Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 42
________________ હવે દુઃખ સહવા આપણે તૈયાર થઈએ તે માટે અહીં કરેલી વિચારણા બધાએ ચિંતવવા જેવી છે. આપણને ધર્મ ગમે છે. ધર્મ કરીએ પણ છીએ. સંયમનો અભૂત પ્રભાવ પ્રભુ પાસે સાંભળી મેઘકુમારે દીક્ષા લીધી. ધર્મનો મહિમા જાણી તમે પણ શ્રાવક ધર્મ થોડો ઘણો આરાધો છો. બહુ સારી વાત છે. છતાં તકલીફ આવતા મેઘકુમારે દીક્ષા છોડવા વિચાર્યું. મોહ પરવશ દુઃખથી ભાગતા તમે પણ કદાચ મુશ્કેલી આવતા ધર્મ મૂકી દો છો ને? અહીં એ વિચારવું જોઇએ કે અનાદિથી વિષયોનો રસિયો જીવ સુખની આશાથી સંસારના ઘણા બધા કષ્ટ વેઠે જ છે. જ્યારે ધર્મમાં હજુ રસ પેદા ન થયો હોવાથી તકલીફ આવતા જ ધર્મ ત્યજી દે છે ! ધર્મના કષ્ટોને સમતાથી સહવાના રૂડાં ફળ પ્રભુએ મેઘકુમારને કહ્યાં. ચિંતનથી શ્રદ્ધા લાવી મેઘકુમારે મનને ભાવિત કરી આત્મશક્તિ સાધના માર્ગે વાપરી. તો અનંત સુખને મેળવ્યું. તમારે પણ મોહ અને ધર્મના સ્વરૂપને ઓળખી ધર્મ સાધનામાં આવતા વિપ્નોને સહવાના ઉમદા ફળ જાણી મનને સ્વહિતના માર્ગે જોડી મળેલા ધર્મને સફળ કરવો ખૂબ જરૂરી છે. મોહાધીન બનવાથી તો વળી પાછા અનંત કાળ સુધી કદાચ ભયંકર દુઃખો સહવા પડશે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવનારા બુદ્ધિશાળી સંસારમાં ઘણું કમાય છે. એવી રીતે જ્ઞાનીઓની હિતકર વાતોને ખૂબ વિચારી તમારે પણ જે દુ:ખો સુખી માનવોને પણ રીબાવે છે તે દુઃખોમાંથી પણ સુખ મેળવવાના ઉપાય શોધી કાઢવા જોઈએ. જે દુઃખ જવાના જ નથી એનાથી બીજા ઘણા દુઃખો ઊભા કરવાને બદલે તમારા જેવા બુદ્ધિશાળી માણસે જ્ઞાનદષ્ટિથી શા માટે અનેક સુખો મેળવવા ન જોઈએ ? અમેરિકાના પ્રમુખને લકવો આખા અંગે થયો. કાઢવા રોજ મથે છે. ૨ વર્ષે આંગળી હાલી. ખુશ થયા. આ અનુભવથી એમણે નીચે લખેલા સિદ્ધાંત શોધ્યા. (૪૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52