Book Title: Jain Dharmna Swadhyaya Suman
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 19
________________ ૧૦ • જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન અસંમત નાસ્તિકનો પ્રસંગ નિહાળીએ. લલિતાંગ મુનિ ચારિત્ર લઈ આરાધનામાં લાગી ગયા. નિત્ય ગુરુસેવામાં રહી શાસ્ત્રાધ્યયન, મહાવ્રતોનું પાલન, બારે પ્રકારના તપની ભવ્ય આરાધના કરવા લાગ્યા. લલિતાંગ મુનિ વિચારે છે કે જો ભૂતકાળમાં મેં પાપ સેવવામાં બાકી રાખી નથી, તો હવે ધર્મારાધનામાં શા માટે પીછેહઠ કરવી? વિચરતાં વિચરતાં લલિતાંગ એક એવા નગરમાં આવી ચડે છે કે જ્યાં એક અસંમત નામનો નાસ્તિક રહે છે. તે સગાં મા-બાપને ગણકારતો નથી. તે પાપ-પુણ્ય-પરલોક વગેરે કશામાં માનતો નથી. તેને કુતર્ક બહુ આવડે છે. જે કોઈ જોગી, બાવા, સંન્યાસી સાધુ આવે તેની તે ખબર લઈ નાંખતો. લલિતાંગને અસંમત વિષે લોકો માહિતગાર કરે છે. લલિતાંગ વિચારે છે કે “આવો નાસ્તિક માણસ વાદવિવાદથી સુધરે નહીં.' લલિતાંગ મુનિ કાયોત્સર્ગ ધ્યાનમાં રહેવા લાગ્યા. કાઉસગમાં ખડા ખડા રહી વચન અને કાયાને વીસરાવી દેવાની, કાયાને સ્થિર રાખી જરાપણ હલાવવાની નહીં, આંખ અડધી મીંચી રાખવાની, દષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થિર કરી બહારનું જોવાનું બંધ, હાથ સહજ ભાવે લટકતા છોડી મૂકવાના; હવે રહ્યું મન. તેને ચોક્કસ પ્રકારના ધ્યાનમાં સંલગ્ન કરવાનું. કાયોત્સર્ગમાં ઉપવાસ સહિતનાં છ તપ છે. આમ છ પ્રકારનાં તપમાં મુનિ મહર્ષિ લીન બની ગયા. એક વાર નદીમાં પૂર જબરજસ્ત ચઢી આવ્યું. એમના તપનો જબ્બર પ્રભાવ જુઓ કે ઊંચા નગરમાં પાણી ન ચઢ્યું પરંતુ ઉદ્યાન પર પાણી ફરી વળ્યું. માથોડા પાણીમાં વૃક્ષો ડૂબાડૂબ થઈ ગયાં. ચારે તરફ જળબંબાકાર. પરંતુ મુનિ ધ્યાનમાં જ છે. તે વખતે કોઈ આકર્ષાયેલો વ્યંતર દેવ તેમને પૂર ન અડકે એવું નિર્માણ કરે છે. લોકો નગરના કિલ્લા પરથી મહર્ષિના અડગ ધ્યાનની પ્રશંસા કરે છે. પૂર શમી ગયું. લોકોના આશ્ચર્યનો પાર નથી. લોકો મુનિની પ્રશંસા અને નાસ્તિકની નિંદા કરે છે. મુનિએ અસંમતને વાદથી ચૂપ કરવાને બદલે મુનિએ તપથી સાધનાના માર્ગે આકર્ષવાનો પ્રયત્ન કર્યો. પરંતુ નાસ્તિકને ધર્મ માનવો જ નથી; પછી આંતરશન સાથે લડવાનું અને બહારના સાથે સહિષ્ણુતાનું શિક્ષણ ક્યાંથી સંભવે ? મુનિની પ્રશંસા તે કેમ સહી શકે? ઈર્ષા કેમ રોકી શકે? મુનિએ નાસ્તિકનું કશું બગાડ્યું નથી. ઈર્ષા કેવી ગોઝારી છે ! મુનિની પ્રશંસા અને નાસ્તિકની નિંદા લોકો કરે છે. તેમાં મુનિનો શો વાંક ? ઈર્ષાનો માર્યો નાસ્તિક આર્ત અને રૌદ્ર ધ્યાનમાં રમે છે. મુનિને કેવી રીતે મારી નાખું, એ વિચારે ચઢી તે મુનિને ખતમ કરવાનો પંતરો રચે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56