Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 11
________________ (ઠ) બને તો વહોરાવવાના પાતરા મૂકવા સુકી થાળી આગળ મૂકવી. જેથી વહોરાવતાં કદાચ જરાક ઢોળાય તો થાળીમાં પડે. પછી તે થાળી.જમવામાં વાપરવાથી સાધુને નિમિત્તે વિરાધના થાય નહીં. (ડ) ખાખરા વગેરે વહોરાવવા ટુકડા કરતા ખૂબ કાળજી રાખવી કે જમીન પર ઢોળાય નહીં. ઢાંકણામાં અથવા થાળીમાં ટુકડા કરવા. (ણ) વહોરાવતાં તપેલી ઉપરના ઢાંકણા ઉપાડી કાચા પાણી વગેરે પર મૂકવા નહીં. (ત) એંઠા હાથે ન વહોરાવાય. એંઠી વસ્તુ ન વહોરાવાય. (થ) બાળકો વગેરે એંઠા હાથે તપેલીમાંથી જમવા ન લે એ સંસ્કાર આપવા. એઠામાં અસંખ્ય જીવ પેદા થાય. (દ) દાળ વગેરે સંપૂર્ણ ન વહોરાવાય. થોડીક રાખવી જોઈએ. નહીં તો વહોરાવ્યા પછી તે તપેલી ધોવા મૂકો. તેથી દોષ સાધુને લાગે. (ધ) ઉકાળેલું પાણી વહોરાવતાં પણ વિશેષ કાળજી રાખવી. પાણી ઠર્યું છે તે જોવા આંગળી પાણીમાં ન નંખાય. નાંખો તો નખનો મેલ વગેરે પાણીમાં જાય તેથી અસંખ્ય જીવની ઉત્પત્તિ અને હિંસાની સંભાવના છે. પાણી વહોરાવતાં બોલાય નહીં. બોલવાથી થુંક ઉડી પાણીમાં પડે તો પાણીમાં બે ઘડી પછી સંમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યો વગેરે અસંખ્ય પેદા થાય, મરે, હિંસા થાય. પાણી વગેરે વજનદાર તપેલા ઉપાડીને ન વહોરાવાય. તેને નાની તપેલી, વાડકી વગેરેથી લઈ વહોરાવાય. જેથી તપેલું પડવાથી વાગવું, હિંસા થવી વગેરે દોષથી બચાય. પાણીના ઘડા વગેરે પર એંઠા પવાલા ન મૂકાય. પાણી વાપરી ગ્લાસ બરોબર લૂછી નાખવો. જયણાના અનંત લાભ મળે. સમજ F2 Jain Education International ૯ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52