SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સુપાત્રદાન વિષે એક ખૂબ જરૂરી વાત જણાવવી છે. ભવોભવ સગતિ, સુખ અને શિવસુખ મેળવવા ભવ્ય જીવે ખૂબ ખૂબ ધર્મ મન, વચન, કાયાથી કરવો જોઈએ. વર્તમાનમાં કેટલાક શ્રાવક ખૂબ સારો ધર્મ કરે છે. છતાં પણ ઘણા શ્રાવક સંસારમાં એવા ફસાઈ ગયા છે કે ધર્મ ખાસ કરી શકતા નથી અને વિષય – કષાયમાં ખૂબ રક્ત છે. જ્ઞાનીઓ કહે છે કે શ્રેયાંસકુમારની જેમ ભાવ – ઉલ્લાસથી સુપાત્રદાન જે કરે તે પુણ્યાનુબંધી પુણ્ય વગેરે ઉપાજૅ અને સંસાર શીધ્ર તરે. તેથી વર્તમાન શ્રાવકોએ આ ખૂબ ઊંચા ધર્મ દ્વારા આત્મહિત સાધવાની સાચી ઝંખના પેદા કરવી જોઈએ. સુપાત્રદાન તો એટલો ઊંચો ધર્મ છે કે ધના સાર્થવાહ, નયસાર વગેરે ઘણાને સમ્યકત્વ વગેરે શ્રેષ્ઠ વસ્તુઓ મળી ગઈ. તમને પણ આદર - બહુમાન, ભક્તિ, વિધિથી, કાળજીથી વહોરાવવાથી ઘણા બધા લાભ જરૂર મળે જ. વળી સુપાત્રદાનનો લાભ લેવાની ઘણા શ્રાવકોને અંતરથી ઈચ્છા હોય છે એ સર્વત્ર જોવા મળે છે. વળી લગભગ બધાને ઘેર નિર્દોષ ગોચરી પણ હોય છે. આ બંને યોગ છે. હવે જો શ્રાવકો નીચેની બે બાબતોની કાળજી રાખે તો તેને સુપાત્રદાનનો લાભ જરૂર મળે અને સુખશાંતિ પણ ભવોભવ મળે. એ બે મહત્વની બાબત આ છે - (૧) સાધુને ગોચરીમાં ક્યા દોષ લાગે છે તેનું શક્ય તેટલું વધુ જ્ઞાન મેળવવું જોઈએ. જેમ સંસારપ્રેમીને મોટર ડ્રાઈવીંગ, હીરા નું એસોર્ટીગ વગેરે શીખવાનું મન થાય છે. તેમ ધર્મીએ નિર્દોષ ગોચરી કોને કહેવાય વગેરે જાણવાની ઈચ્છા પેદા કરવી જોઈએ. (૨) વહોરાવતા ખૂબ જાગૃતિ, સાવચેતી, ઉપયોગ રાખવા જોઈએ. તો હિંસા વગેરે દોષ ન થાય અને વહોરાવવાનો લાભ મળે. પૂર્વ પુણ્ય થી આગળની બે વસ્તુ હોવા છતાં જો શ્રાવક આ ૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005441
Book TitleJain Dharmni Samaj Part 01 to 03
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy