Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 31
________________ સ્થાનક, વર્ધમાન આયંબિલ ઓળી વગેરે ઘણા તપ કરવાના ભાવ જાગશે ! સાથે જ વર્ષીતપની સાથે-સાથે ખૂબ લાભદાયી કાઉસ્સગ્ગ, ખમાસમણા, પ્રતિક્રમણ વગેરે બીજા ઘણા ધર્મની આરાધના થાય છે. પુણ્ય વગેરે ખૂબ મળે છે. વળી રાત્રિભોજન, અભક્ષ્ય, અનંતકાય વગેરે ઘણા પાપોથી તમે વર્ષીતપને કારણે બચી જશો ! આ વર્ષીતપની શ્રેષ્ઠતા વિચારી નીચેના સૂચનો ખાસ ધ્યાનમાં લેશો તો તમે વર્ષીતપ ખૂબ સારી રીતે કરી શકશો. (૧) વર્ષીતપનો તપ અને બધી ક્રિયાઓ ખૂબ પવિત્ર છે. તેથી તમે હૃદયના સાચા ભાવથી, વિધિપૂર્વક, તલ્લીનતાથી, શાંતિથી કરો જેથી લાભ અનંત ગણો વધી જાય. (૨) નવકારવાળી ૨૦ એકાગ્રતાપૂર્વક ગણશો તો તેના પ્રભાવથી કઠિન તપ સહેલાઈથી પૂર્ણ થશે. (૩) આ તપ દરમ્યાન સાંસારિક મરજીયાત પ્રવૃત્તિઓ, કામ, મોજશોખ શક્ય એટલા ઓછા કરો. (૪) જીભનો વિજય મેળવી તમારી પ્રકૃતિને પ્રતિકૂળ ખાન-પાન ત્યજી દો. ૫) જિનપૂજા, વ્યાખ્યાન શ્રવણ વગેરે શ્રાવકના બધા ધર્મકાર્યો જરૂર કરવા. (૬) “ગૌમુખ યક્ષ ચકેશ્વરી દેવીને પ્રણામ” એ એક માળા રોજ ગણવી. જેથી વિઘ્નો દૂર થાય અને દેવી સહાય મળે. (૭) ખાસ તો આ સુંદર તપ સારામાં સારો થાય એ ધ્યેય નક્કી કરી સંસારના વ્યવહારો ગોઠવવા. - એક વાતની પૂરી શ્રદ્ધા રાખવી કે ધ્યાન, જાપથી અનંત હિત થાય છે. હવે જ્યારે તમે આવો સુંદર તપ કરી રહ્યા છો ત્યારે મન, વચન, કાયાની પવિત્રતા ઘણી વધારી શકો છો. આ સાથે ધ્યાન, જાપ એકાગ્રતાથી કરો તો આત્મા ઘણો ઘણો પવિત્ર બને. તેથી નિશ્ચય કરવો કે વર્ષીતપમાં સમય કાઢી રોજ એકાંતમાં ધ્યાનમાં લીન બનીશ. કુટુંબમાં અને પડોશમાં બધા સાથે હળી મળીને રહેવું જેથી મન શાંત, પ્રસન્ન રહેવાથી વર્ષીતપ સારો થાય અને બીજા (૨૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52