Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 17
________________ વગેરે ભૂલથી વહોરાવી દે છે. દિવેલને સ્થાને ઘાસતેલ, સૂંઠને બદલે પીપરીમૂળ, સાકરની જગ્યાએ કપૂરની ગોટી વગેરે વહોરાવી હોય એવા પ્રસંગો મેં પણ અનુભવ્યા છે. તાત્પર્ય એ છે કે ચોકસાઈ કર્યા વિના ઉતાવળે વહોરાવતા આવું બનતું હોય છે. ઉકાળેલા પાણીને બદલે કાચું પાણી પણ ભૂલથી વહોરાવી દે છે. તેથી ક્યારેક શ્રાવકોને મોટો દોષ લાગી જાય. માટે પાકી તપાસ કરી, સૂંઘી, પૂછી, ચાખી પછી જ વહોરાવવું. વહોરાવતા ઔષધ વગેરે ખપ હોય તો લાભ આપો એમ વિનંતી ભાવિક શ્રાવક કરી શકે. ક્યારેક લાભ પણ મળે. વિશેષમાં પર ગામ જતા યાત્રા-પ્રવાસ વિગેરેમાં સાધુને જુવો તો મોટર રોકો, કામકાજ પૂછો, વહોરવાની વિનંતી કરો તો ક્યારેક બહુ મોટો લાભ મળે છે. એક બનેલો પ્રસંગ - વિહારમાં ઘડો ફૂટ્યો. ગરમી ખૂબ. સાંજનો વિહાર. બાલ મુનિને અસહ્ય તરસ લાગેલી. પાણી પાણી કરતા હતા. ભક્તિવાળાએ યાત્રામાં જતાં માર્ગમાં સાધુ જોઈ વંદન કરવા ગાડી રોકી. આચાર્યશ્રીએ કહ્યું કે બાલ સાધુને ઘણી તૃષા લાગી છે. પાણીનો ખપ છે. તરત શ્રાવકે વિનંતી કરી ? લાભ આપો. શ્રાવકની મોટરમાં જ ઊકાળેલું પાણી હતું. લાભ મળવાથી એ શ્રાવક ખૂબ રાજી થયા. એવી રીતે બીજા પણ મોટા લાભ મળી જાય. વાહનની મુસાફરી વધવાથી સાધુને વિહારમાં માઈલો સુધી પગે ચાલનારા મળતા નથી. ભક્ત ગાડી રોકી પૂછે તો ક્યારેક સાધ્વી પાછળ મવાલી પડ્યા હોય તો પૂજ્ય સાધ્વીજી વગેરેને બચાવવા દ્વારા સંયમ-રક્ષા વગેરેનો અનંત લાભ મળે. અજૈન ગામોનાં વિહારમાં ક્યારેક ગોચરી વહોરાવવાનો અનંત લાભ પણ. મળી જાય. ભૂલા પડેલા સાધુને રસ્તો બતાવવા વગેરેનું મોટુ પુણ્ય પણ ક્યારેક મળે. તેથી સાધુની ભક્તિભાવવાળા શ્રાવકોએ આ બધી વાતો પણ લક્ષમાં લેવા જેવી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52