Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 14
________________ રીતે સગવડતા અને ઈચ્છા હોય તો વંદન કરી કે વહોરાવતા વિનંતી કરી શકાય કે સાધર્મિક આવે તો ભક્તિનો લાભ આપશોજી. તો દીક્ષાર્થી, બહારગામના શ્રાવક વગેરેનો લાભ મળી જાય !!! (શ) સાધુ પૂછે છતાં દોષિત વસ્તુ વગેરેને જાણવા છતાં લાભ લેવા નિર્દોષ તરીકે જૂઠુ બોલે તેને અતિચાર, દોષ, સદ્ગતિનો અલ્પ આયુષ્યબંધ વગેરે નુકશાન થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેથી સત્ય કહેવું જોઈએ. અને જાણીને વિના કારણે દોષિત રસોઈ વગેરે ન કરવા જોઈએ. આવી બીજી અનેક બાબતોનું જ્ઞાન શાસ્ત્રોમાંથી તથા પૂજ્ય સાધુ ભગવંતો પાસેથી મેળવી લેવું. મહત્ત્વની વાત એ છે કે અતિશય પુણ્યોદયે આંગણે સાધુ પધારે તો શ્રાવકોને શો વિચાર આવે? એ જ કે મોક્ષ મારી પાસે આવ્યો છે. હવે તો ખૂબ કાળજીથી વહોરાવીશ, તો સુપાત્રદાનનો મહાન લાભ મળે. પરંતુ કેટલાક ઉપયોગ રાખતા નથી. તેથી ઘણી વાર દોષ પેદા થઈ જાય છે. અને ધર્મી શ્રાવક સુપાત્રદાનના લાભથી વંચિત રહે છે !!! જેમ મૂરતિયો આવે ત્યારે કન્યા સજી-ધજી ને હાજર થઈ જાય છે અને ખૂબ કાળજીથી એવી મહેનત કરે છે કે છોકરો તેને પસંદ કરે. બસ ! મોક્ષાર્થી શ્રાવક પણ સુપાત્રદાનનો અનંત લાભ લેવા ખૂબ ધ્યાન રાખી પૂરતા પ્રયત્ન કરે. અને અવશ્ય વહોરાવવાનો લાભ મેળવે. આજે ઘણા બધા શ્રાવકને સુપાત્રદાનની તક તો મળે છે. પણ ઘણા મહાત્માને એવા અનુભવ થાય છે કે વહોરાવતા શ્રાવકો અજ્ઞાન, અનુપયોગ, પ્રમાદ એવો કરે છે કે વહોરવામાં સાધુને દોષ લાગે. શ્રાવકો ઘણી ભૂલ કરી બેસે છે. અને સાધુ પાછા ચાલ્યા જાય છે. Jain Education International ૧૨ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52