SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ કંડક્ટરે કહ્યું, “યુવાન મિત્રો ! તમે યુવાન છો. શા માટે દુઃખી થાવ છો? જો કે મને ખૂબ જ દુ:ખ થયું છે. પત્ની ઘણી સારી હતી. પરંતુ મેં આશ્વાસન મેળવવા વિચાર્યું કે મૃત્યુ એ પ્રભુના હાથની વાત છે. આપણી ઘણી ઈચ્છા હોવા છતાં આપણે કોઈને મરતા બચાવી શકતા નથી. તેથી મેં વિચાર્યું કે મારી પત્ની પ્રભુના ઘેર ગઈ છે. તેની જરૂર પડી એટલે ભગવાને બોલાવી લીધી. મિત્રો ! આમ વિચારી તમે દુઃખ કાઢી નાખો. મજામાં રહો.'' આમ કેટલાક અજૈનો પણ ભયંકર સંકટમાં પણ દુ:ખી થવાને બદલે કાંઈક ચિંતન કરીને સમભાવમાં રહે છે. જન્મથી ગરીબ માણસને ૬૦ વર્ષની ઉમરે કરોડ રૂપિયાની લોટરી લાગી. તે મોટર ખરીદી, ફરવા નીકળ્યો. ત્યારે ભંગાર સડક જોઈ મોટરને બાળી નાંખે તો તે મૂર્ખ ગણાય કે નહીં? તો પછી અનંતા કાળથી દુર્ગતિના અગણિત દુઃખો ભોગવતા આપણને ધર્મપ્રભાવે દુર્લભ માનવભવ મળ્યો છે, છતાં નાની મોટી વિપત્તિઓથી ત્રાસી આપઘાત કરીએ તો આપણે મૂર્ખ ખરા કે નહીં? કારણકે માનવભવ તો મોટરથી અનંતગણો કિંમતી છે. તેને ગુમાવવાનો? કે સારાં કામ કરી ભવોભવ શ્રી જિનશાસન મેળવવાનું? શાશ્વત અનંત સુખો પ્રગટ કરવાના? શ્રી તીર્થંકર દેવોના હૈયાના ખૂણે ખૂણે જગતના સઘળા જીવોને ખૂબ ખૂબ સુખી કરવાની ભાવના સતત વહ્યા કરે છે. જેમ શ્રીમંત બાપ સમજે જ છે કે મારા પુત્રે સુખી બનવા ખૂબ ભણવું જ પડે. ભણવામાં ઘણા દુ:ખ વેઠવા પડે છે. એ છતાં પણ બાપ પુત્રને આશિર્વાદ એ જ આપે કે ભણીને ડોક્ટર બન. એમ પ્રભુ જાણે છે કે દુઃખ વેઠવાથી જ જીવને સુખ મળી શકે. તેથી પ્રભુએ મેઘકુમાર વગેરે બધાને દુઃખ સહન કરવાની હિતશિક્ષા આપી અને એ બધાએ સમતાથી સહન કર્યું. Jain Education International ३८ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005441
Book TitleJain Dharmni Samaj Part 01 to 03
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy