________________
પ્રસ્તાવના
સુપાત્રદાનથી જ્ઞાનીઓ મોક્ષ, સદ્ગતિ, સુખ-સમૃદ્ધિ વગેરે ઘણાં ફળ બતાવે છે. જીર્ણ શેઠ, કયવન્ના શેઠ, શાલિભદ્ર વગેરે અનંત જીવોને સુપાત્રદાનથી અનંત લાભ થયા પણ છે. તેથી ઘણા શ્રાવકોને સુપાત્રદાનનો લાભ લેવાની રોજ ભાવના થાય છે. છતાં ઘણી વાર અજ્ઞાનતા, અનુપયોગ વગેરે કારણે વહોરાવતા સાધુને દોષ લાગી જાય છે. તેથી
ક્યારેક સાધુ વહોરતા નથી. ભક્તોને લાભ ગુમાવ્યાનું ઘણું દુઃખ થાય છે. આ પુસ્તકમાં ગોચરી વિશે સરળ ભાષામાં સમજ આપી છે. સમજવાથી સુપાત્રદાનનો લાભ જરૂર મળશે.બીજા ભાગમાં વર્ષીતપ તથા જિનભક્તિ વિષે પણ સમજ આપી છે. આ શ્રેણીના બીજા ભાગોમાં તીર્થયાત્રા, દુ:ખમાંથી સુખ વગેરે વિષયો વાંચી ધર્મ ભાવ અને વિધિપૂર્વક કરી વિશિષ્ટ ફળ મેળવો એ શુભાશિષ. સુજ્ઞ વાચકોએ સુપાત્રદાન વિષે એટલું સમજવું જરૂરી છે કે માંદગી વગેરેમાં દોષિત ગોચરી રત્નત્રયીની આરાધના માટે સાધુને વાપરવી પડે છે. તેવા કારણે દોષિત વહોરાવવાથી બન્નેને લાભ છે. તે સિવાય સામાન્યથી સાધુને નિર્દોષ વહોરાવવાનો ઘણો લાભ છે, એમ જ્ઞાનીઓ કહે છે.
આ સમજ પુસ્તકોમાં ગોચરી વગેરે વિષયની સમજ કેટલાક સાધુ, સાધ્વી, શ્રાવકો વગેરેને ગમી. કેટલાક શ્રાવકોએ આ સમજવા જેવા અને સસ્તા પુસ્તકોની પ્રભાવના કરી. પ્રથમ ભાગની સાતમી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org