________________
સલાહ પ્રમાણે આધ્યાત્મિક ઉપાયો આદરે તો એને ઊંચા. સુખનો સાગર સાંપડે. માનવને ઘણી બાબતમાં દુઃખ તો આવે જ છે. પણ જો દુઃખ વેઠવાથી પરિણામે ઊંચા સુખ મળે તો માનવ હસતાં સહે છે. ૧૨ મા ધોરણમાં પ્રથમ આવનાર ગરીબ વિદ્યાર્થીને અમેરિકામાં પ્રખ્યાત યુનિવર્સિટીમાં ઉચ્ચ કોર્સમાં પ્રવેશ મળે તો તે રાજી રાજી થાય ! અને ભણવા લોન લેવી, અમેરિકામાં ખર્ચા ઘણા, ઘર વગેરે શોધવું, પોતાના સગા-સ્નેહીઓનો ત્યાગ કરવાનો, અજાણ્યા દેશમાં અજાણ્યા લોકો વચ્ચે રહેવાનું આવા અનેક દુઃખો સહના કરવાના. તો તે અમેરિકા જાય ? હા. જરૂર જાય. કેમ? તેને દુઃખો દેખાવા છતાં પરિણામે ઘણા સુખ દેખાય છે. તે સમજે છે કે થોડા વર્ષમાં મને ઊંચી ડીગ્રી, નોકરી, લાખો કરોડો રૂપિયા, માન-મરતબો મળશે. તેમ તમે ભગવાનના વચનો વિચારો તો તમને પણ થાય કે થોડા દુઃખો જો સહન કરી લઉં તો અનેક ભવ સુધી નિર્મળ સુખ, સદ્ગતિ વગેરે મળે. અને આ ફળમાં જો શ્રદ્ધા થઈ જાય તો તમે પણ મેઘકુમાર વગેરેની જેમ કર્મજન્ય અનેક દુ:ખ સમતાપૂર્વક સહન કરવા શક્તિ પ્રમાણે જોરદાર મહેનત કરો જ.
અનાદિકાળથી દરેક ભવમાં આપણા ઉપર દુઃખના વાવાઝોડા ફેંકાયા છે. ત્યારે મોહ અને અજ્ઞાનને વશ થઈ આપણે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જ કર્યું છે. તેથી દુઃખો જવાને બદલે નવાં નવા વધતાં જ ગયા. અનંત પુણ્યથી આપણને આ ભવે ઉમદા સુખોની ભેટ આપનારા જ્ઞાનીઓ, શાસ્ત્ર, મન વિગેરે મળ્યા છે. આ બધાની શ્રેષ્ઠતાને જ્ઞાનથી ઓળખી શ્રદ્ધાથી જ્ઞાનીઓએ કહેલ હિતના એ માર્ગે આપણે ચાલીએ. . મોહથી ઘણા જીવો આ સંસારમાં દુઃખ ન હોય, અથવા દુઃખ મામૂલી હોય તો પણ ખૂબ દુઃખી થાય છે. એડ્રેસ
(૩૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org