SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ તો અથવા બીજા સાધુ માટે પણ વહોરે. ક્યારેક મહેમાન સાધુ વિહાર કરતાં ઓચિંતા આવ્યા હોય તો તેમને માટે આયંબીલવાળા સાધુ ચાલુ પણ વહોરે. ઉપરાંત ત્રણે ટાઈમ બધી વિનંતી કરાય. દા.ત. ખાખરાની બપોરે અને સાંજે પણ વિનંતી કરાય. કારણ આયંબીલ, એકાસણુ, માંદગી વગેરે કારણસર કેટલાક સાધુને બપોરે, સાંજે ખાખરા વાપરવા પડતા હોય છે. દૂધ એકાસણા માટે બપોરે, બીમાર વગેરે માટે સાંજે પણ ક્યારેક વહોરતા હોય છે. નવકારશીમાં રોટલી, ભાત, શાક ની પણ વિનંતી કરાય. ક્યારેક વર્ષીતપવાળા કે તપસ્વી સાધુ અથવા પારણાવાળા સવારે ભાત વગેરે વાપરે છે. એક બહુ સમજવાની વાત છે કે પૂર્વે બપોરે બધાને સુપાત્રદાનનો લાભ મળતો. અત્યારે રહેણી-કરણી બદલાઈ ગઈ. નાના કુટુંબ વગેરે કારણે બપોરની રસોઈ ૭ થી ૩ વાગ્યા વચ્ચે ગમે ત્યારે કરતા હોય છે. સાધુ સામાન્ય રીતે ૧૧ - ૧૧ાા વાગે વહોરવા નીકળે. ત્યારે રસોઈ ન બની હોવાથી કેટલાકને લાભ મળતો નથી. ભક્તિવાળા જીવોએ કાયમ માટે સવારે ૧૧-૧૨ વાગે રસોઈ કરવાની પ્રથા રાખી હોય તો સુપાત્રદાનનો લાભ જરૂર મળે. મોડા સૂઈને મોડા ઉઠનારને ક્યારેક નવકારશીનો લાભ ન મળે. વળી સમયસર ચોવિહાર કરનારને સાંજે પણ લાભ મળે. વળી વહોરવા આવે ત્યારે દાળ વધારી ન હોય તો બાફેલી દાળ, મગ વગેરેની વિનંતી કરવી. જેથી ક્યારેક આયંબીલવાળા મહારાજ નો લાભ મળે. આયંબીલ માટે રોટલી વહોરાવતા ઉપરની ચોપડેલી રોટલી બાજુમાં કરી તેવા ઘીવાળા હાથે ન વહોરાવવી. વિશેષમાં મહાત્માને બલબન, દિવેલ વગેરે વહોરાવતાં તે વસ્તુને બદલે કાચું મીઠું, બુરૂ સાકર, ઘાસતેલ (૧૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005441
Book TitleJain Dharmni Samaj Part 01 to 03
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy