Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 30
________________ પ્રત્યેની ભક્તિથી ઘણા ધર્મપ્રેમી શ્રાવકો વર્ષીતપની આરાધના કરે છે. આ કઠિન અને લાંબો તપ છે. આ સુંદર આરાધના કરવાનો ભાવ જાગે તથા જેઓ કરે તેને બળ મળે તથા વર્ષીતપથી ઘણાં લાભ મેળવે એ માટે કેટલાક મહત્ત્વના સૂચનો જણાવું છું. તમે ધ્યાનથી વાંચી શક્ય સાધના જરૂર કરશો. - જ્ઞાનીઓ ફરમાવે છે કે અનંત પુણ્ય મળેલા ધર્મને સારી રીતે આરાધે તેને અનંત લાભ થાય. વર્તમાન વિલાસી વાતાવરણમાં દાન, શીલ વગેરે ધર્મ ઘણાં જીવો કરતા નથી. છતાં જો તપની આરાધના જીવ કરે તો લબ્ધિઓની પ્રાપ્તિ વગેરે અનેક ફળની સાથે અનંત કર્મોનો નાશ પણ થાય. તપ કર્યા વિના ઘણો કર્મ-નાશ શક્ય નથી. તેથી અઠ્ઠમ વગેરે તપ જેઓએ એક વાર પણ કર્યો છે તે જીવો પોતાને મળેલી આ અદ્ભુત શક્તિનો સદુપયોગ કર્મનાશ માટે કરે તો આત્માનું ખૂબ હિત થાય. તમે શાંતિથી વિચારો કે આજે તો હજારો જૈનો વર્ષીતપ ખૂબ સારી રીતે પૂર્ણ કરે છે. બાળકો, યુવાનો, સાંસારિક અનેક જવાબદારીમાં ફસાયેલા પણ આ તપ કરી શકે છે. કેટલાક ભાગ્યશાળીને ૫-૨૫ દિવસ શરૂઆતમાં તકલીફ લાગે છે. પરંતુ પછી તો વર્ષીતપ રંગે ચંગે ક્યાં પૂરો થઈ ગયો તે ખબર પણ પડતી નથી !! તાત્પર્ય એ છે કે તમે પણ હિંમતથી આ તપ શરૂ કરશો તો ચોક્કસ હસતા રમતાં પાર ઉતરી જશો. ડરવાની જરૂર નથી. મહત્વની વાત એ છે કે જીંદગીમાં આવી એક બહુ ઊંચી આરાધના થઈ જાય તો એનો અનેરો આનંદ અનુભવશો. વળી કર્યા પછી એની વારંવાર યાદ આવશે અને મૃત્યુ વખતે પણ એનો એક આનંદ હશે, જેથી સદ્ગતિ અને સુખશાંતિ વગેરે ઘણું મળશે. ઉપરાંતમાં આ તપ થઈ જાય તો જીવની હિંમત ને ભાવ વધી જાય. પછી તો વીશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52