________________
તીર્થયાત્રા
શ્રી તીર્થંકર દેવો ભવ્ય જીવોને ઉપદેશ આપે છે કે તીર્થો ખૂબ પવિત્ર હોય છે. ત્યાં તીર્થંકરો, મુનિરાજો વગેરે ઉત્તમ જીવો આવી ભક્તિભાવથી ખૂબ ધર્મ-આરાધના કરે છે. તેથી ત્યાંનું વાતાવરણ અતિશય પવિત્ર બની જાય છે. ત્યાં જવાથી ધર્મપ્રેમી જીવોને ઘણા પવિત્ર પરિણામ પેદા થાય છે. તેથી તીર્થયાત્રાથી મોક્ષ, ચારિત્ર, સમ્યફત્વ, તપ વગેરે ઘણાં સુંદર ફળો મળે છે. તેથી સાધુએ પણ સંયમમાં દોષ ન લાગતો હોય તો વિહારમાં આવતા તીર્થોની યાત્રા કરવી જ જોઈએ. શ્રાવકે તો વારંવાર અથવા ઓછામાં ઓછી વર્ષમાં ૧ વાર તો તીર્થયાત્રા કરવી જોઈએ.
જેમ સંસારી જીવ હવાખાવાના સ્થળ વગેરે મનોરંજનના સ્થાને જાય ત્યારે દુઃખ, ટેન્શન, ગૃહકાર્યો ભૂલી જાય છે અને આનંદ આનંદ પામે છે, તેમ તીર્થસ્થળે જૈનો સંસાર, સંસારકાર્યો, વિષય-કષાય વગેરે ભૂલી જાય છે અને ભક્તિ, દાન, શીલ, તપ વગેરે શુભ ભાવોથી અદ્ભુત આનંદ મેળવે છે. પૂજ્ય આચાર્યશ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. ને સિધ્ધગિરિ ગયા ત્યારે કિશોર વયે પ્રવ્રજ્યાની પ્રેરણા મળી હતી !! આજે ઘણા બધા તીર્થયાત્રા કરે છે. હે ઉત્તમ સુશ્રાવકો ! તમે નીચેની વાતો ધ્યાનપૂર્વક વાંચી તમારૂં હિત વિચારશો તો યાત્રા સાચી થશે.
તીર્થો આત્માના અનંત સુખ-શાંતિ પામવાના પવિત્ર સ્થળો છે. તેથી શ્રાવકો મુખ્ય લક્ષ્ય પુણ્ય, ધર્મ વગેરેનું રાખે તો યાત્રા શાસ્ત્ર મુજબની થાય. ઘણાં અણસમજુ શ્રાવકો યાત્રા વખતે પણ તુચ્છ મનોરંજન ઈચ્છે છે. તેથી ધર્મ બાજુએ રહી જાય છે, અને આશાતના, પાપ વગેરે થઈ જાય છે. યાત્રામાં પણ ઘણાં રાત્રિભોજન, અભક્ષ્ય ભોજન,
Jain Education International
૧૯
For Personal & Private Use Only
www.jainelibrary.org