________________
કેટલાક દુઃખ જતા જ નથી. એ માણસે સહન કરવા જ પડે. રડતા વેઠવાથી ઘણા નુકશાન થાય છે. દુઃખ બહુ વધારે લાગે. બુદ્ધિ કામ ન કરે. તેથી દુઃખનો નાશ કરવાના ઉપાય માણસ વિચારી ન શકે. માત્ર રડયા કરવાથી સગાસ્નેહી કંટાળી જાય વગેરે. હવે જો માનવ દુ:ખને હસતા સહન કરવા પ્રયત્ન કરે તો દુઃખ અલ્પ લાગે, નાશના ઉપાય મળે, સ્વજનોનો સાથ મળે, ચિંતાથી થતા શારીરિક ઘણા રોગોથી બચાય, નિર્જરા થાય, પુણ્ય બંધાય. આમ ઘણા લાભ થાય. પ્રમુખે નક્કી કર્યું કે હવે હું દુઃખો હતા પ્રસન્ન રહેવા મથીશ.
બીજુ, ભયંકર દુઃખ પણ એક દિવસ જવાનું છે. તેથી આ હૈયાધારણથી નિરાશ ન થતાં ધૈર્ય કેળવી જ્ઞાનીઓની સલાહ પ્રમાણે શુભ કાર્ય વધારવા. તેના ઘણા સારા ફળ મળે છે. જૈને તો સમતા લાવવા મહેનત કરવી.
દુઃખની બાબતમાં એક ખૂબ વિચારવા જેવી વાત એ છે કે તમે પણ આ જ ભવમાં દુઃખની સામે સ્વેચ્છાએ ગયા જ છો. ગરીબ માણસ પૈસા મેળવવા નોકરી કે ધંધાના ઘણા દુઃખ વેઠે જ છે. સ્ત્રીઓ પુત્ર મેળવવા કેટલા બધા દુઃખ સ્વેચ્છાએ સ્વીકારે છે ! ૯ મહિના ગર્ભને કારણે જીવનમાં ઘણી તકલીફો સહેવી પડે છે. બાળકના જન્મ વખતે અતિ ભયંકર ત્રાસ સ્ત્રી વેઠે જ છે. આમ પુત્રપ્રાપ્તિ, પૈસા વગેરે ભાવિ સુખ પામવા સંસારમાં બધા જીવ અનેક કષ્ટો ઉઠાવે જ છે. હવે સમજવાનું એ છે કે આ ભવના ક્ષણિક સુખ માટે આખી દુનિયા અનેક દુઃખ વેઠે જ છે તો આત્માર્થી માનવે આત્મિક શાશ્વત સાચા સુખ મેળવવા કર્મોનો નાશ કરવા શું દુઃખો સમતાથી સહન ન કરવા જોઈએ? બીજી મહત્ત્વની વાત એ છે કે ખૂબ મહેનત કરવા છતાં પુણ્ય ન હોય તો સાંસારિક સુખ મળે નહીં. જ્યારે આત્મિક સાધનાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org