Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 19
________________ બે બાબતમાં પ્રયત્ન ન કરે તો કેટલીક વાર સુપાત્રદાનનો લાભ મળતો નથી. તેથી તે ઉત્તમ સુશ્રાવક-સુશ્રાવિકાઓ ! આ બધી વાતના સાર રૂપે એટલું જ ધ્યાન દોરવાનું છે કે તમે ઉત્તમ છો. તમને સુપાત્રદાન જેવી ઉંચી વસ્તુના લાભના ભાવ પણ થાય છે. તો હવે સંકલ્પ કરો કે ગોચરીનું શક્ય વધુ જ્ઞાન મેળવી હું ખૂબ એલર્ટ બની સુપાત્રદાનનો લાભ લઈ શીધ્ર મોક્ષે જઈશ. સુપાત્રદાનના મેં અનુભવેલા કેટલાક પ્રસંગો જાણવા જેવા છે. (૧) મુંબઈમાં એક ભક્તિવાળા ઘરે વહોરવા ગયો. ઘરમાંથી યુવાન છોકરાની દીક્ષા થયેલી. ૧૨ સભ્યમાંથી રોજ ૧૧ જણ ઉકાળેલું પાણી પીતા હતા. આવું સુંદર ધર્મીષ્ઠ ઘર. રસોડામાં કાચા શાક વગેરે ઘણી સચિત્ત વસ્તુ જોઈ સૂચના કરી કે સચિત્તનો સંઘટ્ટો કરશો તો નહિ વહોરું. શ્રાવિકા એ કહ્યું કે ચિંતા ન કરશો. છતાં પહેલી વસ્તુ ઉપાડી વહોરાવતા વચમાં સચિત્તને અડી ગયા. વહોરવાની મેં ના પાડી. મારો અનુભવ છે કે શ્રાવિકાઓને ભક્તિભાવ ઘણો હોય છે. પરંતુ સાધુ કહે તે ધ્યાનથી સાંભળી અમલ કરવાની વૃત્તિ જોવા મળતી નથી. ઉલટું ક્યારેક યુવાન છોકરાને વહોરાવવાનું થાય છે તો જોયું છે કે એ ધ્યાનથી સાંભળી ન ઢોળાય, સચિત્તને ન અડાય વગેરે બધી કાળજી રાખે ! કારણ નવો છે. મહારાજ નહિ વહોરે તે ડર છે. જ્યારે શ્રાવિકાઓ ઢોળે, સચિતનો સંઘટ્ટો કરે વગેરે.. (૨) ભાત વહોરાવનારને અડધા કરવા સાધુ કહે છતાં મારો ઘણા ઘરે અનુભવ છે કે હાથથી ઓછા કરે. તેથી હાથ ખરડાય. ધુવે. દોષ લાગે. બધા પાછા નાંખી ફરીથી અડધા લે તો કોઈ દોષ ન લાગે. 'જૈન ધર્મની સમજ ભાગ ૧ સંપૂર્ણ સમજ F3. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52