________________
સ્થૂલિભદ્ર સમકક્ષ એક સાકેત ભિક્ષુ - ૫ ચાતુર્માર હેમખેમ પસાર થઈ ગયું. ભિક્ષુઓ પરેશાન, ચિંતિત, અસ્વસ્થ, સંદેહશીલ બન્યા. તેઓ રોજરોજ નવી નવી ખબરો ફેલાવે છે : “પ્રભુ ! ખબર છે તમને કે ભિક્ષુ અર્ધનગ્ન વેશ્યાનો નાચ જોતો હતો ? પ્રભો ! વેશ્યા તેને રોજ વિવિધ પ્રકારનાં મેવા-મિષ્ટાન્નો જમાડે છે, અને તે આનાકાની કર્યા વગર પ્રેમથી ખાય છે.' કોઈ કહેતા : “ભગવન્! વેશ્યા તેને જાતજાતનાં સુંદર રેશમી વસ્ત્રો આપે છે.' કોઈ તેજોદ્વેષથી ગર્જી ઊઠતા : “નાથ ! શાસનની બધી મર્યાદાઓ ભ્રષ્ટ થઈ ગઈ છે; નિયમો નષ્ટ થઈ રહ્યા છે.'
ભગવાન બુદ્ધ બધાની વાત શાંતિથી સાંભળતા : ‘તમે નિષ્કારણ મૂંઝાઓ છો. ભિક્ષની ચિંતામાં તમે તમારી સાધના કેમ ભૂલી જાઓ છો ? જો તે ભ્રષ્ટ થશે તો તે થશે, તે ગુમાવશે, બૂડશે તો તે બૂડશે. તમે શા માટે નિષ્કારણ પરેશાન થાવ છો ? તે માટે તમારી આતુરતા શા માટે ?'
ચાર માસ પછી ભિક્ષુ ભગવાનના ચરણમાં ઉપસ્થિત થયો. તે એકલો ન હતો. તેની સાથે ભિક્ષુણી હતી. વેશ્યા જ્યારે પોતાની કોઈ કળા ભિક્ષુ પર અજમાવી ન શકી ત્યારે ભિક્ષુએ પોતાની અધ્યાત્મ સાધનાની કળા, ધર્મકળા તેના પર અજમાવી અને પરિણામસ્વરૂપ તેનું જીવનપરિવર્તન થઈ ગયું ! તે વેશ્યા મટી ભિક્ષુણી બની ગઈ. વાત સાચી છે કે “વત્ર ના ઘનના નિખારૂં.”
સ્થૂલિભદ્ર પણ રૂપાકોશાને બાર વ્રત અંગીકાર કરનારી સાચી શ્રાવિકા બનાવી. બંને દષ્ટાંતોમાં કેવું અદ્ભુત સામંજસ્ય અને સાદશ્ય રહેલું છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org