Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 39
________________ ખૂબ નુકશાન થવાથી એક અમેરિકને આપઘાત કર્યો. બચી ગયો. પછી આજીવિકા માટે ચાની નાની હોટલ ઘરમાં કરી. ચા સારી આપતો. ધંધો જામતો ગયો. થોડા વર્ષ પછી એ અમેરિકામાં બહુ મોટી હોટેલનો માલિક બન્યો ! સાચો પુરૂષાર્થ કરવા માંડીએ તો દુઃખો ઘટતા જાય, આત્મિક સુખો મળતા જાય. બંધક મુનિ, દૃઢપ્રહારી વગેરે અનંત જીવોએ દુઃખને સમતાથી સહન કર્યાં તો શાશ્વત સુખો મળ્યા ! મનગમતા સુખો મેળવવા વિદ્યાર્થીઓ અભ્યાસની કડાકૂટ, સ્ત્રીઓ સાસરાના સિતમ, નોકરો શેઠના ત્રાસ વગેરે સામે ચાલી હસતા વેઠે છે. કારણકે વેઠવાથી જ ધન વગેરે સુખ મળે છે એ બધા સમજે છે. તેમ શ્રાવકોએ કર્મોદયથી આવેલા દુઃખો સમતાથી સહવા દૃઢ સંકલ્પ કરવો જરૂરી છે. કારણકે તો જ આત્મિક સુખ વગેરે મળી શકે. જેમ દિવસ પછી રાત આવે છે; વસંતૠતુ પછી પાનખર પણ આવે જ છે; તેમ સંસારમાં પણ બધાને સુખ પછી દુઃખ આવે જ છે. રાત પડતા લોકો આપઘાત કરતા નથી. કારણ બધાને ખબર છે કે ૧૦-૧૨ કલાક પછી પાછો દિવસ ઊગશે. તેમ દુઃખ આવે ત્યારે માનવે હતાશ ન થવું. કારણકે પાછો પુણ્યોદય જાગશે ત્યારે સુખ મળવાના જ છે. હવે આ દુ:ખ અને સુખ વિષે અનેક દૃષ્ટિએ વિચારણા કરીએ. આજના વિદ્વાનો પણ કહે છે કે દુઃખો આવતાં માનવ અતિ ચિંતાતુર બની જાય છે. પરંતુ દુ:ખો તો આપણને અનેક રીતે ઉપકારી છે. દુ:ખમાં જ આપણામાં રહેલી શક્તિઓને આપણે પ્રગટ કરી શકીએ છીએ. આપણા દરેકમાં શક્તિઓ તો ઓછી વત્તી રહેલી જ છે. સુખમાં તો આપણે ખૂબ આળસુ બની જઈએ છીએ. દુઃખમાં ખૂબ ટેન્શનમાં આવનારની બુદ્ધિ હતપ્રભ બને છે. તેથી દુઃખના Jain Education International ૩૭ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52