________________
લાભ ઘણાં થાય. વર્ષીતપની ખમાસમણા વગેરે ક્રિયા સંઘ સાથે સમૂહમાં કરવાથી ભાવ વધે અને ક્રિયા સારી થાય. વળી અનેક તપસ્વી સાથે વાત, વિચારણાથી તપ દરમ્યાન સામાન્ય માંદગી વગેરે વિઘ્નોમાં આ તપ છૂટી ન જાય. પરંતુ વર્ષીતપ મારે પૂર્ણ કરવો જ છે આ દૃઢતા વધે. કારણ ઘણા બધાને કરતા જોવાથી હિંમત, ઉલ્લાસ વધે છે.
વર્ષીતપમાં તમને એક બહુ મોટો લાભ મળે છે. વર્ષીતપ, આયંબિલ, અઠ્ઠમ વગેરે તપ કરનારા સાધુ-સાધ્વીના પારણા, સાંજની ગોચરી વગેરેનો નિર્દોષ સુંદર લાભ મળે. ચોવિહાર કરવાવાળા ઘર ઘણા સંઘમાં બહુ થોડા હોય છે. તેથી તમને બેસણાને દિવસે આ દુર્લભ લાભ સહજપણે મળે છે. વળી માંદા સાધુ, સાંજની બધાની ગોચરી વગેરે પણ લાભ મળે, માટે સવારે વંદન કરતાં તથા સાંજના પૂજ્યોને ગોચરીનો લાભ આપવાની વિનંતી કરવાથી આ લાભ મળી જાય. વળી વર્ષીતપમાં સાધુ, સાધ્વી, સાધર્મિકનો ઘણી વાર ઉકાળેલા પાણીની ભક્તિ કરવાનો લાભ પણ મળે. બીજો એક મુશ્કેલ લાભ વર્ષીતપમાં મળે. સાંજે શાસ્ત્ર દષ્ટિએ ૨ ઘડી પહેલા ચોવિહાર કરવાની વિધિ છે. ઉપવાસમાં તો આ તમે કરી જ શકો ! તથા શક્ય બને તો બેસણામાં ૨ ઘડી પહેલાં ચોવિહાર કે છેવટે તિવિહાર થઈ શકે. વર્ષીતપમાં માંદગી વગેરેમાં અણ્ણાહારી દવા લઈ શકાય છે. તે અંગેની સમજ જાણકારો પાસેથી મેળવી લેવાથી માંદગીમાં રાહત થાય અને આ અદ્ભુત આરાધના ટકી રહે.
જિનભકિત
દરેક જૈન પ્રાયઃ પ્રભુભક્તિ કરે છે. જો આ ભક્તિ સાચી થાય તો ખૂબ ખૂબ લાભ થાય, તેથી પ્રભુજીના દર્શન વગેરે વિષે કેટલીક વાતો કરું છું તે ધ્યાનથી વાંચી તમે
Jain Education International
३०
܀
For Personal & Private Use Only
www.jainelibrary.org