SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અમે અંતરના ભાવથી પ્રભુભક્તિ વગેરે ધર્મ જ કરશું. તીર્થોમાં આરાધના ખૂબ થાય તેથી આજે પણ કેટલાક નવપદની ઓળી વગેરે આરાધવા તીર્થોમાં પહોંચી જાય છે ! ધર્મી શ્રાવકોએ તીર્થમાં ત્રિકાળપૂજા, રાત્રે ભાવના, ભગવાનનો જાપ, ધ્યાન, ઉપવાસ, પ્રતિક્રમણ આદિ કરવા જોઈએ. મનને પવિત્ર બનાવવા યાત્રા સ્થળે સંસારની ઉપાધિ, વેપારના વિચાર વગેરે રોકવા જોઈએ. યાત્રામાં બધા ભગવાનની પૂજા, દર્શન, ભાવપૂર્વક ચૈત્યવંદન, ગુરૂભક્તિ, સાધર્મિક ભક્તિ વગેરે વધુ કરવું જોઈએ. અંતમાં એક વાત પર ખૂબ ભાર દઉં છું કે યાત્રામાં પવિત્ર ભાવ વધુ ભાવી શકાય તે માટે તમે યાત્રા દરમ્યાન સંસાર, મોહમાયા, ટેન્શન વગેરે ભૂલી જાવ. આવા પ્રયોગ પ-૧૫ વાર પણ કરશો એટલે તમને ખુદને પણ યાત્રાથી દિવ્ય આનંદ વગેરે અનુપમ લાભના અનુભવ થશે. આજે યાત્રા ઘણાં બધા કરે છે એ સુંદર વાત છે, પરંતુ તીર્થયાત્રાના અનુપમ ફળોના અજ્ઞાનને કારણે યાત્રામાં ભક્તિ વગેરે જે ખાસ કરવું જ જોઈએ તે કરતા નથી. અને જે કરવાનું જ નથી તે રાત્રિભોજન, ભોગસુખો, વિલાસ, હરવું-ફરવું વગેરે બધું જ કરી ખૂબ પાપ બાંધે છે !! હે જૈનો ! વિધિપૂર્વક, ભાવપૂર્વક યાત્રાદિ ખૂબ કરી ખૂબ ખૂબ આત્મહિત સાધો એવા અંતરના આશિષ. નિવકારવાળી ] 8. નવકાર મંત્ર મહામંત્ર છે. શાસ્ત્રમાં તેનો અનંત મહિમા બતાવ્યો છે. તિર્યચો પણ મરતા નવકાર પામે તો મરી સગતિમાં જાય એવા ઘણા પ્રસંગો શાસ્ત્રોમાં છે. આથી ઘણા જૈનો નવકાર ગણતા હોય છે. છતાં ઘણાની ફરિયાદ છે કે નવકારમાં મન ચોંટતું નથી. નીચેના સરળ ઉપાયો તમે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005441
Book TitleJain Dharmni Samaj Part 01 to 03
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy