________________
વાતો જણાવી છે. તે વિચારી શ્રેષ્ઠ રીતે ગણવી. તે સિવાય સામાયિકમાં કાઉસ્સગ્ગ, ધ્યાન, મનન, સ્તવન – સજઝાયો ગોખવા, પંચ-પ્રતિક્રમણ વગેરે સૂત્રો ગોખવા, ભણેલાનું પુનરાવર્તન કરવું, શાસ્ત્ર-ચિંતન કરવું વગેરે પણ કરી શકાય છે. સામાયિક વિષે નીચેના કેટલાક મુદ્દા વાંચી વધુમાં વધુ સારૂ કરવા સંકલ્પ કરી ઉદ્યમ કરવો.
- સામાયિકમાં સમિતિ-ગુપ્તિ બધી પાળવી. હરવું-ફરવું, ગપ્પાં મારવા, ઊંઘવું, ડાફોળિયા મારવા (નિષ્ક્રિય રહેવું), બીજાઓની સંસારક્રિયા વગેરેમાં રસ વધારવો, સંસાર કાર્ય કરવા, દા.ત. રસોઈની ચિંતા કરવી, ધ્યાન રાખવું વગેરે કામ ન કરવા જોઈએ. સામાયિકમાં ચરવળો વગેરે અવશ્ય રાખવા. કટાસણું પાથરતાં જગ્યાનું પડિલેહણ, પ્રમાર્જના. વ્યવસ્થિત કરવી. જલદી પૂરું કરવાની ચિંતાથી વારંવાર ઘડિયાળ જોવી એ ખોટું છે. તમે ધર્મક્રિયા કરો છો તો ઉત્તમ ભાવથી આત્મનિર્મળતા વધતી જાય એવો ઉદ્યમ કરવો.
( પ્રતિક્રમણ ] - શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રતિક્રમણનું અનંત ફળા બતાવ્યું છે. પહેલા-છેલ્લા ભગવાનના બધા ગણધર ભગવંતો, સાધુ-સાધ્વી ખૂબ ઉત્તમ આત્માઓ હોય છે. છતાં કાળ વગેરે કેટલાક દોષને કારણે એમને સંયમમાં દોષો લાગવાની સંભાવના છે. તેથી જ પ્રભુની આજ્ઞા છે કે તેઓને પોતાનો કોઈ દોષ ન દેખાય તો પણ ૨ વાર રોજ પ્રતિક્રમણ કરવું અને એ બધા મહાપુરૂષો પણ પ્રતિક્રમણ કરતાં. આ હકીકતનું ચિંતન કરવા જેવું છે. ભગવાને કેવળજ્ઞાનથી પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓમાં એ પ્રચંડ તાકાત જોઈ કે જાણતાંઅજાણતાં જે દોષ લાગ્યા હોય તે સર્વનો તે નાશ કરે છે. આગળ વધી સંવત્સરી પ્રતિક્રમણમાં આખા વર્ષના પાપોનો.
(૨૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org