Book Title: Jain Dharmni Samaj Part 01 to 03 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 6
________________ ત્રણે ભાગ વિષે સર્વજ્ઞ તીર્થંકર દેવ આપણને અનંત પુણ્ય મળ્યા છે. આ પ્રભુએ અદ્વિતીય સાધના કરી મેળવેલા કેવળજ્ઞાનથી જગતના સર્વે જીવોનું સાચું શાશ્વત સુખ અને તેના ઉપાયો જોયા. એ પછી જીવનું ખરેખર કલ્યાણ કરનાર ધર્મ બતાવ્યો. ભાવ ધર્મના હેતુભૂત પૂજા, સુપાત્રદાન વગેરે ધર્મ પણ બતાવ્યો. ઘણા જેન આજે પણ દર્શન વગેરે ધર્મ કરે છે પરંતુ આ ધર્મ ગમે તેમ કરે છે. જેવી રીતે અણસમજુ બાળક વાર્ષિક પરીક્ષા જેમ તેમ આપી આવે તેમ. જૈનને ધર્મના પ્રભાવ વગેરેનું જ્ઞાન અને શ્રધ્ધા થઈ શકે. એ જ્ઞાન અને સમજ જ્ઞાની ગુરઓ વગેરે પાસે મળે છે. આજે ઘણા જૈનો ગુરુઓનો સંપર્ક કરતા નથી. એમને પણ આ મહિમાવંતા ધર્મનું થોડુંક પણ ભાન થાય એ માટે આ નાના પુસ્તકમાં કેટલીક મહત્ત્વની વાતો સંક્ષેપમાં કરી છે. આ પુસ્તક વાંચવાથી ઘણા બધાને ધર્મનું સામર્થ્ય, વિધિ વગેરે જાણવા મળશે. તેથી અજ્ઞાનતાના કારણે વેઠની જેમ થતો ધર્મ સમજ અને શ્રધ્ધાથી વધુ સારો થશે. જૈનો ઓછો વરો ધર્મ તો કરે જ છે પરંતુ આ પુસ્તક વાંચવાથી ધર્મ ભાવપુર્વક થશે. અને અનંત લાભ કરી આપશે. સંસારપ્રેમી જીવો ધંધા, ડીગ્રી વગેરેમાં ઘણા લાભ માને છે. તેથી શિક્ષણ વગેરે ઘણા રસ અને ઉધમથી ખુબ સારી રીતે કરવા પ્રયત્નશીલ બને છે. એ જ પ્રમાણે ધર્મપ્રેમી તમે જૈનો આ પુસ્તકો વાંચી ધર્મના અનંત ફળમાં શ્રધ્ધાવંત બની વાસ્તવિક સુખશાંતિ વગેરે મેળવવા ધર્મને સમજ શ્રધ્ધા અને શાસ્ત્રવિધિપૂર્વક કરવા જરૂર પ્રયાસ કરજો. તમે વિશિષ્ટ પૂણ્યશાળી છો. આખી દુનિયા જ્યારે વિલાસ અને સ્વાર્થમાં અંધ બની મોહને પરવશ થઈ માત્રા તુચ્છ સુખો તરફ દોડી રહી છે ત્યારે તમે તીર્થયાત્રા, સામાયિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52