Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 26
________________ વધુ કરવા. કેટલાક ધમ રોજ કે અનુકુળતાએ સામાયિક કરે છે. તેઓનું મારે ખાસ એ ધ્યાન દોરવું છે કે તમે સામાયિક જેવું શ્રેષ્ઠ કામ કરો જ છો તો શક્ય એટલું સારુ કરવા લક્ષ્ય રાખો. મહિલા મંડળો પણ વારંવાર સમૂહમાં સામાયિક કરે છે. છેવટે દરેક શ્રાવક પર્યુષણમાં અને સંવત્સરીએ પ્રતિક્રમણ કરતાં પણ સામાયિક કરે છે. નીચેની વાતો ધ્યાનથી વાંચી, વિચારી શક્ય તેટલું વધુ સારું સામાયિક કરશો. સચિન ખૂબ સાવચેતીથી બેટીંગ કરે છે તો સેગ્યુરી મારે છે. ભારતને જીતાડે છે. તેમ તમે શ્રાવકો સારી રીતે સામાયિક કરશો તો અનેક ભવમાં ઘણા સુખો વગેરે મળશે તથા આત્માને મોહ રાજા સામે વિજય મળશે. સામાયિક કરવાનું મુખ્ય ફળ શુભ ભાવ પામવા અને વધારવા એ છે. તેથી જે આરાધનાથી અધ્યવસાય પવિત્ર બને એ આરાધના સામાયિકમાં કરવી. ઘણા બધાને પુસ્તક વાંચનથી પરિણામ શુભ બને છે. ધાર્મિક પુસ્તકો વાંચવાથી એકાગ્રતા, પ્રસન્નતા, જ્ઞાન-પ્રાપ્તિ, ધર્મવૃદ્ધિ, ધર્મક્રિયાઓમાં વિશુદ્ધિ વગેરે ઘણા લાભ થાય છે. તેથી સામાયિકમાં તથા સમય મળે ત્યારે ધાર્મિક વાંચન, પ્રવચન શ્રવણ, તત્વો ચિંતન વગેરે ખાસ કરવા જોઈએ. ઘણા માળા ગણે છે પણ તેમાં ઘણાને અશુભ વિચારો આવે છે. તેથી ફળમાં વધુ લાભ મેળવવા જેઓને ધર્મવાંચનથી લેણ્યા શુભ થતી હોય તેઓએ શક્ય વધુ વાંચન કરવું જોઈએ. વાંચનનું વધુ ફળ મેળવવા જે લખાણ આત્મશુદ્ધિ વધારતું હોય તે ખાસ નોટમાં નોંધી રોજ વાંચવું. તેના પર ચિંતન કરવું. તેમાંથી શક્તિ પ્રમાણે આચરણમાં લાવવું. વાંચન વિષે વિશેષ વાતો અવસરે કરીશ. માળા જ ગણવી હોય તેમણે નવકારવાળી શક્ય વધુ સારી રીતે ગણાય તે સંકલ્પ કરી પ્રયત્ન કરવો.નવકારવાળીના આગળના લેખમાં આ અંગે મેં કેટલીક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52