચો ધર્મ છે કે ધના સાર્થવાહ, નયસાર વગેરે ઘણાને સમ્યકત્વ વગેરે શ્રેષ્ઠ વસ્તુઓ મળી ગઈ. તમને પણ આદર - બહુમાન, ભક્તિ, વિધિથી, કાળજીથી વહોરાવવાથી ઘણા બધા લાભ જરૂર મળે જ. વળી સુપાત્રદાનનો લાભ લેવાની ઘણા શ્રાવકોને અંતરથી ઈચ્છા હોય છે એ સર્વત્ર જોવા મળે છે. વળી લગભગ બધાને ઘેર નિર્દોષ ગોચરી પણ હોય છે. આ બંને યોગ છે. હવે જો શ્રાવકો નીચેની બે બાબતોની કાળજી રાખે તો તેને સુપાત્રદાનનો લાભ જરૂર મળે અને સુખશાંતિ પણ ભવોભવ મળે. એ બે મહત્વની બાબત આ છે - (૧) સાધુને ગોચરીમાં ક્યા દોષ લાગે છે તેનું શક્ય તેટલું વધુ જ્ઞાન મેળવવું જોઈએ. જેમ સંસારપ્રેમીને મોટર ડ્રાઈવીંગ, હીરા નું એસોર્ટીગ વગેરે શીખવાનું મન થાય છે. તેમ ધર્મીએ નિર્દોષ ગોચરી કોને કહેવાય વગેરે જાણવાની ઈચ્છા પેદા કરવી જોઈએ. (૨) વહોરાવતા ખૂબ જાગૃતિ, સાવચેતી, ઉપયોગ રાખવા જોઈએ. તો હિંસા વગેરે દોષ ન થાય અને વહોરાવવાનો લાભ મળે. પૂર્વ પુણ્ય થી આગળની બે વસ્તુ હોવા છતાં જો શ્રાવક આ ૧૬ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ બે બાબતમાં પ્રયત્ન ન કરે તો કેટલીક વાર સુપાત્રદાનનો લાભ મળતો નથી. તેથી તે ઉત્તમ સુશ્રાવક-સુશ્રાવિકાઓ ! આ બધી વાતના સાર રૂપે એટલું જ ધ્યાન દોરવાનું છે કે તમે ઉત્તમ છો. તમને સુપાત્રદાન જેવી ઉંચી વસ્તુના લાભના ભાવ પણ થાય છે. તો હવે સંકલ્પ કરો કે ગોચરીનું શક્ય વધુ જ્ઞાન મેળવી હું ખૂબ એલર્ટ બની સુપાત્રદાનનો લાભ લઈ શીધ્ર મોક્ષે જઈશ. સુપાત્રદાનના મેં અનુભવેલા કેટલાક પ્રસંગો જાણવા જેવા છે. (૧) મુંબઈમાં એક ભક્તિવાળા ઘરે વહોરવા ગયો. ઘરમાંથી યુવાન છોકરાની દીક્ષા થયેલી. ૧૨ સભ્યમાંથી રોજ ૧૧ જણ ઉકાળેલું પાણી પીતા હતા. આવું સુંદર ધર્મીષ્ઠ ઘર. રસોડામાં કાચા શાક વગેરે ઘણી સચિત્ત વસ્તુ જોઈ સૂચના કરી કે સચિત્તનો સંઘટ્ટો કરશો તો નહિ વહોરું. શ્રાવિકા એ કહ્યું કે ચિંતા ન કરશો. છતાં પહેલી વસ્તુ ઉપાડી વહોરાવતા વચમાં સચિત્તને અડી ગયા. વહોરવાની મેં ના પાડી. મારો અનુભવ છે કે શ્રાવિકાઓને ભક્તિભાવ ઘણો હોય છે. પરંતુ સાધુ કહે તે ધ્યાનથી સાંભળી અમલ કરવાની વૃત્તિ જોવા મળતી નથી. ઉલટું ક્યારેક યુવાન છોકરાને વહોરાવવાનું થાય છે તો જોયું છે કે એ ધ્યાનથી સાંભળી ન ઢોળાય, સચિત્તને ન અડાય વગેરે બધી કાળજી રાખે ! કારણ નવો છે. મહારાજ નહિ વહોરે તે ડર છે. જ્યારે શ્રાવિકાઓ ઢોળે, સચિતનો સંઘટ્ટો કરે વગેરે.. (૨) ભાત વહોરાવનારને અડધા કરવા સાધુ કહે છતાં મારો ઘણા ઘરે અનુભવ છે કે હાથથી ઓછા કરે. તેથી હાથ ખરડાય. ધુવે. દોષ લાગે. બધા પાછા નાંખી ફરીથી અડધા લે તો કોઈ દોષ ન લાગે. 'જૈન ધર્મની સમજ ભાગ ૧ સંપૂર્ણ સમજ F3. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ' જૈન ધર્મની સમજ ( ભાગ ૨ ) રાધના વિષય: તીર્થયાત્રા, નવકારવાળી, સામાયિક, પ્રતિક્રમણ, વર્ષીતપ, જિનભક્તિ પ્રસ્તાવના શ્રાવકો તીર્થયાત્રા અવાર નવાર કરે જ છે. તેના લાભ ઘણા છે. પરંતુ અજ્ઞાનતા વગેરે કારણે જૈનો માત્ર મામૂલી ફળ મેળવે છે. ક્યારેક આશાતનાથી પાપબંધ થાય છે. કેવી રીતે યાત્રા વધુ સારી કરી યાત્રાના અનેકગણા ઉમદા ફળ મેળવવા તે ધ્યાનર્થી અહીં વાંચી ભાવ સહિત યાત્રા કરો એ શુભેચ્છા. નવકારવાળી પણ ઘણાં રોજ ગણે છે. તેનો મહિમા વગેરે ઘણી વાતોનું વ્યવસ્થિત જ્ઞાન ન હોવાથી ઘણા જૈન આ પવિત્ર સાધના કરવા છતાં તેના અનેક લાભથી વંચિત રહે છે. અહીં શાશ્વત મંત્રાધિરાજની વાતો વાંચી, સમજી તેની શાસ્ત્રીય સાધના કરો. - સામાયિક ઘણાં કરતા નથી. કરનારા કેટલાક આવી શ્રેષ્ઠ આરાધના કરવા છતાં વિશેષ ફળ ગુમાવી દે છે. સામાયિક કરો જ છો તો આ વાંચી જ્ઞાનીઓની સલાહ મુજબ પુણિયાની જેમ સામાયિક કરી સમતા વગેરે અભૂત લાભ મેળવો. પ્રતિક્રમણની જબ્બર તાકાત સર્વજ્ઞ ભગવંતોએ બતાવી છે. કેટલાક પ્રતિક્રમણ વર્ષોથી રોજ કરવા છતાં વેઠની જેમ પૂરું કરી નાંખી ઘણા લાભ ગુમાવી દે છે. માત્ર થોડો પુરૂષાર્થ, ઉપયોગ વગેરે કેમ વધારવા એ વગેરે સૂચનો આમાં વાંચી દઢ સંકલ્પપૂર્વક મનને મનાવી પ્રતિક્રમણ ખૂબ સુંદર રીતે કરો. વર્ષીતપ અને પ્રભુભક્તિ પણ ઉલ્લાસથી વિધિપૂર્વક કરી આત્મહિત સાધો એ શુભાશિષ. લિ. પં. ભદ્રેશ્વરવિજય. (૧૮) For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ તીર્થયાત્રા શ્રી તીર્થંકર દેવો ભવ્ય જીવોને ઉપદેશ આપે છે કે તીર્થો ખૂબ પવિત્ર હોય છે. ત્યાં તીર્થંકરો, મુનિરાજો વગેરે ઉત્તમ જીવો આવી ભક્તિભાવથી ખૂબ ધર્મ-આરાધના કરે છે. તેથી ત્યાંનું વાતાવરણ અતિશય પવિત્ર બની જાય છે. ત્યાં જવાથી ધર્મપ્રેમી જીવોને ઘણા પવિત્ર પરિણામ પેદા થાય છે. તેથી તીર્થયાત્રાથી મોક્ષ, ચારિત્ર, સમ્યફત્વ, તપ વગેરે ઘણાં સુંદર ફળો મળે છે. તેથી સાધુએ પણ સંયમમાં દોષ ન લાગતો હોય તો વિહારમાં આવતા તીર્થોની યાત્રા કરવી જ જોઈએ. શ્રાવકે તો વારંવાર અથવા ઓછામાં ઓછી વર્ષમાં ૧ વાર તો તીર્થયાત્રા કરવી જોઈએ. જેમ સંસારી જીવ હવાખાવાના સ્થળ વગેરે મનોરંજનના સ્થાને જાય ત્યારે દુઃખ, ટેન્શન, ગૃહકાર્યો ભૂલી જાય છે અને આનંદ આનંદ પામે છે, તેમ તીર્થસ્થળે જૈનો સંસાર, સંસારકાર્યો, વિષય-કષાય વગેરે ભૂલી જાય છે અને ભક્તિ, દાન, શીલ, તપ વગેરે શુભ ભાવોથી અદ્ભુત આનંદ મેળવે છે. પૂજ્ય આચાર્યશ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. ને સિધ્ધગિરિ ગયા ત્યારે કિશોર વયે પ્રવ્રજ્યાની પ્રેરણા મળી હતી !! આજે ઘણા બધા તીર્થયાત્રા કરે છે. હે ઉત્તમ સુશ્રાવકો ! તમે નીચેની વાતો ધ્યાનપૂર્વક વાંચી તમારૂં હિત વિચારશો તો યાત્રા સાચી થશે. તીર્થો આત્માના અનંત સુખ-શાંતિ પામવાના પવિત્ર સ્થળો છે. તેથી શ્રાવકો મુખ્ય લક્ષ્ય પુણ્ય, ધર્મ વગેરેનું રાખે તો યાત્રા શાસ્ત્ર મુજબની થાય. ઘણાં અણસમજુ શ્રાવકો યાત્રા વખતે પણ તુચ્છ મનોરંજન ઈચ્છે છે. તેથી ધર્મ બાજુએ રહી જાય છે, અને આશાતના, પાપ વગેરે થઈ જાય છે. યાત્રામાં પણ ઘણાં રાત્રિભોજન, અભક્ષ્ય ભોજન, ૧૯ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ટી.વી. જોવું વગેરે ઘણા બધા ત્યજવાના કામો પણ કરે છે. ધનપ્રેમી જીવો જેમ વેપારમાં બધું ભૂલી લાખો કમાવા ઘણી મથામણ કરે છે તેમ હિતચાહક જૈનો આત્મસુખને પ્રધાન બનાવી યાત્રા કરે તો દિવ્ય શાંતિ, ગુણો, પુણ્ય, ધર્મ વગેરે ઘણું બધું મેળવી શકે ! તમે મનને ખૂબ સમજાવો કે તુચ્છ સુખો માટે સંસારમાં અમે ભટકીએ જ છીએ પણ તેનાથી આત્મિક શાંતિ પ્રાપ્ત થતી નથી. તેથી યાત્રાની તક મળે ત્યારે ધર્મની હિતકર વાતો વિચારી વિધિપૂર્વક યાત્રા કરીશું. યાત્રા કરતાં અનંત ફળ આપનાર પૂજા, ભક્તિ, શીલ, તપ, દાન, ગુરૂભક્તિ વગેરે વધે તે સતત લક્ષ્ય રાખવું, જેથી શુભ ભાવોને પુષ્ટિ મળે. શુભ ભાવો નષ્ટ કરનારા તુચ્છ ટી.વી., સંસાર આસક્તિ, વિષયોની તૃષ્ણા વગેરે વધુ ને વધુ ત્યજવા જોઈએ. નહીં તો ટી.વી. વગેરે તમારા અશુભ ભાવો વધારશે અને શુભ ધર્મ-ધ્યાન કરવા નહીં દે. યુવાનો, બાળકો, નોકર વગેરેને પણ યાત્રાના અનુપમ લાભ, વિધિ, આશાતના વગેરે સમજાવવાથી તેઓ પણ યાત્રા વધુ સારી રીતે કરવા ઉલ્લસિત થશે. યાત્રા દરમ્યાન આજે ઘણા ખૂબ આશાતના કરતા હોય છે. ઉત્તમ જીવોએ બધી આશાતના છોડવી જોઈએ. જેમ સંસારમાં ખૂબ સુખ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થી એજીનીયરીંગ વગેરે પરીક્ષામાં લખતી વખતે તેઓને પ્રિય સચીન, ટી.વી. વગેરેને ભૂલી જઈને શક્ય તેટલું સારામાં સારું લખે છે, તેમ ધર્માર્થીએ સંસારને ભૂલી યાત્રામાં ભક્તિ વગેરે ખૂબ કરવા જોઈએ. આજે શ્રાવકો સંસારમાં ખૂબ ફસાયેલા છે એવા જમાનામાં તીર્થયાત્રા ખૂબ સારી કરવાથી આત્મિક શાંતિ સાથે ઘણા ભવના સુખ રીઝર્વ થાય છે. તેથી જ હે જૈનો ! આટલું તો નક્કી જ કરો કે કમસે કમ યાત્રા કરતા તો સંસાર, વિલાસ, આશાતનાઓ વગેરે છોડી –(૨૦)For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ અમે અંતરના ભાવથી પ્રભુભક્તિ વગેરે ધર્મ જ કરશું. તીર્થોમાં આરાધના ખૂબ થાય તેથી આજે પણ કેટલાક નવપદની ઓળી વગેરે આરાધવા તીર્થોમાં પહોંચી જાય છે ! ધર્મી શ્રાવકોએ તીર્થમાં ત્રિકાળપૂજા, રાત્રે ભાવના, ભગવાનનો જાપ, ધ્યાન, ઉપવાસ, પ્રતિક્રમણ આદિ કરવા જોઈએ. મનને પવિત્ર બનાવવા યાત્રા સ્થળે સંસારની ઉપાધિ, વેપારના વિચાર વગેરે રોકવા જોઈએ. યાત્રામાં બધા ભગવાનની પૂજા, દર્શન, ભાવપૂર્વક ચૈત્યવંદન, ગુરૂભક્તિ, સાધર્મિક ભક્તિ વગેરે વધુ કરવું જોઈએ. અંતમાં એક વાત પર ખૂબ ભાર દઉં છું કે યાત્રામાં પવિત્ર ભાવ વધુ ભાવી શકાય તે માટે તમે યાત્રા દરમ્યાન સંસાર, મોહમાયા, ટેન્શન વગેરે ભૂલી જાવ. આવા પ્રયોગ પ-૧૫ વાર પણ કરશો એટલે તમને ખુદને પણ યાત્રાથી દિવ્ય આનંદ વગેરે અનુપમ લાભના અનુભવ થશે. આજે યાત્રા ઘણાં બધા કરે છે એ સુંદર વાત છે, પરંતુ તીર્થયાત્રાના અનુપમ ફળોના અજ્ઞાનને કારણે યાત્રામાં ભક્તિ વગેરે જે ખાસ કરવું જ જોઈએ તે કરતા નથી. અને જે કરવાનું જ નથી તે રાત્રિભોજન, ભોગસુખો, વિલાસ, હરવું-ફરવું વગેરે બધું જ કરી ખૂબ પાપ બાંધે છે !! હે જૈનો ! વિધિપૂર્વક, ભાવપૂર્વક યાત્રાદિ ખૂબ કરી ખૂબ ખૂબ આત્મહિત સાધો એવા અંતરના આશિષ. નિવકારવાળી ] 8. નવકાર મંત્ર મહામંત્ર છે. શાસ્ત્રમાં તેનો અનંત મહિમા બતાવ્યો છે. તિર્યચો પણ મરતા નવકાર પામે તો મરી સગતિમાં જાય એવા ઘણા પ્રસંગો શાસ્ત્રોમાં છે. આથી ઘણા જૈનો નવકાર ગણતા હોય છે. છતાં ઘણાની ફરિયાદ છે કે નવકારમાં મન ચોંટતું નથી. નીચેના સરળ ઉપાયો તમે For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ આજથી શરૂ કરો. ધીરે ધીરે એકાગ્રતા આવશે તથા પ્રસન્નતા મળશે. ઘણા લાભ થશે. ગણતાં પૂર્વે નવકારનો પ્રભાવ વિચારી, શ્રધ્ધાથી સંકલ્પ કરવો કે હું આ માળા ખૂબ સારી રીતે ગણીશ. બીજા વિચારો નહીં કરું વગેરે... પછી લખેલો નવકાર સામે રાખી વાંચવાપૂર્વક બોલીને ગણવો. વાંચવા, બોલવાથી મન બીજા વિચારો ન કરે. લખેલ સામે રાખી, બાળક વાંચે તેમ તે જોઈ જોઈ વાંચી વાંચી બોલતા નવકારવાળી ગણવી. ઉંધો નવકાર ગણવાથી તથા અનાનુપૂર્વીથી પણ એકાગ્રતા વધે છે. ગણતાં તેના સામાન્ય અર્થમાં ઉપયોગ રાખવો. દા.ત. અનંત અરિહંતોને આમાં નમસ્કાર છે. મનને સમજાવવું કે માત્ર પ્રથમ નવકાર હું એકાગ્રતાથી ગણીશ. બીજા વિચાર રોકીશ. આવા સંકલ્પ અને મહેનતથી વિચારો દૂર થાય છે. પછી બીજા નવકારમાં પણ એકાગ્રતા લાવવી. લક્ષ્યથી લીનતા આવતી જાય છે. માળા ગણતાં સામે લખેલ નવકાર, પ્રભુનો ફોટો વગેરે શ્રેષ્ઠ આલંબન રાખવા. નવકારવાળી ગણતી વખતે ડાફોળિયાં ન મારવા. વિક્ષેપ સ્થળોથી દૂર એકાંત સ્થળે માળા ગણવી. વળી મનને સમજાવવું કે ભલે વાર લાગે, મારે મનની વિશુદ્ધિપૂર્વક માળા ગણાવી છે. વધુ ગણવાના લોભથી વાતો થતી હોય, વિષય કષાયના સ્થળ હોય, ત્યાં ગણવાથી, અશુભ નિમિત્તને કારણે મનની શુદ્ધી રહેતી નથી. વળી મન શાંત, શુભ, સમભાવવાનું હોય, પ્રસન્ન હોય તેવા સમયે ગણવી. દેરાસર, પવિત્ર રૂમ વગેરે ધર્મસ્થળે ગણવી. દ્રવ્ય, ક્ષેત્ર વગેરે અનુકૂળ ન મળે તે પણ આ અતિ પવિત્ર મંત્રને શ્રદ્ધા અને ભાવપૂર્વક ગણે તો જરૂર લાભ થાય છે. એકાગ્રતા વગેરે લાવવાના પ્રયાસ કરવા. સુખાસન વગેરે કોઈ આસને ગણવા. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ મનમાં એ દઢ કરવા જેવું છે કે માળા જેમ તેમ ગણી નાખવાથી બહુ અલ્પ ફળ મળે છે. જ્યારે સમજીને ખૂબ સારી રીતે ગણવાથી અનેકગણું શુભ ફળ જરૂર મળે છે. જેમ વિદ્યાર્થી એન્જિનિયરીંગનું પેપર ખૂબ સારામાં સારી રીતે લખે છે. તેમ તમારે આવી સુંદર સાધના ખૂબ સારી રીતે કરવી જોઈએ. માળા ગણ્યા પછી વિચારવું કે કયા વિચારોથી ધ્યાન ન આવ્યું, તેવા નિમિત્તોથી દૂર રહેવું. માળા ખૂબ સારી ગણાય તેવા ઉપાય વિચારતા રહી શ્રેષ્ઠ ગણવા પૂરી કાળજી રાખવી. વહેલી પરોઢે ગણવી. માળા એક જ રાખવી. મહેનતથી ધીરે ધીરે વધુ સારી રીતે નવકારવાળી ગણાશે. વળી આવી ઝંખના અને મહેનત કરનારને કર્મોદયે અત્યારે કદાચ શુભ ભાવ ઓછા આવે તો પણ મહેનત વગેરે કારણે એવા શુભ અનુબંધ બંધાય છે કે કાલાંતરે ખૂબ સારી નવકારવાળી ગણાશે. શુભ ઈચ્છાને કારણે પુણ્ય પણ સુંદર બંધાય. વર્તમાનકાળે પણ આ નવકાર આપત્તિમાં ગણવાથી ઘણાં બધાને દુઃખ, આપત્તિ દૂર થવાનો અનુભવ થાય છે. હે ધર્મી શ્રાવકો ! તમે પણ શક્ય સુંદર રીતે આ માળા ગણી સ્વપરહિત સાધો એ શુભેચ્છા. * સામાયિક0 , સામાયિક એ શ્રાવકો માટે ખૂબ જરૂરી ધર્મ છે. ભગવાન કહે છે કે ધર્મી શ્રાવકે શક્ય વધુ સામાયિક કરવા જોઈએ. શાસ્ત્રોમાં સામાયિકનું ફળ સમતા, સંતોષ, સુખ, શુભ, અધ્યવસાય, નિર્જરા, પુણ્ય, મોક્ષ વગેરે ઘણું કહ્યું છે. એ વાત પ્રસિદ્ધ છે કે પુણિયા શ્રાવકના એક જ સામાયિકથી શ્રેણિકની નરક અટકે એ ખુદ ભગવાને ફરમાવ્યું છે. આ બધો મહિમા વિચારી દરેક શ્રાવકે સામાયિક શક્ય (૨૩) For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વધુ કરવા. કેટલાક ધમ રોજ કે અનુકુળતાએ સામાયિક કરે છે. તેઓનું મારે ખાસ એ ધ્યાન દોરવું છે કે તમે સામાયિક જેવું શ્રેષ્ઠ કામ કરો જ છો તો શક્ય એટલું સારુ કરવા લક્ષ્ય રાખો. મહિલા મંડળો પણ વારંવાર સમૂહમાં સામાયિક કરે છે. છેવટે દરેક શ્રાવક પર્યુષણમાં અને સંવત્સરીએ પ્રતિક્રમણ કરતાં પણ સામાયિક કરે છે. નીચેની વાતો ધ્યાનથી વાંચી, વિચારી શક્ય તેટલું વધુ સારું સામાયિક કરશો. સચિન ખૂબ સાવચેતીથી બેટીંગ કરે છે તો સેગ્યુરી મારે છે. ભારતને જીતાડે છે. તેમ તમે શ્રાવકો સારી રીતે સામાયિક કરશો તો અનેક ભવમાં ઘણા સુખો વગેરે મળશે તથા આત્માને મોહ રાજા સામે વિજય મળશે. સામાયિક કરવાનું મુખ્ય ફળ શુભ ભાવ પામવા અને વધારવા એ છે. તેથી જે આરાધનાથી અધ્યવસાય પવિત્ર બને એ આરાધના સામાયિકમાં કરવી. ઘણા બધાને પુસ્તક વાંચનથી પરિણામ શુભ બને છે. ધાર્મિક પુસ્તકો વાંચવાથી એકાગ્રતા, પ્રસન્નતા, જ્ઞાન-પ્રાપ્તિ, ધર્મવૃદ્ધિ, ધર્મક્રિયાઓમાં વિશુદ્ધિ વગેરે ઘણા લાભ થાય છે. તેથી સામાયિકમાં તથા સમય મળે ત્યારે ધાર્મિક વાંચન, પ્રવચન શ્રવણ, તત્વો ચિંતન વગેરે ખાસ કરવા જોઈએ. ઘણા માળા ગણે છે પણ તેમાં ઘણાને અશુભ વિચારો આવે છે. તેથી ફળમાં વધુ લાભ મેળવવા જેઓને ધર્મવાંચનથી લેણ્યા શુભ થતી હોય તેઓએ શક્ય વધુ વાંચન કરવું જોઈએ. વાંચનનું વધુ ફળ મેળવવા જે લખાણ આત્મશુદ્ધિ વધારતું હોય તે ખાસ નોટમાં નોંધી રોજ વાંચવું. તેના પર ચિંતન કરવું. તેમાંથી શક્તિ પ્રમાણે આચરણમાં લાવવું. વાંચન વિષે વિશેષ વાતો અવસરે કરીશ. માળા જ ગણવી હોય તેમણે નવકારવાળી શક્ય વધુ સારી રીતે ગણાય તે સંકલ્પ કરી પ્રયત્ન કરવો.નવકારવાળીના આગળના લેખમાં આ અંગે મેં કેટલીક For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ વાતો જણાવી છે. તે વિચારી શ્રેષ્ઠ રીતે ગણવી. તે સિવાય સામાયિકમાં કાઉસ્સગ્ગ, ધ્યાન, મનન, સ્તવન – સજઝાયો ગોખવા, પંચ-પ્રતિક્રમણ વગેરે સૂત્રો ગોખવા, ભણેલાનું પુનરાવર્તન કરવું, શાસ્ત્ર-ચિંતન કરવું વગેરે પણ કરી શકાય છે. સામાયિક વિષે નીચેના કેટલાક મુદ્દા વાંચી વધુમાં વધુ સારૂ કરવા સંકલ્પ કરી ઉદ્યમ કરવો. - સામાયિકમાં સમિતિ-ગુપ્તિ બધી પાળવી. હરવું-ફરવું, ગપ્પાં મારવા, ઊંઘવું, ડાફોળિયા મારવા (નિષ્ક્રિય રહેવું), બીજાઓની સંસારક્રિયા વગેરેમાં રસ વધારવો, સંસાર કાર્ય કરવા, દા.ત. રસોઈની ચિંતા કરવી, ધ્યાન રાખવું વગેરે કામ ન કરવા જોઈએ. સામાયિકમાં ચરવળો વગેરે અવશ્ય રાખવા. કટાસણું પાથરતાં જગ્યાનું પડિલેહણ, પ્રમાર્જના. વ્યવસ્થિત કરવી. જલદી પૂરું કરવાની ચિંતાથી વારંવાર ઘડિયાળ જોવી એ ખોટું છે. તમે ધર્મક્રિયા કરો છો તો ઉત્તમ ભાવથી આત્મનિર્મળતા વધતી જાય એવો ઉદ્યમ કરવો. ( પ્રતિક્રમણ ] - શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રતિક્રમણનું અનંત ફળા બતાવ્યું છે. પહેલા-છેલ્લા ભગવાનના બધા ગણધર ભગવંતો, સાધુ-સાધ્વી ખૂબ ઉત્તમ આત્માઓ હોય છે. છતાં કાળ વગેરે કેટલાક દોષને કારણે એમને સંયમમાં દોષો લાગવાની સંભાવના છે. તેથી જ પ્રભુની આજ્ઞા છે કે તેઓને પોતાનો કોઈ દોષ ન દેખાય તો પણ ૨ વાર રોજ પ્રતિક્રમણ કરવું અને એ બધા મહાપુરૂષો પણ પ્રતિક્રમણ કરતાં. આ હકીકતનું ચિંતન કરવા જેવું છે. ભગવાને કેવળજ્ઞાનથી પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓમાં એ પ્રચંડ તાકાત જોઈ કે જાણતાંઅજાણતાં જે દોષ લાગ્યા હોય તે સર્વનો તે નાશ કરે છે. આગળ વધી સંવત્સરી પ્રતિક્રમણમાં આખા વર્ષના પાપોનો. (૨૫) For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ નાશ કરવાનું જબ્બર સામર્થ્ય છે. તેથી દરેક શ્રાવકે અવશ્ય કરવું. પ્રતિક્રમણ કરવાથી જ આવશ્યકની આરાધના કરવાનો લાભ મળે છે. આત્માર્થી દરેક શ્રાવકે અનુકૂળતા કરીને રોજ બન્ને પ્રતિક્રમણ કરવા જરૂરી છે. આવા શ્રેષ્ઠ પ્રતિક્રમણ કેવી રીતે કરવા એ બાબત પર મારે તમારું ધ્યાન દોરવું છે. કેટલાક ઉત્તમ શ્રાવકો પ્રતિક્રમણ રોજ કરે છે. છતાં ખેદની વાત છે કે ઘણા શ્રાવકો પ્રતિક્રમણના અનંત લાભથી વંચિત રહે છે. ધર્મપ્રેમી પણ આ શ્રાવકો પ્રતિક્રમણ કરતાં બોલાતા પવિત્ર સૂત્રોમાં ઉપયોગ રાખતા નથી. તેથી સાંસારિક વગેરે વિચારો તેમના મનમાં ઘૂસી જાય છે. વળી આવી હિતકર ક્રિયા કરતાં પણ અવિધિ ઘણી કરે છે. વંદિત્ત જેવું સૂત્ર બોલાતું હોય ત્યારે હાથ પણ ન જોડે, ગમે તેમ બેસે. આમ લગભગ આખા પ્રતિક્રમણમાં ઘણા શ્રાવકો વિધિ સાચવતા નથી. આખા પ્રતિક્રમણમાં માત્ર એકવાર વિધિ કરે. “આયરિય ઉવઝાએ' સૂત્ર બોલાય ત્યારે જ બધા હાથ જોડે. બાકી કાઉસ્સગ્નમાં પણ કેટલાક ઘણું બધું હલનચલન કરે છે. કાઉસ્સગમાં તો સ્થિર રહેવું જોઈએ. તેથી અનંત કર્મ ખપે. પ્રતિક્રમણ કરનારા ઉત્તમ શ્રાવકોને આ વિચારણા કરવાથી પ્રતિક્રમણ ખૂબ સારું કરવાના ભાવ થશે. હીરાનું પેકેટ વેચતાં પાંચ હજાર રૂપિયાનો નફો કમાનાર જ્યારે સાંભળે કે આ જ માલ વેચી કાન્તીભાઈને ૫૦ હજાર રૂપિયા મળ્યા તો તેને દુઃખ થશે કે મેં ૪૫ હજાર રૂપિયા ખોયા. એમ ધર્મીએ વિચારવું કે આ પ્રતિક્રમણથી મને ખૂબ લાભ થઈ શકત. પણ મેં ગમે તેમ પ્રતિક્રમણ કરી નાખ્યું. તેથી બહુ અલ્પ લાભ જ મળશે. માટે હવેથી હું સંકલ્પ કરી ખંતથી ખૂબ સારું પ્રતિક્રમણ કરવા જાગૃતિ રાખીશ. આવી For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાવાળાએ નીચે પ્રમાણે મહેનત કરવી? પ્રથમ તો પ્રતિક્રમણ પૂર્વે પ્રતિક્રમણથી થતા અનેક લાભ યાદ કરવા. પછી શક્ય સારું કરવા મનને ઉત્સાહિત કરવું. બધા માટે આચરણમાં આવી શકે એવી સહેલી બાબત એ છે કે વિધિ મુજબ ઊભા ઊભા કરવું. હાથ બરાબર જોડવા. વાંદણા બરોબર આપવા. કાઉસ્સગમાં સ્થિરતા લાવવી. વંદિત્તા વગેરેમાં બરોબર મુદ્રા કરવી. આ બધી વિધિનું જ્ઞાન મેળવી ઉપયોગ રાખી બરોબર કરવું. કાયાથી વિધિપૂર્વક કરવાથી પણ ઘણું પુણ્ય, વચન-મનની શુદ્ધિ થાય છે વગેરે ઘણો બધો લાભ થાય છે. એમ વચન અને મનની પણ શદ્ધિનું લક્ષ્ય રાખી એ બંને શુદ્ધિ પામવા ઉદ્યમ કરવો જોઈએ. જો પ્રતિક્રમણ કરવાના આવા સુંદર ભાવ તમને થાય છે તો પછી શક્ય વધુ સારું કરવા મનને કેમ ન કેળવવું? કેટલાકને આ વધુ મુશ્કેલ લાગે છે. પણ એસ.એસ.સી. વગેરે પરીક્ષામાં કરોડો વિદ્યાર્થીઓ જો ૩-૩ કલાક ઘણી એકાગ્રતાથી લખી શકે છે તો પછી અનંત ફળ આપનારી આવી ભગવાને કહેલી ઉત્તમ ધર્મક્રિયા તમારા જેવા મોક્ષાર્થી ખૂબ સારી કેમ ન કરી શકે? જરૂર તમે કરી શકો. માત્ર વિધિનું જ્ઞાન અને લાભ વિચારી સંકલ્પપૂર્વકની જાગૃતિ પેદા કરો તો ચોક્કસ ઘણું સારું થશે.બધા શ્રાવકો સંવત્સરી પ્રતિક્રમણ કરે જ છે. ઘણા પર્યુષણ વગેરેમાં પ્રતિક્રમણ કરે જ છે. તો હે ઉત્તમ શ્રાવકો ! તમે બધા એક દઢ નિશ્ચય કરો કે રોજ પ્રતિક્રમણ કરશે અને તે પણ ખૂબ સજાગ બની શક્ય વધુ સારું જ કરશે. - વર્ષીતપ ] આ પવિત્ર શબ્દ સાંભળતા જ આપણને પરમાત્મા બાષભદેવ તથા શ્રેયાંસકુમાર યાદ આવી જાય છે. ભગવાન For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેની ભક્તિથી ઘણા ધર્મપ્રેમી શ્રાવકો વર્ષીતપની આરાધના કરે છે. આ કઠિન અને લાંબો તપ છે. આ સુંદર આરાધના કરવાનો ભાવ જાગે તથા જેઓ કરે તેને બળ મળે તથા વર્ષીતપથી ઘણાં લાભ મેળવે એ માટે કેટલાક મહત્ત્વના સૂચનો જણાવું છું. તમે ધ્યાનથી વાંચી શક્ય સાધના જરૂર કરશો. - જ્ઞાનીઓ ફરમાવે છે કે અનંત પુણ્ય મળેલા ધર્મને સારી રીતે આરાધે તેને અનંત લાભ થાય. વર્તમાન વિલાસી વાતાવરણમાં દાન, શીલ વગેરે ધર્મ ઘણાં જીવો કરતા નથી. છતાં જો તપની આરાધના જીવ કરે તો લબ્ધિઓની પ્રાપ્તિ વગેરે અનેક ફળની સાથે અનંત કર્મોનો નાશ પણ થાય. તપ કર્યા વિના ઘણો કર્મ-નાશ શક્ય નથી. તેથી અઠ્ઠમ વગેરે તપ જેઓએ એક વાર પણ કર્યો છે તે જીવો પોતાને મળેલી આ અદ્ભુત શક્તિનો સદુપયોગ કર્મનાશ માટે કરે તો આત્માનું ખૂબ હિત થાય. તમે શાંતિથી વિચારો કે આજે તો હજારો જૈનો વર્ષીતપ ખૂબ સારી રીતે પૂર્ણ કરે છે. બાળકો, યુવાનો, સાંસારિક અનેક જવાબદારીમાં ફસાયેલા પણ આ તપ કરી શકે છે. કેટલાક ભાગ્યશાળીને ૫-૨૫ દિવસ શરૂઆતમાં તકલીફ લાગે છે. પરંતુ પછી તો વર્ષીતપ રંગે ચંગે ક્યાં પૂરો થઈ ગયો તે ખબર પણ પડતી નથી !! તાત્પર્ય એ છે કે તમે પણ હિંમતથી આ તપ શરૂ કરશો તો ચોક્કસ હસતા રમતાં પાર ઉતરી જશો. ડરવાની જરૂર નથી. મહત્વની વાત એ છે કે જીંદગીમાં આવી એક બહુ ઊંચી આરાધના થઈ જાય તો એનો અનેરો આનંદ અનુભવશો. વળી કર્યા પછી એની વારંવાર યાદ આવશે અને મૃત્યુ વખતે પણ એનો એક આનંદ હશે, જેથી સદ્ગતિ અને સુખશાંતિ વગેરે ઘણું મળશે. ઉપરાંતમાં આ તપ થઈ જાય તો જીવની હિંમત ને ભાવ વધી જાય. પછી તો વીશ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્થાનક, વર્ધમાન આયંબિલ ઓળી વગેરે ઘણા તપ કરવાના ભાવ જાગશે ! સાથે જ વર્ષીતપની સાથે-સાથે ખૂબ લાભદાયી કાઉસ્સગ્ગ, ખમાસમણા, પ્રતિક્રમણ વગેરે બીજા ઘણા ધર્મની આરાધના થાય છે. પુણ્ય વગેરે ખૂબ મળે છે. વળી રાત્રિભોજન, અભક્ષ્ય, અનંતકાય વગેરે ઘણા પાપોથી તમે વર્ષીતપને કારણે બચી જશો ! આ વર્ષીતપની શ્રેષ્ઠતા વિચારી નીચેના સૂચનો ખાસ ધ્યાનમાં લેશો તો તમે વર્ષીતપ ખૂબ સારી રીતે કરી શકશો. (૧) વર્ષીતપનો તપ અને બધી ક્રિયાઓ ખૂબ પવિત્ર છે. તેથી તમે હૃદયના સાચા ભાવથી, વિધિપૂર્વક, તલ્લીનતાથી, શાંતિથી કરો જેથી લાભ અનંત ગણો વધી જાય. (૨) નવકારવાળી ૨૦ એકાગ્રતાપૂર્વક ગણશો તો તેના પ્રભાવથી કઠિન તપ સહેલાઈથી પૂર્ણ થશે. (૩) આ તપ દરમ્યાન સાંસારિક મરજીયાત પ્રવૃત્તિઓ, કામ, મોજશોખ શક્ય એટલા ઓછા કરો. (૪) જીભનો વિજય મેળવી તમારી પ્રકૃતિને પ્રતિકૂળ ખાન-પાન ત્યજી દો. ૫) જિનપૂજા, વ્યાખ્યાન શ્રવણ વગેરે શ્રાવકના બધા ધર્મકાર્યો જરૂર કરવા. (૬) “ગૌમુખ યક્ષ ચકેશ્વરી દેવીને પ્રણામ” એ એક માળા રોજ ગણવી. જેથી વિઘ્નો દૂર થાય અને દેવી સહાય મળે. (૭) ખાસ તો આ સુંદર તપ સારામાં સારો થાય એ ધ્યેય નક્કી કરી સંસારના વ્યવહારો ગોઠવવા. - એક વાતની પૂરી શ્રદ્ધા રાખવી કે ધ્યાન, જાપથી અનંત હિત થાય છે. હવે જ્યારે તમે આવો સુંદર તપ કરી રહ્યા છો ત્યારે મન, વચન, કાયાની પવિત્રતા ઘણી વધારી શકો છો. આ સાથે ધ્યાન, જાપ એકાગ્રતાથી કરો તો આત્મા ઘણો ઘણો પવિત્ર બને. તેથી નિશ્ચય કરવો કે વર્ષીતપમાં સમય કાઢી રોજ એકાંતમાં ધ્યાનમાં લીન બનીશ. કુટુંબમાં અને પડોશમાં બધા સાથે હળી મળીને રહેવું જેથી મન શાંત, પ્રસન્ન રહેવાથી વર્ષીતપ સારો થાય અને બીજા (૨૯ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ લાભ ઘણાં થાય. વર્ષીતપની ખમાસમણા વગેરે ક્રિયા સંઘ સાથે સમૂહમાં કરવાથી ભાવ વધે અને ક્રિયા સારી થાય. વળી અનેક તપસ્વી સાથે વાત, વિચારણાથી તપ દરમ્યાન સામાન્ય માંદગી વગેરે વિઘ્નોમાં આ તપ છૂટી ન જાય. પરંતુ વર્ષીતપ મારે પૂર્ણ કરવો જ છે આ દૃઢતા વધે. કારણ ઘણા બધાને કરતા જોવાથી હિંમત, ઉલ્લાસ વધે છે. વર્ષીતપમાં તમને એક બહુ મોટો લાભ મળે છે. વર્ષીતપ, આયંબિલ, અઠ્ઠમ વગેરે તપ કરનારા સાધુ-સાધ્વીના પારણા, સાંજની ગોચરી વગેરેનો નિર્દોષ સુંદર લાભ મળે. ચોવિહાર કરવાવાળા ઘર ઘણા સંઘમાં બહુ થોડા હોય છે. તેથી તમને બેસણાને દિવસે આ દુર્લભ લાભ સહજપણે મળે છે. વળી માંદા સાધુ, સાંજની બધાની ગોચરી વગેરે પણ લાભ મળે, માટે સવારે વંદન કરતાં તથા સાંજના પૂજ્યોને ગોચરીનો લાભ આપવાની વિનંતી કરવાથી આ લાભ મળી જાય. વળી વર્ષીતપમાં સાધુ, સાધ્વી, સાધર્મિકનો ઘણી વાર ઉકાળેલા પાણીની ભક્તિ કરવાનો લાભ પણ મળે. બીજો એક મુશ્કેલ લાભ વર્ષીતપમાં મળે. સાંજે શાસ્ત્ર દષ્ટિએ ૨ ઘડી પહેલા ચોવિહાર કરવાની વિધિ છે. ઉપવાસમાં તો આ તમે કરી જ શકો ! તથા શક્ય બને તો બેસણામાં ૨ ઘડી પહેલાં ચોવિહાર કે છેવટે તિવિહાર થઈ શકે. વર્ષીતપમાં માંદગી વગેરેમાં અણ્ણાહારી દવા લઈ શકાય છે. તે અંગેની સમજ જાણકારો પાસેથી મેળવી લેવાથી માંદગીમાં રાહત થાય અને આ અદ્ભુત આરાધના ટકી રહે. જિનભકિત દરેક જૈન પ્રાયઃ પ્રભુભક્તિ કરે છે. જો આ ભક્તિ સાચી થાય તો ખૂબ ખૂબ લાભ થાય, તેથી પ્રભુજીના દર્શન વગેરે વિષે કેટલીક વાતો કરું છું તે ધ્યાનથી વાંચી તમે ३० ܀ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ આત્મિક શાંતિ મેળવો એ શુભેચ્છા. જિનદર્શન પ્રાયઃ દરેક જૈન રોજ કરે છે. તમને મારે એક પ્રશ્ન પૂછવો છે કે દર્શન-પૂજા કરી જતા હોવ ત્યારે કોઈ અજૈન વગેરે પૂછે, ક્યાં જઈ આવ્યા ? તો તમે કહો કે દર્શન કરવા. પછી તે પૂછે કે પ્રભુ દર્શનથી શું મળે ? ત્યારે તમે આત્માને પૂછો કે તમે જવાબ શું આપશો? ઘણાં એમ કહે કે રોજ દર્શન તો અવશ્ય કરું છું. શું મળે? એ તો ખબર નથી અને આજ સુધી કંઈ મળ્યું નથી. સાચી વાત ? હવે હોશિયાર છોકરો પેપર લખી જતો હોય. તેને કોઈ પૂછે કે તને કેટલા માર્ક્સ મળશે ? તે કહે કે ૯૫ માર્ક મળશે. વિદ્યાર્થીને મહેનતના ફળમાં શ્રધ્ધા છે. તમને શ્રાવકને ધર્મના ફળમાં શ્રદ્ધા છે ? નથી ને? સંસારી પ્રાયઃ કરીને સંસારમાં, ધંધામાં, ડીગ્રી મેળવવામાં વગેરેમાં વધુ સારામાં સારું કરવા મથે છે, જ્યારે જૈનો દર્શન વગેરે ધર્મમાં વેઠ ઉતારે છે. હકીકતમાં ભગવાન ઉપદેશ છે કે જીવ જેવો ધર્મ કરે તેટલું ફળ ૧૦૦ડ તેને મળે જ. સંગમ અજૈન, ગરીબ બાળક હતો છતાં સુપાત્રદાન સુંદર કર્યું તો શાલિભદ્ર બન્યો. તો ઘણાં સુખ મળ્યાં. તેથી દરેક માણસે એ દઢ વિશ્વાસ રાખવા જેવો છે કે જેવો હું ધર્મ કરીશ તેવું ફળ ચોક્કસ મળશે જ. અને ધર્મ ખૂબ સારો કરવા શ્રાવક સંકલ્પ કરે. હવે આપણે ભક્તિના મહત્ત્વના મુદ્દા વિચારીએ. (૧) દહેરાસરમાં શ્રાવકનું મુખ્ય લક્ષ્ય સારામાં સારી પ્રભુભક્તિનું હોવું જોઈએ. જેમ દરેક પરીક્ષાર્થીઓનું મુખ્ય ધ્યેય પેપર સારું લખવાનું હોય છે તેમ. (૨) ભક્તિ વધતી જાય તે પ્રયત્ન કર્યા કરવો. (૩) ભક્તિ ઘટે તેવા વિપ્ન, નિમિત્તો વગેરેથી દૂર રહેવું. (૪) પૂજા, દર્શન, ચૈત્યવંદન વગેરે કરતાં હાથ જોડવાપૂર્વક પ્રભુ સામે જ જોવું. બીજે ડાફોળિયા મારવા નહીં. તેથી - ૩૧ O For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ વિચાર શુભ આવશે. અશુભથી બચાશે. ભક્તિ પણ ખૂબ સારી થશે. (૫) પ્રભુજીના ગુણો, મહાનતા, સાધના વગેરે જાણી યાદ કરી ભગવાન પ્રત્યે આદર વધારવો. (૬) દર્શન વગેરે એવી રીતે કરવા જેથી બીજાઓને ભક્તિમાં ખલેલ ન થાય. દા.ત. તન્ન સામે ન ઊભા રહેતા ભાઈઓ જમણે ઉભા રહે વગેરે. બધા વિવેક જાળવવા. સ્તવન, સ્તુતિ વગેરે ધીમા અવાજે ગાવા વગેરે. (૭) ભક્તિ વિષે સૂચના વગેરે કાર્યકર્તાઓ ધીમા અવાજે કરે. દેરાસરમાં ઘાંટાઘાંટ, ક્લેશ, બીજી વાતો વગેરે ના કરાય. આ બધી બાબતમાં ઘણી બધી અવિધિ ઘણા દહેરાસરે જોવા મળે છે. તેથી સાચા ભક્ત પ્રભુભક્તિની વિધિનું જ્ઞાન મેળવી દર્શન વગેરે શક્ય એટલા વિધિપૂર્વક સારી રીતે કરવા. શ્રાવિકાઓ વચ્ચે કે જમણે ઉભા રહે, ભક્તો ધૂપ, દીપ, પૂજા વગેરે પ્રભુજીની બરાબર સામે વચ્ચોવચ્ચ કરે આ બધી અવિધિ છે. અવિધિથી પાપ બંધાય છે. જો આપણે સાચી ભક્તિ કરવી હોય તથા ભક્તિનું ફળ ઊંચુ જોઈતું હોય તો વિધિનું જ્ઞાન મેળવી, ઉપયોગ રાખી ખૂબ સારી પૂજા વગેરે કરવા. * 'જૈન ધર્મની સમજ ભાગ ૨ સંપૂર્ણ ૧ ૩૨ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ 'જૈન ધર્મની સમજ ( ભાગ ૩ ) પ્રસ્તાવના મુકેશ અંબાણીને જેમ પુણ્યોદયે વિરાટ ઉદ્યોગો મળ્યા છે તેમ જૈનોને વિશદ તત્ત્વજ્ઞાન અનંત પુણ્ય પ્રાપ્ત થયું છે. મુકેશ પૈસો વધારતો જાય છે. જૈનો નિર્મળ સુખશાંતિને ખૂબ ખૂબ વધારી શકે તેમ છે. દુનિયામાં આજે પૈસો, આવડત, સમૃદ્ધિ ખૂબ વધતા જાય છે. છતાં મોહ દષ્ટિને કારણે સુખમાં આળોટતી દુનિયા હકિકતમાં ખૂબ દુઃખી છે. દુઃખ વિષયક સાચુ જ્ઞાન લાધી જાય તો માનવ દુઃખમાં પણ મહા સુખી બની શકે છે. આજના કાળમાં અતિ અગત્યની આ બાબતની આ પુસ્તિકામાં થોડા વિસ્તારથી વિચારણા કરી છે. માનવમાત્રને ઉપયોગી આ પુસ્તિકા વાંચી ખરેખર શાંતિને મેળવો એ મારી ભાવના સફળ થાય તો ખૂબ આનંદ થશે. (દુ:ખમાંથી સુખ મેળવો ] જગતના જીવોને અનંત પુણ્યથી મળેલા માનવભવમાં ઘણા સુખો મળે છે. છતાં પણ મોહ, અજ્ઞાન વગેરે કારણે જીવ મામુલી દુઃખોને પહાડ જેવા માની ભયંકર દુઃખી બને છે. સદ્ધર્મ વગેરે મળેલી ઉત્તમ સામગ્રીઓ કેવી ભવ્ય છે અને તેના જેવા મીઠા મધુરા ફળ મળે છે તથા દુઃખો શાથી આવે છે અને ત્યારે દીનતા, દુધ્ધન વિગેરે કરવાથી દુઃખોના કેવા ગુણાકાર થાય છે એ બધી તત્ત્વની વાસ્તવિક વાતો શ્રી સર્વજ્ઞ ભગવંતોએ બતાવી છે અને દુઃખમાંથી સુખ મેળવવાના સત્ય અને સચોટ ઉપાયો પણ ઉપદેશ્યા છે. આ બધી બાબતોની આ પુસ્તકમાં વિચારણા કરી છે. આ દુનિયામાં પોતાને મળેલી ઊંચાઈ માનવ સમજે છે. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ તેથી જ સાથે જ પોતાની બીજી નાની તકલીફોથી દુઃખી થતો નથી. સચિન ઓસ્ટ્રેલિઆ સામે બસો રન કરે ત્યારે ખૂબ ખુશ થાય છે. તે જ વખતે થાક વગેરે બીજા દુઃખ હોય તોપણ તે દુઃખને ગણકારતો નથી. એમ ધર્મીએ મોહની મંદતાથી ધર્મશ્રદ્ધા વગેરે આત્મિક ઊંચાઈ અનંત કાળે પોતાને મળી છે તેના સુંદર લાભોને સમજી ધન ઓછુ મળ્યું હોય વગેરે નગણ્ય દુઃખોથી દુ:ખી ન થવું જોઈએ. આ તત્વ વિચારણા અહીં થોડા વિસ્તારથી વિચારવી છે. સંસારમાં દુઃખોની ઝડી વરસે તે સહજ છે. કારણ પાપ ઘણાં કર્યા છે. છતાં મોહ જીવને ત્યારે વિપરિત બુદ્ધિ કરાવી માનસિક અનેકગણો દુઃખી દુઃખી કરી નાંખે છે. હવે હે જૈનો ! આપણે પૂર્વભવમાં કોઈ ઉત્તમ સાધના કરીને આ ભવમાં સર્વશ્રેષ્ઠ તીર્થકર ભગવંતોને મેળવ્યા છે. તેમની વાતો વિચારી તેમણે બતાવેલા સુખના રસ્તે ચાલીએ તો દુઃખમાં પણ આપણને જરૂરથી આત્મિક સુંદર સુખો મળે. લોકમાં ગરીબ માણસ ધનપ્રાપ્તિના ઉપાય શ્રીમંત પાસેથી જાણી તે ઉપાયોથી ધન મેળવે છે. ગરીબ માણસ શ્રીમંત બનવા ધંધો કરે છે ત્યારે અનેક મુસીબતો આવતી હોય છે. પણ ત્યારે તે સમજ અને હિંમતથી ધંધાના વિકાસ માટે ઉદ્યમ કરતો જ રહે છે અને લાખો-કરોડો રૂપિયા કમાય છે. દરેક સંસારી જીવને સમજ અને શ્રદ્ધા છે કે મુશ્કેલીઓ તો બધા જ કામમાં આવે પણ તેનો સામનો કરવો જોઈએ. ધીરૂભાઈ અંબાણીને પણ ઉદ્યોગ જમાવવામાં અનેક અડચણો આવી. તેઓ જાણતા હતા કે ભારતમાં સરકારના, અમલદારોના તથા બીજા ઘણા વિપ્નો. આવવાના છે. પણ હિંમતપૂર્વક તેનો સામનો કરતા કરતા તેઓ અબજોપતિ બની ગયા. ધર્મવિજ્ઞાન પણ આ જ તત્ત્વ સમજાવે છે કે જો સંસારી જીવ દુઃખના સમયમાં જ્ઞાનીની (૩૪) For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ સલાહ પ્રમાણે આધ્યાત્મિક ઉપાયો આદરે તો એને ઊંચા. સુખનો સાગર સાંપડે. માનવને ઘણી બાબતમાં દુઃખ તો આવે જ છે. પણ જો દુઃખ વેઠવાથી પરિણામે ઊંચા સુખ મળે તો માનવ હસતાં સહે છે. ૧૨ મા ધોરણમાં પ્રથમ આવનાર ગરીબ વિદ્યાર્થીને અમેરિકામાં પ્રખ્યાત યુનિવર્સિટીમાં ઉચ્ચ કોર્સમાં પ્રવેશ મળે તો તે રાજી રાજી થાય ! અને ભણવા લોન લેવી, અમેરિકામાં ખર્ચા ઘણા, ઘર વગેરે શોધવું, પોતાના સગા-સ્નેહીઓનો ત્યાગ કરવાનો, અજાણ્યા દેશમાં અજાણ્યા લોકો વચ્ચે રહેવાનું આવા અનેક દુઃખો સહના કરવાના. તો તે અમેરિકા જાય ? હા. જરૂર જાય. કેમ? તેને દુઃખો દેખાવા છતાં પરિણામે ઘણા સુખ દેખાય છે. તે સમજે છે કે થોડા વર્ષમાં મને ઊંચી ડીગ્રી, નોકરી, લાખો કરોડો રૂપિયા, માન-મરતબો મળશે. તેમ તમે ભગવાનના વચનો વિચારો તો તમને પણ થાય કે થોડા દુઃખો જો સહન કરી લઉં તો અનેક ભવ સુધી નિર્મળ સુખ, સદ્ગતિ વગેરે મળે. અને આ ફળમાં જો શ્રદ્ધા થઈ જાય તો તમે પણ મેઘકુમાર વગેરેની જેમ કર્મજન્ય અનેક દુ:ખ સમતાપૂર્વક સહન કરવા શક્તિ પ્રમાણે જોરદાર મહેનત કરો જ. અનાદિકાળથી દરેક ભવમાં આપણા ઉપર દુઃખના વાવાઝોડા ફેંકાયા છે. ત્યારે મોહ અને અજ્ઞાનને વશ થઈ આપણે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જ કર્યું છે. તેથી દુઃખો જવાને બદલે નવાં નવા વધતાં જ ગયા. અનંત પુણ્યથી આપણને આ ભવે ઉમદા સુખોની ભેટ આપનારા જ્ઞાનીઓ, શાસ્ત્ર, મન વિગેરે મળ્યા છે. આ બધાની શ્રેષ્ઠતાને જ્ઞાનથી ઓળખી શ્રદ્ધાથી જ્ઞાનીઓએ કહેલ હિતના એ માર્ગે આપણે ચાલીએ. . મોહથી ઘણા જીવો આ સંસારમાં દુઃખ ન હોય, અથવા દુઃખ મામૂલી હોય તો પણ ખૂબ દુઃખી થાય છે. એડ્રેસ (૩૫) For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ દિવ્યા ભારતી, ફ્રેન્ડી પીસ વગેરે પાસે લખલૂટ ધન વગેરે ઘણા સુખ હતા. છતાં આપઘાત કર્યો ! વિદ્યાર્થીનીને ઓછા માર્ક આવવાથી માએ ઠપકો આપ્યો. એણે આત્મહત્યા કરી ! ઘણા માનવો દુઃખ આવતા પહેલાં જ ભાવિ ભયથી અને દુઃખ ગયા પછી પણ તેને યાદ કરી ભયંકર દુઃખી થાય છે. ભૂકંપના દુઃખોને અનુભવી ચુકેલા, જોયેલા લોકો આજે પણ ભયથી ફફડતા રહે છે ! દુઃખને ભોગવતા પણ ઘણા અનેકગણા દુઃખી થાય છે. જ્યારે તત્વજ્ઞાની તો દુઃખ સહેવાના અનેક ફાયદા વિચારી દુઃખ ભોગવતા પણ હસતો હોય છે. તેથી ઉપરની કોઈપણ પરિસ્થિતિમાં તે દુઃખી બનતો નથી. વળી દુઃખ આવતા ઘણા વિચારે છે કે Why Me? અર્થાત મને જ દુઃખ કેમ આવે છે? ઉત્તરમાં કહી શકાય બંધ સમયે ચિત્ત ચેતીએ રે, ઉદયે શો સંતાપ, સલૂણા કર્મસિદ્ધાંત જાણે તો એમને સમજ પડે કે જેને પાપનો ઉદય આવે એને દુઃખ આવે જ. ખૂબ ખાય એને ઝાડા થાય. પછી એ નકામી ચિંતા ન કરે. વળી એ પણ જાણવું અગત્યનું છે કે દુઃખમાં આપઘાત કરવાથી ઘણા ભવ ખૂબ દુઃખો વેઠવા પડે છે. કારણકે આત્મહત્યાથી ઘણા પાપ બંધાય છે. જેને દુઃખ ન જોઈએ તેણે તો પાપનો નાશ કરવો પડે. પાપનાશ સત્કાર્યો, ધર્મ વગેરેથી થાય. બીજી વાત કે આપણને ઘણી વાર સાંભળવા મળે છે. કે આપઘાત કરવાનો પ્રયત્ન કરવા છતાં બચી ગયેલ વ્યક્તિ થોડા સમય પછી ખૂબ સુખી પણ બનતી હોય છે. તેથી હકીકત એ છે કે જે આપઘાત કરે છે તે પોતાને મળનાર ભાવિ ઘણા સુખોને ગુમાવી દે છે. તેથી સુખની ઈચ્છાવાળાએ ગમે તેટલા દુઃખમાં આપઘાત વગેરેનો વિચાર કરવાને બદલે ધૈર્યથી દુઃખ સહવાના પ્રયત્ન કરે રાખવા. તો થોડા સમય પછી કદાચ ખૂબ સુખો પણ ભોગવવા મળે. ૨-૩ ધંધામાં ૩૬ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ખૂબ નુકશાન થવાથી એક અમેરિકને આપઘાત કર્યો. બચી ગયો. પછી આજીવિકા માટે ચાની નાની હોટલ ઘરમાં કરી. ચા સારી આપતો. ધંધો જામતો ગયો. થોડા વર્ષ પછી એ અમેરિકામાં બહુ મોટી હોટેલનો માલિક બન્યો ! સાચો પુરૂષાર્થ કરવા માંડીએ તો દુઃખો ઘટતા જાય, આત્મિક સુખો મળતા જાય. બંધક મુનિ, દૃઢપ્રહારી વગેરે અનંત જીવોએ દુઃખને સમતાથી સહન કર્યાં તો શાશ્વત સુખો મળ્યા ! મનગમતા સુખો મેળવવા વિદ્યાર્થીઓ અભ્યાસની કડાકૂટ, સ્ત્રીઓ સાસરાના સિતમ, નોકરો શેઠના ત્રાસ વગેરે સામે ચાલી હસતા વેઠે છે. કારણકે વેઠવાથી જ ધન વગેરે સુખ મળે છે એ બધા સમજે છે. તેમ શ્રાવકોએ કર્મોદયથી આવેલા દુઃખો સમતાથી સહવા દૃઢ સંકલ્પ કરવો જરૂરી છે. કારણકે તો જ આત્મિક સુખ વગેરે મળી શકે. જેમ દિવસ પછી રાત આવે છે; વસંતૠતુ પછી પાનખર પણ આવે જ છે; તેમ સંસારમાં પણ બધાને સુખ પછી દુઃખ આવે જ છે. રાત પડતા લોકો આપઘાત કરતા નથી. કારણ બધાને ખબર છે કે ૧૦-૧૨ કલાક પછી પાછો દિવસ ઊગશે. તેમ દુઃખ આવે ત્યારે માનવે હતાશ ન થવું. કારણકે પાછો પુણ્યોદય જાગશે ત્યારે સુખ મળવાના જ છે. હવે આ દુ:ખ અને સુખ વિષે અનેક દૃષ્ટિએ વિચારણા કરીએ. આજના વિદ્વાનો પણ કહે છે કે દુઃખો આવતાં માનવ અતિ ચિંતાતુર બની જાય છે. પરંતુ દુ:ખો તો આપણને અનેક રીતે ઉપકારી છે. દુ:ખમાં જ આપણામાં રહેલી શક્તિઓને આપણે પ્રગટ કરી શકીએ છીએ. આપણા દરેકમાં શક્તિઓ તો ઓછી વત્તી રહેલી જ છે. સુખમાં તો આપણે ખૂબ આળસુ બની જઈએ છીએ. દુઃખમાં ખૂબ ટેન્શનમાં આવનારની બુદ્ધિ હતપ્રભ બને છે. તેથી દુઃખના ૩૭ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ નાશના ઉપાયો વિચારી શકતો નથી. તેથી ખૂબ દુઃખી થાય છે. જ્યારે ચિંતા છોડી સ્વસ્થપણે વિચારે તો સાચા ઉપાયો શોધી દુઃખોને ભગાડી શકે છે. કેટલાક ધર્મના અનુયાયી દુઃખ વખતે પોઝીટીવા થીન્કીંગથી મનને સમજાવી દુઃખી થતા નથી. એ વિચારે છે કે દુ:ખ પણ પ્રભુ જ આપે છે. અને મારા ભગવાનની પ્રસાદી મળતાં જેમ હું ખુશ થાઉં છુ તેમ પ્રભુની પ્રસાદી સ્વરૂપ દુઃખ પણ મજેથી વેઠવું. એક પ્રેરક પ્રસંગ જાણવા જેવો છે. શેઠે ગુલામ પાસે કાકડી મંગાવી. નોકરે શોધીને ખૂબ સુંદર કાકડી બજારમાંથી લાવી શેઠને પી. જરાક ખાઈ શેઠે નોકરને ખાવા આજ્ઞા કરી. હસતા ખાતા જોઈ શેઠે પૂછયું, “ કાકડી કડવી લાગતી નથી?'' નોકરે કહ્યું, “ખૂબ જ કડવી છે.' શેઠે પૂછ્યું, “તો ખાતાં હસે છે કેમ?” નોકરે કહ્યું, “મને વિચાર આવે છે કે મારા શેઠે આજ સુધી મને ઢગલો સુખ આપ્યા છે. માત્ર આ એક દુઃખ શેઠે આપ્યું. તો શેઠના ઉપકાર યાદ કરી મજેથી ખાઉં.” સાંભળીને ખુશ થઈ શેઠે વિચાર્યું કે મારા ભગવાને મને ઘણા સુખ આપ્યા છે. ક્યારેક એ દુઃખ આપે તો મારે પણ મજેથી સહન કરવા. આ સમજથી સ્ત્રીઓ સાસરે ઘણું સહે છે. અજૈનો જો આવા કોઈ ચિંતનબળે દુઃખ આનંદથી વેઠતા હોય તો તીર્થંકરદેવની દુઃખના તત્ત્વજ્ઞાનની વાતો આપણે જૈનો જો સમજીએ તો દુઃખમાં સમાધિ રાખવી સાવ સરળ થઈ જાય. કેટલાક સંસારી માણસો દુઃખના કાળમાં પોઝીટીવ થીન્કીંગથી દુઃખી થતા નથી. દિલ્હીમાં એક કંડક્ટર હતો. મુસાફરોને આવકારે. શક્ય સહાય કરે. મૈત્રીભર્યા વ્યવહારથી બધાને એ પ્રિય બની ગયો. તેની પત્નીનું મૃત્યુ થયું. જાણીને મુસાફર યુવાનોએ વિચાર્યું કે ખૂબ સારો માણસ છે. તેને મોટું દુઃખ આવ્યું. તેને આશ્વાસન આપીએ. તેના ઘેર ગયા. (૩૮) For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ કંડક્ટરે કહ્યું, “યુવાન મિત્રો ! તમે યુવાન છો. શા માટે દુઃખી થાવ છો? જો કે મને ખૂબ જ દુ:ખ થયું છે. પત્ની ઘણી સારી હતી. પરંતુ મેં આશ્વાસન મેળવવા વિચાર્યું કે મૃત્યુ એ પ્રભુના હાથની વાત છે. આપણી ઘણી ઈચ્છા હોવા છતાં આપણે કોઈને મરતા બચાવી શકતા નથી. તેથી મેં વિચાર્યું કે મારી પત્ની પ્રભુના ઘેર ગઈ છે. તેની જરૂર પડી એટલે ભગવાને બોલાવી લીધી. મિત્રો ! આમ વિચારી તમે દુઃખ કાઢી નાખો. મજામાં રહો.'' આમ કેટલાક અજૈનો પણ ભયંકર સંકટમાં પણ દુ:ખી થવાને બદલે કાંઈક ચિંતન કરીને સમભાવમાં રહે છે. જન્મથી ગરીબ માણસને ૬૦ વર્ષની ઉમરે કરોડ રૂપિયાની લોટરી લાગી. તે મોટર ખરીદી, ફરવા નીકળ્યો. ત્યારે ભંગાર સડક જોઈ મોટરને બાળી નાંખે તો તે મૂર્ખ ગણાય કે નહીં? તો પછી અનંતા કાળથી દુર્ગતિના અગણિત દુઃખો ભોગવતા આપણને ધર્મપ્રભાવે દુર્લભ માનવભવ મળ્યો છે, છતાં નાની મોટી વિપત્તિઓથી ત્રાસી આપઘાત કરીએ તો આપણે મૂર્ખ ખરા કે નહીં? કારણકે માનવભવ તો મોટરથી અનંતગણો કિંમતી છે. તેને ગુમાવવાનો? કે સારાં કામ કરી ભવોભવ શ્રી જિનશાસન મેળવવાનું? શાશ્વત અનંત સુખો પ્રગટ કરવાના? શ્રી તીર્થંકર દેવોના હૈયાના ખૂણે ખૂણે જગતના સઘળા જીવોને ખૂબ ખૂબ સુખી કરવાની ભાવના સતત વહ્યા કરે છે. જેમ શ્રીમંત બાપ સમજે જ છે કે મારા પુત્રે સુખી બનવા ખૂબ ભણવું જ પડે. ભણવામાં ઘણા દુ:ખ વેઠવા પડે છે. એ છતાં પણ બાપ પુત્રને આશિર્વાદ એ જ આપે કે ભણીને ડોક્ટર બન. એમ પ્રભુ જાણે છે કે દુઃખ વેઠવાથી જ જીવને સુખ મળી શકે. તેથી પ્રભુએ મેઘકુમાર વગેરે બધાને દુઃખ સહન કરવાની હિતશિક્ષા આપી અને એ બધાએ સમતાથી સહન કર્યું. ३८ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ હવે દુઃખ સહવા આપણે તૈયાર થઈએ તે માટે અહીં કરેલી વિચારણા બધાએ ચિંતવવા જેવી છે. આપણને ધર્મ ગમે છે. ધર્મ કરીએ પણ છીએ. સંયમનો અભૂત પ્રભાવ પ્રભુ પાસે સાંભળી મેઘકુમારે દીક્ષા લીધી. ધર્મનો મહિમા જાણી તમે પણ શ્રાવક ધર્મ થોડો ઘણો આરાધો છો. બહુ સારી વાત છે. છતાં તકલીફ આવતા મેઘકુમારે દીક્ષા છોડવા વિચાર્યું. મોહ પરવશ દુઃખથી ભાગતા તમે પણ કદાચ મુશ્કેલી આવતા ધર્મ મૂકી દો છો ને? અહીં એ વિચારવું જોઇએ કે અનાદિથી વિષયોનો રસિયો જીવ સુખની આશાથી સંસારના ઘણા બધા કષ્ટ વેઠે જ છે. જ્યારે ધર્મમાં હજુ રસ પેદા ન થયો હોવાથી તકલીફ આવતા જ ધર્મ ત્યજી દે છે ! ધર્મના કષ્ટોને સમતાથી સહવાના રૂડાં ફળ પ્રભુએ મેઘકુમારને કહ્યાં. ચિંતનથી શ્રદ્ધા લાવી મેઘકુમારે મનને ભાવિત કરી આત્મશક્તિ સાધના માર્ગે વાપરી. તો અનંત સુખને મેળવ્યું. તમારે પણ મોહ અને ધર્મના સ્વરૂપને ઓળખી ધર્મ સાધનામાં આવતા વિપ્નોને સહવાના ઉમદા ફળ જાણી મનને સ્વહિતના માર્ગે જોડી મળેલા ધર્મને સફળ કરવો ખૂબ જરૂરી છે. મોહાધીન બનવાથી તો વળી પાછા અનંત કાળ સુધી કદાચ ભયંકર દુઃખો સહવા પડશે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવનારા બુદ્ધિશાળી સંસારમાં ઘણું કમાય છે. એવી રીતે જ્ઞાનીઓની હિતકર વાતોને ખૂબ વિચારી તમારે પણ જે દુ:ખો સુખી માનવોને પણ રીબાવે છે તે દુઃખોમાંથી પણ સુખ મેળવવાના ઉપાય શોધી કાઢવા જોઈએ. જે દુઃખ જવાના જ નથી એનાથી બીજા ઘણા દુઃખો ઊભા કરવાને બદલે તમારા જેવા બુદ્ધિશાળી માણસે જ્ઞાનદષ્ટિથી શા માટે અનેક સુખો મેળવવા ન જોઈએ ? અમેરિકાના પ્રમુખને લકવો આખા અંગે થયો. કાઢવા રોજ મથે છે. ૨ વર્ષે આંગળી હાલી. ખુશ થયા. આ અનુભવથી એમણે નીચે લખેલા સિદ્ધાંત શોધ્યા. (૪૦) For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ કેટલાક દુઃખ જતા જ નથી. એ માણસે સહન કરવા જ પડે. રડતા વેઠવાથી ઘણા નુકશાન થાય છે. દુઃખ બહુ વધારે લાગે. બુદ્ધિ કામ ન કરે. તેથી દુઃખનો નાશ કરવાના ઉપાય માણસ વિચારી ન શકે. માત્ર રડયા કરવાથી સગાસ્નેહી કંટાળી જાય વગેરે. હવે જો માનવ દુ:ખને હસતા સહન કરવા પ્રયત્ન કરે તો દુઃખ અલ્પ લાગે, નાશના ઉપાય મળે, સ્વજનોનો સાથ મળે, ચિંતાથી થતા શારીરિક ઘણા રોગોથી બચાય, નિર્જરા થાય, પુણ્ય બંધાય. આમ ઘણા લાભ થાય. પ્રમુખે નક્કી કર્યું કે હવે હું દુઃખો હતા પ્રસન્ન રહેવા મથીશ. બીજુ, ભયંકર દુઃખ પણ એક દિવસ જવાનું છે. તેથી આ હૈયાધારણથી નિરાશ ન થતાં ધૈર્ય કેળવી જ્ઞાનીઓની સલાહ પ્રમાણે શુભ કાર્ય વધારવા. તેના ઘણા સારા ફળ મળે છે. જૈને તો સમતા લાવવા મહેનત કરવી. દુઃખની બાબતમાં એક ખૂબ વિચારવા જેવી વાત એ છે કે તમે પણ આ જ ભવમાં દુઃખની સામે સ્વેચ્છાએ ગયા જ છો. ગરીબ માણસ પૈસા મેળવવા નોકરી કે ધંધાના ઘણા દુઃખ વેઠે જ છે. સ્ત્રીઓ પુત્ર મેળવવા કેટલા બધા દુઃખ સ્વેચ્છાએ સ્વીકારે છે ! ૯ મહિના ગર્ભને કારણે જીવનમાં ઘણી તકલીફો સહેવી પડે છે. બાળકના જન્મ વખતે અતિ ભયંકર ત્રાસ સ્ત્રી વેઠે જ છે. આમ પુત્રપ્રાપ્તિ, પૈસા વગેરે ભાવિ સુખ પામવા સંસારમાં બધા જીવ અનેક કષ્ટો ઉઠાવે જ છે. હવે સમજવાનું એ છે કે આ ભવના ક્ષણિક સુખ માટે આખી દુનિયા અનેક દુઃખ વેઠે જ છે તો આત્માર્થી માનવે આત્મિક શાશ્વત સાચા સુખ મેળવવા કર્મોનો નાશ કરવા શું દુઃખો સમતાથી સહન ન કરવા જોઈએ? બીજી મહત્ત્વની વાત એ છે કે ખૂબ મહેનત કરવા છતાં પુણ્ય ન હોય તો સાંસારિક સુખ મળે નહીં. જ્યારે આત્મિક સાધનાનું For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ફળ ૧૦૦% મળે જ છે. વળી સાંસારિક સુખ મલે તો પણ તે નાશવંત છે અને પરંપરાએ અનેકગણા દુઃખ આપે છે. જ્યારે ધર્મથી દીર્ઘકાળ સુધી ભવોભવ ઊંચા સુખ મળે ! અને દુઃખ ઘટતા જાય. આ બધુ ખૂબ વિચારી દરેક જૈને દઢ નિર્ણય કરવો જોઈએ કે આત્મા માટે શક્તિ પૂરી વાપરીને બધા દુઃખ સમતાથી યથાશક્તિ સહન કરીશ જ. સાચા જ્ઞાનના ઘણા ઊમદા ફળ છે. આત્મજ્ઞાની દુઃખોમાં ય હસતો હોય છે ! જ્યારે અજ્ઞાની મોહપરવશ સંસારીઓ અઢળક સુખમાં ય રડતા જ હોય છે. શાસ્ત્રજ્ઞાનના બળે જ બંધક મુનિ વગેરે અનંત જીવોએ ભયંકર દુઃખોમાં ય સમતા સાધી ! ઉપસર્ગો આવ્યા ત્યારે અનંતા કર્મોના નાશની મહાન તક આવી ગઈ છે એ મહાત્મા સમજી ગયા અને જ્ઞાનદષ્ટિથી મનને વશ કરી આત્મહિત સાધ્યું ! દરેક આત્માર્થીએ આફતમાં સમતા લાવી આત્માનું હિત સાધી લેવું જોઈએ. દરેક વિદ્યાર્થીને પૂરી ખબર છે કે પરીક્ષાની માથાંઝીક છે જ. દરેક માનવીને પાકો ખ્યાલ છે કે આજીવિકા મેળવવા નોકરી કે ધંધાની બબાલ માથે ઝીંકાયેલી જ છે. તેમ દરેક જૈનને એ સમજ હોવી જ જોઈએ કે દરેક માનવીને દુઃખ ક્યારેક આવે જ છે. પરીક્ષા આપવાની છે જ એ જાણી વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી સંસારી સુખ મેળવે છે. દુઃખો આવવાના જ છે એ સમજી લઈ દરેક આત્માર્થીએ સહનશીલતા વધારવા મથવું જોઈએ. આ દુઃખનું તત્ત્વજ્ઞાન ઊંડાણથી ખૂબ વિચારી દરેક માનવે પોતાના સુખ માટે દુઃખોને સમતાપૂર્વક સહન કરવા તૈયાર થવું જોઈએ. બધા દુઃખ સહન ન જ થાય તો શક્તિ હોય એટલા તો સહન કરવા. એથી નીચે પ્રમાણે ઘણા લાભ થાય છે. નિર્જરા, પુણ્યબંધ, સમતા ઉપરાંત સહનશક્તિ ૪૨ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ વધે છે. મન સ્વસ્થ રહે. આ જોઈને બીજાઓ પણ સમતા મેળવવા પ્રયત્ન કરે. રોગો, ડીપ્રેશન, ટેન્શન વગેરે ન થાય. તિર્યંચ વગેરે ભવમાં મોહાધીનતાને કારણે સમતા વગેરે મુશ્કેલ છે. માનવને તો પુણ્યથી બુદ્ધિ, મન, જ્ઞાન વગેરે ઘણું મળ્યું છે. તેથી અનેક ફાયદા કરનારી સમતા લાવવા ખૂબ પ્રયત્ન કરવા જરૂરી છે. અનિલ અંબાણી વગેરે અતિ પુણ્યને કારણે ઉદ્યોગો વિસ્તારી લોકમાં સમૃદ્ધિ વધારતા જાય છે. તેમ ધર્મીએ અનંત પુણ્યે જ્ઞાન વગેરે મળ્યું છે તેને સંપૂર્ણ સફળ બનાવવા પૂરા પ્રયત્નો કરવા જ જોઈએ. " શ્રી ‘દશવૈકાલિક સૂત્ર' નામના આગમમાં ચૌદ પૂર્વધર શ્રી શય્યભવસૂરીશ્વરજી મ.સા. સુંદર સલાહ આપે છે, ‘...વેહવુ:સ્તું મહાનં ' એનો અર્થ એ છે કે હે સાધુ ! મોહને પરવશ તેં અનાદિ કાળથી અનંત કર્મ બાંધ્યા છે. તેના ઉદયકાળે દુઃખો આવે જ. તેથી સાધુ સમજે કે કર્મનો નાશ થાય તો દુઃખો ન આવે. આ વિચારી કર્મનાશ કરવા દુઃખોને ઉભા કરી સમતાથી સહે. શાસ્ત્રો કહે છે કે સાધકે પરિષહ ઉભા કરી વેઠવા. ઠંડી, ગરમી વગેરે સામે ચાલીને સહવા. તેથી ઘણા કર્મો નાશ પામે છે. તેથી ભાવિમાં દુ:ખ આવતા નથી. આત્મગુણો પ્રગટ થાય છે. ભયંકર લાગતા દુઃખો હકીકતમાં ભદ્રંકર છે ! એન્જીનીયર બનવા માટે ઘણા કષ્ટ સહન કરવા જ પડે છે. પણ બધા તે દુઃખોને સુખદ માને જ છે ને? આજના ચિંતકોએ પણ દુ:ખને વરદાન રૂપ માન્યા છે. દેહને જેટલા વધુ કષ્ટ આપો, આત્મા એટલો વધુ પવિત્ર બનતો જાય ! હિતબુદ્ધિથી જ્ઞાનીઓએ કહેલી આ સુંદર વાતને સુખાર્થી સાધકે ખૂબ વિચારી અમલમાં મૂકવા જેવી છે. સંસાર માટે અનાદિકાળથી આપણે અનંતા દુ:ખો સહીએ જ છીએ. આ હિતશિક્ષા માનીને ધર્મપ્રેમી આપણે હવે દુઃખો સહેવા જ જોઈએ. સંસારના સુખ ૪૩ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ માટે આખી દુનિયા ખૂબ કષ્ટો વેઠે છે. તો ધર્મીએ શાશ્વતા સુખ માટે દુઃખ સમતાપૂર્વક સહવા જરૂર ઉદ્યમ કરવો જ જોઈએ. બધા જીવને સુખ જ જોઈએ છે. આત્મા સ્વરૂપથી અનંત સુખનો સ્વામિ જ છે. અને સાચી મહેનત કરે તો સુખ જરૂર વધતું જ જાય. પણ કરૂણતા એ છે કે સંસારી જીવા મોહ રાજાનું જ માને છે. ધર્મ રાજા એને અનંતાનંત સુખ આપવા તૈયાર બેઠા છે. પરંતુ એને ધર્મમાં શ્રદ્ધા જ નથી. જો કે આમ છતાં માનવભવમાં જીવને અનંત પુણ્ય મન, બુદ્ધિ, સંકલ્પ, નિર્ણય, આત્મસુખસાધના, વિરતિ વગેરે ઘણું બધું મળ્યું છે. આ દિશામાં બુદ્ધિ વાપરે તો ઘણો લાભ થાય. તો અનંત ભવે માનવને મળેલી આ બધી અદભૂત દિવ્ય શકિતઓનો સદુપયોગ માનવ કરે તો ભવોભવ સુખશાંતિ એના વધતા જ જાય !!! જગતના જીવો અને આપણે અનાદિ કાળથી મોહનું જ માનતા હતા. તેથી દુઃખો વધારતા જ ગયા. હવે દેવ-ગુરૂ-ધર્મના અનંત પ્રભાવને જાણી, શ્રદ્ધા લાવી, સાચા હૃદયથી એમના શરણે જઈ એમની હિતકર વાતોને આપણા જીવનમાં મન, વચન, કાયાથી યથાશક્તિ આદરવાનો નિશ્ચય કરવો ખૂબ જરૂરી છે. ખંધક મુનિ વગેરેના શાસ્ત્રીય દષ્ટાંતોથી સમતાના સુંદર ફળની આપણને જરૂર શ્રદ્ધા થાય. બનેવી રાજાએ જીવતા ચામડી ઉતારવા સેવક મોકલ્યા ત્યારે મુનિરાજશ્રી શાસ્ત્ર દષ્ટિએ વિચારે છે. સમતા લાવવા તાત્વિક વિચારણા કરે છે. આત્માને સમજાવે છે કે દુઃખ રાજસેવક નહીં, મારા કર્મ આપે છે. સેવક તો મારા દુષ્ટ અનંત કર્મ ખપાવશે. તેથી એ તો ખૂબ જ ઉપકારી છે. હે મન ! આ બધું સમજી તું સમતા રાખજે. સંસારીઓ આવા દુઃખમાં આર્ત, રૌદ્રધ્યાન કરે. ખંધકજીએ ધર્મ ધ્યાન અને સમતાથી મોક્ષ મેળવ્યો. (૪૪) For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ તેથી જ્ઞાનીઓ કહે છે કે આત્મિક સુખો મેળવવા સાધુએ પરિષહો વેઠવા, દુઃખો સહવા. શ્રાવકો પણ કર્મ ખપાવી આત્મસુખો મેળવવા તપ, ત્યાગ, શ્રાવકના ધર્મકર્તવ્યોની સાધના વગેરે કરે છે. સાંસારિક સુખો માટે સંસારી જીવો સેંકડો દુઃખો વેઠે જ છે. તેમ ધર્મી આત્મસુખો મેળવવા તકલીફો હસતા સહે. શ્રી તીર્થંકરો વગેરે આત્માર્થી મહાપુરુષોએ આ જ કારણે બેસુમાર કષ્ટો મસ્તીથી સહ્યા. સહન કરવાના ફાયદા સમજાય તો ધર્મી આફતમાં સમતા લાવવા મથે. એક વિચારણા કરો કે વડાપ્રધાનને વિરોધ પક્ષની ટીકાઓ, છાપાની નિંદા, લોકોની ગાળો વગેરે ઘણા દુ:ખ છે. આ દુઃખોથી બચવા વડા પ્રધાન સત્તા છોડી દે? ના છોડે. કારણ? સત્તાને કારણે અનેક ફાયદા તે જાણે છે. એમ ધર્મ કરતાં ઓછી વત્તી તકલીફો આવશે. શું કરવું? ધર્મ છોડી દેવો? ના. કારણકે ધર્મથી જે આત્મિક અનેકગણા સુખ ભવોભવ મળે છે એની સામે દુઃખો સાવ વામણા છે. આપણને જે જૈન ધર્મ મળ્યો છે એ ખૂબ ખૂબ ઊંચી ચીજ છે. જૈન ધર્મની સર્વશ્રેષ્ઠતા જાણી લેવી જોઈએ. આ ધર્મ એટલો મહાન છે કે ખૂબ નાનો માણસ પણ જૈન ધર્મ થોડો પણ આરાધે તો શાલિભદ્ર વગેરેની જેમ તેને ખૂબ ઊંચા ફળો જરૂર મળે જ. ભવોભવ ઘણા સુંદર સુખ, શાંતિ તે મેળવી આપે. મોહ એવો દુષ્ટ છે કે સાધના કરી માનવભવ જેવી ઊંચી વસ્તુ જે સારા જીવે મેળવી એની પાસે ખરાબ કામ કરાવી દીર્ઘ કાળ સુધી પાછી અનેક દુઃખોની ઝડી વરસાવે! આ બધું સારી રીતે વિચારી આત્મહિત માટે દરેક જૈને જ્ઞાનદૃષ્ટિથી દુ:ખોમાં સમતા લાવવા સતત મહેનત કરવા જેવી છે. દુ:ખમાં પ્રસન્નતા કેવી રીતે મેળવવી એ વિષે કેટલીક વાતો વિચારી. હવે મહત્ત્વની વાત કરવી છે. લગભગ દરેક ૪૫ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ માનવને ઓછુ વજુ પણ સુખ જરૂર મળે છે. સુખના કાળમાં આત્મસાધના ધર્મી જો ઈચ્છે તો ખુબ સુંદર કરી શકે. આત્મહિત, માનવભવની અમાપ શક્તિ વગેરે ધ્યાનમાં લઈ દઢ સંકલ્પપૂર્વક તારક ધર્મની સાધના સાચી અને શુભ ભાવનાથી ધર્મપ્રેમી સાધક કરે તો અનંતા લાભ થશે. વળી ક્ષણિક સુખના તત્વને વિચારવાથી રાગાદિ ઘટે અને સુખમાં ગૃદ્ધિ વધે નહીં. વૈરાગ્ય વધે. જ્યારે સુખમાં હોય ત્યારે માનવ વિકાસ અને પાપ કરવાને બદલે ધર્મસાધના કરી લેવી જોઈએ. તો ભાવિ ઘણા દુઃખ આવતા અટકી જાય. જેમ માનવીને ધન મળે ત્યારે વેડફી ન નાંખે પણ સારા માર્ગે વાપરે તો ઘણા લાભ થાય તેમ સુખમાં સાધના સહેલી છે. તેથી દરેક જૈને સુખના સમયમાં આત્મસાધના જરૂર કરવી જ જોઈએ. સ્વપરહિતચિંતક, આત્મસાધક, પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબે દુઃખની ભયંકરતાને સાક્ષાત્ અનુભવી, સાધુઓને સુવર્ણ સલાહ આપેલી કે સ્વસ્થતા વખતે ખૂબ સાધના કરી લેવી. આ તદ્દન સાચી વાત છે. ‘સુરવર્ષે સુમિરનનો તોટુa હેલ્લો હોય?” બધાજ આત્માર્થીએ આ બાબતનું ખૂબ ચિંતન કરી પાકો નિશ્ચય કરવા જેવો છે કે સુખના સમયમાં શક્તિનો પૂરો ઉપયોગ કરી આત્મસાધના કરીશ જ. વળી મામૂલી દુઃખો આવે ત્યારે તથા સહન થાય તેવા કષ્ટો આવે ત્યારે પણ ધર્મની સાધના થાય તેટલી વધારે કરવાનો પણ નિશ્ચય કરવો. અસહ્ય દુઃખમાં પણ ખંધક મુનિ વગેરેને યાદ કરી સહન કરવા પ્રયત્ન કરવો. છેવટે દુઃખ ઓછું થાય અથવા જાય કે તરત માનસિક પ્રસન્નતા મેળવી ફરી પાછા ધર્મ સાધનામાં લાગી જવું. સંસારમાં પણ સી.એ.માં નાપાસ થાય તે રડ્યા કરતો નથી. ફરી પાછો પરીક્ષા માટે મહેનત કરવા લાગી જાય છે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ટુંકમાં સુખમાં, ઓછા કે ઘણા દુઃખમાં તથા સંસારની ભાતભાતની ઉપાધિ, જવાબદારીઓમાં તમારે આત્મલક્ષી બની સહનશીલતા, સમાધિ, પ્રસન્નતા, વૈરાગ્ય, અધ્યાત્મ ભાવ, ધર્મ સાધના આ બધું શક્ય એટલું વધારતા જ જવું. બીજી એક વિચારવાની વાત એ છે કે કેટલાક ધર્મી કાયમ રોદણાં રડતા હોય છે કે ઘરના યાત્રા વગેરે કરાવતા નથી. અમુક રોગ છે વગેરે. જ્યારે અનુકૂળતા હતી ત્યારે ધર્મ ન કર્યો. ત્યારે મોજમજા ઊડાવી. હવે જ્યારે તીર્થયાત્રા વગેરેના સંયોગો નથી ત્યારે ખોટી હાયવોય છોડી વર્તમાન સંજોગોમાં જે આરાધના શક્ય હોય તે ભાવથી, વિધિપૂર્વક ખૂબ સારી કરવી જોઈએ. સંસારી દરેક લગ્નાર્થી સમજે જ છે કે કન્યા સારી ન જ મળે તો છેવટે જે મળે તેને પરણું તો કેટલાક સુખ મળે. એમ ધર્મીને સંયોગ, શકિત પ્રમાણે થાય તે ધર્મ કરવાથી જ આત્મિક થોડા-ઘણાં ફળ મળે. વિવેકાનંદજી કહે છે કે દરેક દુઃખ પોતાની સાથે ટનબંધ સુખો લઈને જ આવે છે. એટલે કે જે હસતા દુઃખ વેઠે તેને એની સાથેના સુખો મળે જ! દુઃખ આવે ત્યારે સમજુએ દૃષ્ટિકોણ બદલવો જોઈએ. પોતાનાથી વધુ દુઃખીના દુઃખની અપેક્ષાએ મને તો કાંઈ દુઃખ નથી એવા પોઝીટીવ એન્ગલથી વિચારવાથી દુઃખ થતું નથી. પણ દુઃખ વખતે બીજા સુખીઓના સુખની વિચારણાથી દુ:ખ ઘણું લાગે. આમ આ વાત માનવના હાથની જ છે કે દુઃખી બનવું કે સુખી બનવું. દુઃખમાં નહીં મળેલા સુખોનો વિચાર કરવાને બદલે બીજા ઘણાને મળેલા અનેક દુઃખોથી પોતે બચી ગયો એ વિચારી ખુશ રહેવાથી ઘણા લાભ થાય છે. મકાન બંધાવતાં બારી પૂર્વમાં રાખે તે સમજુ માણસને રોજ ઊગતો સૂર્ય જોવા મળે. તથા સૂર્યનો અસ્ત જોવાથી બચી જાય. એવી રીતે જ્ઞાનદષ્ટિથી આપણું સુખ વધતુ જાય. - ૪૭ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ જ્યારે મોહદષ્ટિથી દુઃખ વધતુ જાય. દષ્ટિકોણ બદલવો એ આપણા જ હાથની વાત છે. સામાન્યથી સુખમાં કે સામાન્ય દુઃખમાં પણ જીવ મૂંઝાઈ જાય છે. તોપણ સુખની પ્રબળ ઈચ્છાવાળા માનવ આખી જીંદગી પોતાને જોઈતા સુખ મેળવવા સતત જોરદાર પુરૂષાર્થ કરે જ છે. તમે તો અધ્યાત્મ દષ્ટિથી ખૂબ સુંદર પુણ્યના સ્વામિ છો. અનંત કાળે તમને જે આ સુંદર તક મળી ગઈ છે તેને તમે ઓળખો. શાશ્વત અને સાચા સુખ જે હવે હાથવેંતમાં છે એનો ખૂબ દીર્ઘ વિચાર કરી પૂરી શક્તિ આત્મહિતમાં વાપરો. સંસારી દરેક જીવ માટે અતિ મહત્ત્વના આ સુખદુઃખ વિષયની આ બધી વિચારણાનો હવે સાર કહુ છું. સંસારી જીવો અઢળક સુખમાં પણ દુઃખી હોય છે. જ્ઞાની દુઃખમાં પણ મસ્ત હોય છે. સુખ અને દુઃખમાં કેમ જીવવું એ જ્ઞાનીઓ પાસેથી જાણવું. બુદ્ધિથી વિચારવું. તત્ત્વનો નિર્ણય કરવો. હિતકર સાધના કરવાનો દઢ સંકલપ કરવો. સદા માટે એ જ ધ્યેય બનાવી સતત આત્મહિત માટે મોહ સામે ઝઝૂમ્યા કરવું. શાશ્વત સુખ, શાંતિ વગેરે બધું જ આપણને જરૂર મળશે જ. અનંત અરિહંતોના તમારા જેવા સર્વ ભવ્ય જીવોને અંતરના આશીર્વાદ પણ મળ્યા છે. એમાં પૂરી શ્રદ્ધા લાવી આ સચોટ ઉપાયની સાધના તમે કરો. એના અચિંત્ય ફળ મળશે ત્યારે તમારા આનંદની અવધિ નહીં રહે. સર્વે જીવોના સાચા સુખને માટે સદા તત્પર એવા શ્રી અરિહંત ભગવંતોની કલ્યાણકારી આજ્ઞાઓને જાણી, એને આરાધી તમે શાશ્વત સુખને શીધ્ર મેળવો એ જ એક માત્ર અંતરના આશીર્વાદ. 'જૈન ધર્મની સમજ ભાગ ૩ સંપૂર્ણ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ અને અંતે .... હે પ્રિય વાચક ! # આ ૩ ભાગ શાંતિથી વાંચ્યા ? ગમ્યા ? # આ ખૂબ ઉપયોગી બાબતો જીવનમાં આચરવાના ભાવ જાગ્યા ? # ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આટલું કર. # આ પુસ્તક વારંવાર વાંચ, વિચાર, સમજ. * પ્લાનીંગ પૂર્વક તારી શક્તિ પ્રમાણે આચરણમાં લાવ. * નિરાંતની પળોમાં તારી ધર્મક્રિયાઓનુ રોજ નિરીક્ષણ કરજે. ધીરે ધીરે સાચી અને વધુ ને વધુ સારી કરવા મહેનત કરજે. * તારા સગા, સ્નેહી, સ્વજનોને પણ આ પુસ્તક વાંચવાથી મળતા સુખ શાંતિ સમજાવી વાંચવા પ્રેરણા કરજે. * ધર્મવિશુદ્ધિ કરતા આ પુસ્તકોની પ્રભાવના કરવાથી અલ્પ ધનના બદલામાં અનંત શુભ પુણ્ય મળે. * શુભ પ્રસંગોએ ઘણા પ્રભાવના કરે છે. સમૂહ સામાયિક, પ્રતિક્રમણ, પાઠશાળા, પૂજા-પૂજન, પ્રવચન, શિબિર વગેરેમાં આ સસ્તા, ઉપયોગી પુસ્તકની પ્રભાવના કરવાથી ઘણા બધા ધર્મ, શુદ્ધિ વગેરે વધારશે. * સુપાત્રદાન અંગે ઘણી મહત્વની ખૂબ ઉપયોગી વાતો પ્રથમ ભાગમાં સમજાવી છે. તે ઘ્યાનથી વિચારી સુપાત્રદાનનો શ્રેષ્ઠ લાભ લેવો જોઈએ. પંન્યાસ ભદ્રેશ્વરવિજય For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ છHલૉન પુંજીરામ ચુનીલાલ મહેતા, પરિવાર ટોસણ રોડવાળા હાલ : પરિશ્રમ ટાવર, નારણપુરા, અમદાવાદ પેરામભાઈ છHલબ્રેન આંખમાં આંસુ ને દિલમાં તમારી યાદ છે આજે તમે નથી એ જ અમારી ફરીયાદ છે | mતની દરેકલ્સમૃધ મળે પણ તમારા સમી આપી છાયા ક્યાંય ન મળે દરેકપળ અને પ્રસંગે આપની ખોટ હંમેશા વણ પૂરાયેલી રહેશે. વાત્સલ્યમૂર્તિ પરમ પૂજ્ય પિતાશ્રી અને માતૃશ્રી ને કોટી કોટી વંદન... Printed By : Ashish Shah 9879088678 રી -જાપાન | Main Education International For Personal Private Lise Only www.inetirar ord