Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 24
________________ આજથી શરૂ કરો. ધીરે ધીરે એકાગ્રતા આવશે તથા પ્રસન્નતા મળશે. ઘણા લાભ થશે. ગણતાં પૂર્વે નવકારનો પ્રભાવ વિચારી, શ્રધ્ધાથી સંકલ્પ કરવો કે હું આ માળા ખૂબ સારી રીતે ગણીશ. બીજા વિચારો નહીં કરું વગેરે... પછી લખેલો નવકાર સામે રાખી વાંચવાપૂર્વક બોલીને ગણવો. વાંચવા, બોલવાથી મન બીજા વિચારો ન કરે. લખેલ સામે રાખી, બાળક વાંચે તેમ તે જોઈ જોઈ વાંચી વાંચી બોલતા નવકારવાળી ગણવી. ઉંધો નવકાર ગણવાથી તથા અનાનુપૂર્વીથી પણ એકાગ્રતા વધે છે. ગણતાં તેના સામાન્ય અર્થમાં ઉપયોગ રાખવો. દા.ત. અનંત અરિહંતોને આમાં નમસ્કાર છે. મનને સમજાવવું કે માત્ર પ્રથમ નવકાર હું એકાગ્રતાથી ગણીશ. બીજા વિચાર રોકીશ. આવા સંકલ્પ અને મહેનતથી વિચારો દૂર થાય છે. પછી બીજા નવકારમાં પણ એકાગ્રતા લાવવી. લક્ષ્યથી લીનતા આવતી જાય છે. માળા ગણતાં સામે લખેલ નવકાર, પ્રભુનો ફોટો વગેરે શ્રેષ્ઠ આલંબન રાખવા. નવકારવાળી ગણતી વખતે ડાફોળિયાં ન મારવા. વિક્ષેપ સ્થળોથી દૂર એકાંત સ્થળે માળા ગણવી. વળી મનને સમજાવવું કે ભલે વાર લાગે, મારે મનની વિશુદ્ધિપૂર્વક માળા ગણાવી છે. વધુ ગણવાના લોભથી વાતો થતી હોય, વિષય કષાયના સ્થળ હોય, ત્યાં ગણવાથી, અશુભ નિમિત્તને કારણે મનની શુદ્ધી રહેતી નથી. વળી મન શાંત, શુભ, સમભાવવાનું હોય, પ્રસન્ન હોય તેવા સમયે ગણવી. દેરાસર, પવિત્ર રૂમ વગેરે ધર્મસ્થળે ગણવી. દ્રવ્ય, ક્ષેત્ર વગેરે અનુકૂળ ન મળે તે પણ આ અતિ પવિત્ર મંત્રને શ્રદ્ધા અને ભાવપૂર્વક ગણે તો જરૂર લાભ થાય છે. એકાગ્રતા વગેરે લાવવાના પ્રયાસ કરવા. સુખાસન વગેરે કોઈ આસને ગણવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52