Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 36
________________ તેથી જ સાથે જ પોતાની બીજી નાની તકલીફોથી દુઃખી થતો નથી. સચિન ઓસ્ટ્રેલિઆ સામે બસો રન કરે ત્યારે ખૂબ ખુશ થાય છે. તે જ વખતે થાક વગેરે બીજા દુઃખ હોય તોપણ તે દુઃખને ગણકારતો નથી. એમ ધર્મીએ મોહની મંદતાથી ધર્મશ્રદ્ધા વગેરે આત્મિક ઊંચાઈ અનંત કાળે પોતાને મળી છે તેના સુંદર લાભોને સમજી ધન ઓછુ મળ્યું હોય વગેરે નગણ્ય દુઃખોથી દુ:ખી ન થવું જોઈએ. આ તત્વ વિચારણા અહીં થોડા વિસ્તારથી વિચારવી છે. સંસારમાં દુઃખોની ઝડી વરસે તે સહજ છે. કારણ પાપ ઘણાં કર્યા છે. છતાં મોહ જીવને ત્યારે વિપરિત બુદ્ધિ કરાવી માનસિક અનેકગણો દુઃખી દુઃખી કરી નાંખે છે. હવે હે જૈનો ! આપણે પૂર્વભવમાં કોઈ ઉત્તમ સાધના કરીને આ ભવમાં સર્વશ્રેષ્ઠ તીર્થકર ભગવંતોને મેળવ્યા છે. તેમની વાતો વિચારી તેમણે બતાવેલા સુખના રસ્તે ચાલીએ તો દુઃખમાં પણ આપણને જરૂરથી આત્મિક સુંદર સુખો મળે. લોકમાં ગરીબ માણસ ધનપ્રાપ્તિના ઉપાય શ્રીમંત પાસેથી જાણી તે ઉપાયોથી ધન મેળવે છે. ગરીબ માણસ શ્રીમંત બનવા ધંધો કરે છે ત્યારે અનેક મુસીબતો આવતી હોય છે. પણ ત્યારે તે સમજ અને હિંમતથી ધંધાના વિકાસ માટે ઉદ્યમ કરતો જ રહે છે અને લાખો-કરોડો રૂપિયા કમાય છે. દરેક સંસારી જીવને સમજ અને શ્રદ્ધા છે કે મુશ્કેલીઓ તો બધા જ કામમાં આવે પણ તેનો સામનો કરવો જોઈએ. ધીરૂભાઈ અંબાણીને પણ ઉદ્યોગ જમાવવામાં અનેક અડચણો આવી. તેઓ જાણતા હતા કે ભારતમાં સરકારના, અમલદારોના તથા બીજા ઘણા વિપ્નો. આવવાના છે. પણ હિંમતપૂર્વક તેનો સામનો કરતા કરતા તેઓ અબજોપતિ બની ગયા. ધર્મવિજ્ઞાન પણ આ જ તત્ત્વ સમજાવે છે કે જો સંસારી જીવ દુઃખના સમયમાં જ્ઞાનીની (૩૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52