Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 20
________________ ' જૈન ધર્મની સમજ ( ભાગ ૨ ) રાધના વિષય: તીર્થયાત્રા, નવકારવાળી, સામાયિક, પ્રતિક્રમણ, વર્ષીતપ, જિનભક્તિ પ્રસ્તાવના શ્રાવકો તીર્થયાત્રા અવાર નવાર કરે જ છે. તેના લાભ ઘણા છે. પરંતુ અજ્ઞાનતા વગેરે કારણે જૈનો માત્ર મામૂલી ફળ મેળવે છે. ક્યારેક આશાતનાથી પાપબંધ થાય છે. કેવી રીતે યાત્રા વધુ સારી કરી યાત્રાના અનેકગણા ઉમદા ફળ મેળવવા તે ધ્યાનર્થી અહીં વાંચી ભાવ સહિત યાત્રા કરો એ શુભેચ્છા. નવકારવાળી પણ ઘણાં રોજ ગણે છે. તેનો મહિમા વગેરે ઘણી વાતોનું વ્યવસ્થિત જ્ઞાન ન હોવાથી ઘણા જૈન આ પવિત્ર સાધના કરવા છતાં તેના અનેક લાભથી વંચિત રહે છે. અહીં શાશ્વત મંત્રાધિરાજની વાતો વાંચી, સમજી તેની શાસ્ત્રીય સાધના કરો. - સામાયિક ઘણાં કરતા નથી. કરનારા કેટલાક આવી શ્રેષ્ઠ આરાધના કરવા છતાં વિશેષ ફળ ગુમાવી દે છે. સામાયિક કરો જ છો તો આ વાંચી જ્ઞાનીઓની સલાહ મુજબ પુણિયાની જેમ સામાયિક કરી સમતા વગેરે અભૂત લાભ મેળવો. પ્રતિક્રમણની જબ્બર તાકાત સર્વજ્ઞ ભગવંતોએ બતાવી છે. કેટલાક પ્રતિક્રમણ વર્ષોથી રોજ કરવા છતાં વેઠની જેમ પૂરું કરી નાંખી ઘણા લાભ ગુમાવી દે છે. માત્ર થોડો પુરૂષાર્થ, ઉપયોગ વગેરે કેમ વધારવા એ વગેરે સૂચનો આમાં વાંચી દઢ સંકલ્પપૂર્વક મનને મનાવી પ્રતિક્રમણ ખૂબ સુંદર રીતે કરો. વર્ષીતપ અને પ્રભુભક્તિ પણ ઉલ્લાસથી વિધિપૂર્વક કરી આત્મહિત સાધો એ શુભાશિષ. લિ. પં. ભદ્રેશ્વરવિજય. (૧૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52