________________
(ન) વિશેષ ભક્તિભાવવાળા નીચે બતાવેલી કાળજી રાખે તો ઘણો લાભ મળે. ઘણાં, વહોરાવતા બધા તપેલા ખોલે છે. તેથી કોઈ તપેલા ઉપર મરચુ વગેરે પહેલા કોઈએ મૂક્યું હોય તેની વિરાધના થાય. તેથી સાધુ કશું ન વહોરે, તેથી ટેવ એવી પાડવી જોઈએ કે તપેલા ખોલ્યા વિના બધી વિનંતી
કરવી. જેના ઉપર લીંબુ વગેરે પડ્યા હોય તે તપેલીને અડવું જ નહીં.
(૫) સૂંઠ વિગેરે હાથથી ન વહોરાવવી. ચમચીથી વહોરાવવી. ચમચી નેપકીનથી લુછી સ્પૂન-સ્ટેન્ડ માં પાછી મૂકવી. (ધોવી નહીં) સૂંઠ ફ્રીજમાં મૂકવાથી સાધુ વહોરે નહીં.
(ફ) ઘણા શાક સમારવા, અનાજ વીણવા બારણામાં બેસે છે. ત્યારે વહોરવા આવે તો સચિત્ત શાક વગેરે ખસેડવાથી હિંસા થતી હોવાથી સાધુ પાછા જાય. માટે સાઈડમાં બેસવું. (બ) રસ્તામાં, બારણામાં પાણીની ડોલ વગેરે હોય તો સાધુને આવતા જોઈ ઘણાં બાજુમાં ખસેડે છે, તો સાધુ ન વહોરે. તેથી તેમ જ રાખવી. શક્ય હશે તો તેની બાજુમાંથી અંદર આવી મહારાજશ્રી વહોરશે. અને પછી કાયમ નક્કી કરવું કે હવેથી દ્વાર વચ્ચે પાણી, અનાજ વગેરે કદી મૂકીશ નહીં.
(ભ) નાના ૨-૪ વર્ષના બાળક્ને વહોરાવવાનું કહેવું નહીં. ઘણી વાર એ ઢોળે. સચિત્તની વિરાધના કરે. સાધુ ન વહોરે તો રડે.
(મ) ઘરમાં કેટલાક પાણીનું પોતુ વગેરે ગોચરી સમયે ક્યારેક કરે છે. જો ત્યારે સાધુ વહોરવા આવે તો લાભ ન મળે, માટે અયોગ્ય સમયે પોતુ ન કરવું.
(૫) એકાસણા વગેરેમાં ગોચરી ખૂટે, વરસાદ હોય વગેરે કારણે સાધુ ક્યારેક ૧, ૨ વાગે પણ વહોરવા આવે.
Jain Education International
૧૦
For Personal & Private Use Only
www.jainelibrary.org