Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 34
________________ વિચાર શુભ આવશે. અશુભથી બચાશે. ભક્તિ પણ ખૂબ સારી થશે. (૫) પ્રભુજીના ગુણો, મહાનતા, સાધના વગેરે જાણી યાદ કરી ભગવાન પ્રત્યે આદર વધારવો. (૬) દર્શન વગેરે એવી રીતે કરવા જેથી બીજાઓને ભક્તિમાં ખલેલ ન થાય. દા.ત. તન્ન સામે ન ઊભા રહેતા ભાઈઓ જમણે ઉભા રહે વગેરે. બધા વિવેક જાળવવા. સ્તવન, સ્તુતિ વગેરે ધીમા અવાજે ગાવા વગેરે. (૭) ભક્તિ વિષે સૂચના વગેરે કાર્યકર્તાઓ ધીમા અવાજે કરે. દેરાસરમાં ઘાંટાઘાંટ, ક્લેશ, બીજી વાતો વગેરે ના કરાય. આ બધી બાબતમાં ઘણી બધી અવિધિ ઘણા દહેરાસરે જોવા મળે છે. તેથી સાચા ભક્ત પ્રભુભક્તિની વિધિનું જ્ઞાન મેળવી દર્શન વગેરે શક્ય એટલા વિધિપૂર્વક સારી રીતે કરવા. શ્રાવિકાઓ વચ્ચે કે જમણે ઉભા રહે, ભક્તો ધૂપ, દીપ, પૂજા વગેરે પ્રભુજીની બરાબર સામે વચ્ચોવચ્ચ કરે આ બધી અવિધિ છે. અવિધિથી પાપ બંધાય છે. જો આપણે સાચી ભક્તિ કરવી હોય તથા ભક્તિનું ફળ ઊંચુ જોઈતું હોય તો વિધિનું જ્ઞાન મેળવી, ઉપયોગ રાખી ખૂબ સારી પૂજા વગેરે કરવા. * 'જૈન ધર્મની સમજ ભાગ ૨ સંપૂર્ણ ૧ ૩૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52