Book Title: Jain Dharmna Swadhyaya Suman
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 28
________________ કાયોત્સર્ગ - ૧૯ કરવાના લાભ લેવા માટે તથા પ્રભુ-પૂજાના અભિષેકનું સન્માન કરવા માટે, બોધિ મેળવવા માટે, ઉપસર્ગો રહિતના ધ્યેય હાંસલ કરવા માટે (મોક્ષ મેળવવા માટે), વૃદ્ધિગત થતી શ્રદ્ધા, મેધા, વૃત્તિ તથા ધારણા અને અનુપ્રેક્ષા સહિત કાઉસગ્ગ કરવાનો ઇરાદો હોવો જોઈએ. કેવી સુંદર વિચારોની શ્રેણિ ચઢવાનો હેતુ અહીં દર્શાવાયો છે ! તેથી કાયોત્સર્ગ એક વેઠ ઉતારવાની પ્રક્રિયા નથી. ઘણી સાવધાનીપૂર્વકની ધાર્મિક પ્રવૃત્તિ છે. દેવસી પ્રતિક્રમણમાં ઉપર ગણાવ્યા ઉપરાંત મૃતદેવતા તથા ક્ષેત્ર દેવતાને ઉદ્દેશીને કાઉસગ્ન કરવાનો હોય છે. શ્રુતદેવતા તરફથી આ કાઉસગ્ગ દ્વારા જ્ઞાનાવરણીય કર્મસમૂહ ક્ષય કરી શ્રુતસાગર પ્રત્યે ભક્તિ નિમિત્તે કાઉસગ્ન કરવાનો હોય છે. ક્ષેત્ર દેવતાના કાઉસગ્નમાં દર્શન-જ્ઞાન ચરણ-કરણ સહિત મોક્ષ માર્ગની સાધના અપેક્ષિત રખાયેલી છે. પ્રતિક્રમણમાં આ ઉપરાંત શાસનની સેવા કરનારા તથા શાસનની સેવા કરવામાં કટિબદ્ધ એવા તીર્થ (ચાર)ની મુશ્કેલી દૂર કરવાના હેતુ માટે વૈયાવૃત્ય કરનારા દેવો શાંતિ કરાવે તથા સમ્યક્ દષ્ટિ સહિતની સમાધિ કરે તે ઉદ્દેશથી કાઉસગ્ન કરવાનો સુંદર હતુ કાઉસગ્ન માટે મુકરર કર્યો છે. કાયોત્સર્ગ માટે ઉપર મુજબની વિચારણા કર્યા પછી, કાયોત્સર્ગની મહત્તા, ઉપયોગિતા, લાક્ષણિકતા સમજી-જાણી તે સુંદર અનુષ્ઠાન વધુ અનુપ્રેક્ષણા સહિત કરાય તેવી અપેક્ષા અસ્થાને નથી. કાઉસગ્ન કરવામાં ૧૯ દોષો ત્યજવા જોઈએ. કાઉસગ્નમાં ધ્યાન કેન્દ્રિય સ્થાને રહેવું જોઈએ. ધ્યાનના બે પ્રકારો છે : શુભ અને અશુભ. શુભ ધ્યાન માટે સૌ પ્રથમ અશુભ કષાયો, રાગાદિ દુર્ગુણો નષ્ટ કરી, શુભ ધ્યાનના ચાર પ્રકારો ઉત્તરોત્તર ક્રમિક ચઢી છેલ્લા ધ્યાનના બે પ્રકારોમાં યોગ પણ દેશવટો આપવાનો હોય છે. જૈનદર્શનમાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિને તિલાંજલિ અપાય તેને યોગ કહેવાય છે. સયોગી અને અયોગી ૧૩-૧૪ ગુણસ્થાનોમાં ૧૩મે ગુણસ્થાને મન, વચન, કાયાની પ્રવૃત્તિ ચાલુ હોય છે; જ્યારે ૧૪મ ગુણસ્થાને ત્રણે પ્રવૃત્તિ બંધ હોય છે. મોક્ષ મેળવવા માટે અંતિમ કાર્ય કરનાર પ્રવૃત્તિ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપાદિ ઉપરાંત શુભ ધ્યાન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભગવાન મહાવીરાદિ તીર્થકરોએ પણ ધ્યાન દ્વારા જ મોક્ષગતિ પ્રાપ્ત કરી છે. કાયોત્સર્ગમાં અન્નત્થ સૂત્રમાં જણાવ્યા પ્રમાણે ૧૩ આગારો તથા અગ્નિ કે પ્રકાશની જ્યોત શરીર પર પડે ત્યારે, રાષ્ટ્ર વિપ્લવ કે હુલ્લડના પ્રસંગે, આગ લાગે ત્યારે, સર્પાદિના વંશ પ્રસંગે ચલિત થતા કાઉસગ્નનો ભંગ થતો નથી. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56