________________
તેથી જ આત્મહિતચાહક સુશ્રાવકો સુપાત્રદાનનો રોજ લાભ લેવા તલસતા હોય છે. સંસાર પ્રેમી જીવો ડોક્ટર વગેરેની ડીગ્રી મેળવવા ઝંખતા હોય છે. કારણકે એનાથી સંપત્તિ, સુખો, પ્રતિષ્ઠા વગેરે ઘણા લાભ ભાને છે. તેથી ડોક્ટર બનવા ઈચ્છતો યુવાન પરીક્ષામાં કાળજીથી સારામાં સારું લખે. તેવી રીતે આત્મ-હિત-ઈચ્છક શ્રાવક સુપાત્રદાનથી આત્મિક અનંત સુખને મેળવવા ઈચ્છે. છતાં સુપાત્રદાનનો ક્યારેક લાભ મળતો નથી. વર્તમાનકાળે ઘણાં શ્રાવકોને સાધુ કયા દોષોથી ન વહોરે વગેરે જ્ઞાન નથી. તેથી ઘણીવાર એવું બને કે અનંત પુણ્ય શ્રાવકના ઘેર સાધુ આવે તો પણ વહોર્યા વિના પાછા જતા રહે છે. દાનાર્થીને ગોચરીનું જ્ઞાન જરૂરી છે. તેથી અહીં સુપાત્રદાનનો લાભ કેવી રીતે મળે તેની સમજ આપી છે. (૧) તમારા સંતાનો ઘરઆંગણે રમતા હોય છે. શ્રાવકોએ નાના બાળકોને સંસ્કાર આપવા કે સાધુ મહારાજને જુઓ તો વહોરવાની વિનંતી કરવી. અને એ જ્યારે લઈ આવે ત્યારે તેને શાબાશી સાથે મીઠાઈ વગેરે ઈનામ આપવું. તો તે ઘણી વાર સાધુને લઈ આવશે. આમ તમને અને એને વારંવાર સુપાત્રદાનનો શ્રેષ્ઠ લાભ મળશે. (૨) સાધુ પધાર્યા પછી બહુ મહત્ત્વની કાળજી શ્રાવકે એ રાખવી જોઈએ કે સાધુ નિમિત્તે જરા પણ હિંસા ન કરવી. હિંસા કેવી રીતે થાય તે હવે તમારે જાણવું જરૂરી છે. (ક) સાધુને આવવાના માર્ગમાં કદાચ સચિત્ત વસ્તુ પડી હોય તો કેટલાક શ્રાવકો તે ખસેડી દૂર મૂકે છે. તેમ કરવાથી તે જીવોની હિંસા વગેરે થાય છે. તો સાધુ વહોરે નહીં. તેથી પ્રથમ તો ઘરમાં શાક પાણી વગેરે જ્યાં ત્યાં રસ્તામાં રખાય નહીં. કદાચ કોઈએ મૂકી દીધા હોય તો પછી તેને તેમ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org