Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 29
________________ ઈચ્છાવાળાએ નીચે પ્રમાણે મહેનત કરવી? પ્રથમ તો પ્રતિક્રમણ પૂર્વે પ્રતિક્રમણથી થતા અનેક લાભ યાદ કરવા. પછી શક્ય સારું કરવા મનને ઉત્સાહિત કરવું. બધા માટે આચરણમાં આવી શકે એવી સહેલી બાબત એ છે કે વિધિ મુજબ ઊભા ઊભા કરવું. હાથ બરાબર જોડવા. વાંદણા બરોબર આપવા. કાઉસ્સગમાં સ્થિરતા લાવવી. વંદિત્તા વગેરેમાં બરોબર મુદ્રા કરવી. આ બધી વિધિનું જ્ઞાન મેળવી ઉપયોગ રાખી બરોબર કરવું. કાયાથી વિધિપૂર્વક કરવાથી પણ ઘણું પુણ્ય, વચન-મનની શુદ્ધિ થાય છે વગેરે ઘણો બધો લાભ થાય છે. એમ વચન અને મનની પણ શદ્ધિનું લક્ષ્ય રાખી એ બંને શુદ્ધિ પામવા ઉદ્યમ કરવો જોઈએ. જો પ્રતિક્રમણ કરવાના આવા સુંદર ભાવ તમને થાય છે તો પછી શક્ય વધુ સારું કરવા મનને કેમ ન કેળવવું? કેટલાકને આ વધુ મુશ્કેલ લાગે છે. પણ એસ.એસ.સી. વગેરે પરીક્ષામાં કરોડો વિદ્યાર્થીઓ જો ૩-૩ કલાક ઘણી એકાગ્રતાથી લખી શકે છે તો પછી અનંત ફળ આપનારી આવી ભગવાને કહેલી ઉત્તમ ધર્મક્રિયા તમારા જેવા મોક્ષાર્થી ખૂબ સારી કેમ ન કરી શકે? જરૂર તમે કરી શકો. માત્ર વિધિનું જ્ઞાન અને લાભ વિચારી સંકલ્પપૂર્વકની જાગૃતિ પેદા કરો તો ચોક્કસ ઘણું સારું થશે.બધા શ્રાવકો સંવત્સરી પ્રતિક્રમણ કરે જ છે. ઘણા પર્યુષણ વગેરેમાં પ્રતિક્રમણ કરે જ છે. તો હે ઉત્તમ શ્રાવકો ! તમે બધા એક દઢ નિશ્ચય કરો કે રોજ પ્રતિક્રમણ કરશે અને તે પણ ખૂબ સજાગ બની શક્ય વધુ સારું જ કરશે. - વર્ષીતપ ] આ પવિત્ર શબ્દ સાંભળતા જ આપણને પરમાત્મા બાષભદેવ તથા શ્રેયાંસકુમાર યાદ આવી જાય છે. ભગવાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52