________________
વગેરે ધર્મ આચરો છો તે ધન્યવાદને પાત્ર છો. તમે સ્વ ) અંતરમાં ડોકિયું કરી જોઈ લો કે તીર્થકર દેવોએ મોક્ષ વગેરે સર્વશ્રેષ્ઠ સુખો આપનારી જે આ ધર્મક્રિયાઓને અતિ મહિમાવંતી કહી છે તે તમે ગમે તેમ પતાવી દઈને ધર્મ ક્યનો સંતોષ માનો છો? તો શાસ્ત્ર દષ્ટિએ તમે ઘણો ઊંચો ધર્મ કરવા છતાં અલ્પ પુણ્ય મેળવો છો. આજે ઘણા ધર્મીઓ ધર્મ અનુષ્ઠાનોને ભાવરહિતપણે વેઠની જેમ પતાવી નાખે છે.
શ્રી તીર્થકર ભગવંતોએ આ ધર્મક્રિયાઓના અનંતા ફળની ગેરંટી આપી છે. એ મેળવવા મન, વચન અને કાયાની વિશુદ્ધિ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. ધર્મમાં શુદ્ધ આશય, વિધિ, ઉપયોગ વગેરેનું અતિશય મહત્ત્વ વગેરે સમજાવ્યું છે, આ બધું શાસ્ત્રોથી તમે જાણો, વિચારો અને તીર્થયાત્રા વગેરે ધર્મના વધારેમાં વધારે ફળ મળે એ લક્ષ્યપૂર્વક ધર્મ કરવા સતત ઉદ્યમ કરો. જ્ઞાનીઓ જેને તુચ્છ અને દુઃખદ કહે છે એવા વિષયસુખો વગેરે માટે ઘણા સંસારી જીવો. આખી જીંદગી મહેનત કર્યા જ કરે છે. તો પછી વાસ્તવિકસુખપરંપરક ધર્મની વિશુદ્ધિ માટે તમારે શક્ય વધુમાં વધુ પુરૂષાર્થ કરવો જ જોઈએ. તેથી જ આ ત્રણે ભાગમાં સુપાત્રદાન વગેરે અંગે જે કેટલાક સૂચન કર્યા છે તે ધ્યાનથી વાંચી, સમજી વધુ સુંદર રીતે કરવાનો સંકલ્પ કરો. જે બાબતો આચરણમાં આવી શકે તેવી લાગે તે શોધતા રહી તમારા હિત માટે સંકલ્પ અને સતત પ્રયત્નો કરવા દ્વારા આચરી આત્મિક સુખશાંતિ સદા પામો એ શુભેચ્છા.
शिवं भवतु
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org