Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 13
________________ ભક્તિવાળાએ રસોઈ વધેલી ફ્રીજમાં ન મૂકવી, તો લાભા મળે. (ર) ઉકાળેલુ પાણી વધેલુ વહેલુ ફેંકી દેવાથી ક્યારેક પછી સાધુને પાણીની જરૂર પડે તો લાભ જાય. તેથી સમય સુધી પાણી રાખવું. વિહારના ગામવાળાઓએ તથા પાણી પીવાવાળા. ઘર થોડા હોય તે બધાએ તો વિવેક વાપરી ઉકાળેલુ પાણી કાળ સુધી રાખવું. વૃદ્ધ સાધુ અમને સલાહ આપતા કે સાધુએ પાણી સૂર્યાસ્ત સુધી રાખવું. ઓચિંતા વિહાર કરી સાધુ પધારે તો મોટો લાભ ક્યારેક મળી જાય. (લ) વધુ લાભની ભાવનાવાળા સાધુને પાત્રા, કપડા, પેના વિગેરે, દવા, મકાન (ઉતરવા માટે) કામસેવા વગેરે જે શક્તિ, ભાવના હોય તે બધી વસ્તુની, વહોરાવતા કે ઉપાશ્રયે વિનંતી કરે. નવ તત્ત્વ વગેરે ભણેલા શ્રાવક, બાલ મુનિ વગેરેને ભક્તિથી ભણાવવાનો લાભ લઈ શકે. પુત્ર, પુત્રી ગુરુને વહોરાવે. (વ) ઉકાળેલા પાણીવાળા, વર્ષીતપ વગેરે તપસ્વી બેસણા વખતે અથવા ચોવિહાર કરવાવાળા વંદન કરીને કે બપોરે કે સવારે વહોરાવતા વિનંતી કરે તો પાણી, ગોચરી વગેરેનો સુંદર લાભ મળી જાય. સાધુ-સાધ્વી વર્ષીતપ, એકાંતરે ૫૦૦ આયંબિલ વગેરે કરતા હોય તેમનો નિર્દોષ ને મોટો લાભ મળી જાય !!! તમે તો બેસણા વગેરે માટે રસોઈ કરવાના જ છો. છતાં વિનંતી ન કરો તો સાધુનો લાભ ન મળે. ચોવિહારવાળા ઘર આજના કાળમાં બહુ થોડા હોય છે. તેથી ભક્તિવાળાએ ખાસ વિનંતી કરવી જોઈએ, વળી ખૂબા ભાવવાળાએ ખાસ વિનંતી કરવી કે કંઈપણ ક્યારે પણ ખપ હોય તો લાભ આપશો. તો તમારી વિશિષ્ટ ભાવભક્તિ જોઈ સાધુ વિશેષ ખપ પડે ત્યારે તમને લાભ આપે. એવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52