Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 28
________________ નાશ કરવાનું જબ્બર સામર્થ્ય છે. તેથી દરેક શ્રાવકે અવશ્ય કરવું. પ્રતિક્રમણ કરવાથી જ આવશ્યકની આરાધના કરવાનો લાભ મળે છે. આત્માર્થી દરેક શ્રાવકે અનુકૂળતા કરીને રોજ બન્ને પ્રતિક્રમણ કરવા જરૂરી છે. આવા શ્રેષ્ઠ પ્રતિક્રમણ કેવી રીતે કરવા એ બાબત પર મારે તમારું ધ્યાન દોરવું છે. કેટલાક ઉત્તમ શ્રાવકો પ્રતિક્રમણ રોજ કરે છે. છતાં ખેદની વાત છે કે ઘણા શ્રાવકો પ્રતિક્રમણના અનંત લાભથી વંચિત રહે છે. ધર્મપ્રેમી પણ આ શ્રાવકો પ્રતિક્રમણ કરતાં બોલાતા પવિત્ર સૂત્રોમાં ઉપયોગ રાખતા નથી. તેથી સાંસારિક વગેરે વિચારો તેમના મનમાં ઘૂસી જાય છે. વળી આવી હિતકર ક્રિયા કરતાં પણ અવિધિ ઘણી કરે છે. વંદિત્ત જેવું સૂત્ર બોલાતું હોય ત્યારે હાથ પણ ન જોડે, ગમે તેમ બેસે. આમ લગભગ આખા પ્રતિક્રમણમાં ઘણા શ્રાવકો વિધિ સાચવતા નથી. આખા પ્રતિક્રમણમાં માત્ર એકવાર વિધિ કરે. “આયરિય ઉવઝાએ' સૂત્ર બોલાય ત્યારે જ બધા હાથ જોડે. બાકી કાઉસ્સગ્નમાં પણ કેટલાક ઘણું બધું હલનચલન કરે છે. કાઉસ્સગમાં તો સ્થિર રહેવું જોઈએ. તેથી અનંત કર્મ ખપે. પ્રતિક્રમણ કરનારા ઉત્તમ શ્રાવકોને આ વિચારણા કરવાથી પ્રતિક્રમણ ખૂબ સારું કરવાના ભાવ થશે. હીરાનું પેકેટ વેચતાં પાંચ હજાર રૂપિયાનો નફો કમાનાર જ્યારે સાંભળે કે આ જ માલ વેચી કાન્તીભાઈને ૫૦ હજાર રૂપિયા મળ્યા તો તેને દુઃખ થશે કે મેં ૪૫ હજાર રૂપિયા ખોયા. એમ ધર્મીએ વિચારવું કે આ પ્રતિક્રમણથી મને ખૂબ લાભ થઈ શકત. પણ મેં ગમે તેમ પ્રતિક્રમણ કરી નાખ્યું. તેથી બહુ અલ્પ લાભ જ મળશે. માટે હવેથી હું સંકલ્પ કરી ખંતથી ખૂબ સારું પ્રતિક્રમણ કરવા જાગૃતિ રાખીશ. આવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52