Book Title: Jain Dharmna Swadhyaya Suman
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 26
________________ કાયોત્સર્ગ વિશ્વના ધર્મોથી જૈનદર્શનની આગવી વિશિષ્ટતા તે તેના આગવાં તત્ત્વો જેવાં કે અહિંસા, તપ, અનેકાન્તવાદ, ચૌદ ગુણસ્થાનો, જીવાજીવવિચાર, કર્મનો સિદ્ધાંત વગેરે ગણાવી શકાય. દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામાં અહિંસા, સંયમ અને તપને શ્રેષ્ઠ ગણાવી તેની આરાધનાને જૈન ધર્મ કહ્યો છે. જૈન ધર્મ જેમ અહિંસાપ્રધાન છે, તેમ તપપ્રધાન પણ બીજા ધર્મો કરતાં છે. સંગ્રહ કરનારાઓમાં ‘ઉપઉમાસ્વાતિ સંગ્રહિતાર:' એવો નિર્દેશ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પોતાના સિદ્ધહેમવ્યાકરણમાં પ્રકરણાદિ ગ્રંથોમાં સંગ્રહિત કરનારાઓમાં આચાર્ય ભગવંતોમાં ઉમાસ્વાતિ મહારાજનું નામ અગ્રગણ્ય ગણાવ્યું છે. સર્વ કર્મોનો ક્ષય થવાથી મોક્ષ મળી શકે છે. તે માટે તપ પણ આગવું સ્થાન ધરાવે છે, કેમ કે “તપસ નિર્જરા ચ” એમ ઉમાસ્વાતિ ગણાવે છે. બાહ્ય તેમ આભ્યતર એમ તપના છ છ પ્રકારો પડે છે. બંનેનું સરખું ગૌરવ તથા મહત્ત્વ છે, કેમકે તે બંને એકબીજાના પૂરક છે. કાયોત્સર્ગ કે જેને માગધીમાં કાઉસગ્ગ કહેવાય છે અને જેને લૌકિક ભાષામાં કાઉસગ કહે છે તે આત્યંતર તપમાં છઠું સ્થાન ધરાવે છે. કાયોત્સર્ગ ધ્યાન સાધના કરવા માટેની એક વિશિષ્ટ અવસ્થા છે. “ઓઘનિર્યુક્તિમાં કાયોત્સર્ગને વ્રણ ચિકિત્સારૂપ કહી તેનું ભારે મહત્ત્વ બતાવ્યું છે. પાપના જે ઘા (ત્રણ) પડ્યા હોય તેને રૂઝવીને નિર્મળ કરવાની ક્રિયા કાયોત્સર્ગમાં પડેલી છે. ટૂંકમાં, ઘા સાફ કર્યા પછીનો મલમપટ્ટો તે કાયોત્સર્ગ છે. શ્રી જૈન શાસનમાં કાયોત્સર્ગનું મોટું ગૌરવ છે. છ આવશ્યકોમાં એ પાંચમા આવશ્યક રૂપે ગોઠવાયેલ છે, તથા આત્યંતર તપના છ પ્રકારોમાં પણ તેનું સ્થાન છે. અન્ય ધર્મોમાં ધ્યાન મુખ્યત્વે મન ઉપરના નિયંત્રણરૂપ છે. જ્યારે જૈન શાસનનું ધ્યાન વિશિષ્ટ ભાવયુક્ત આવશ્યકાદિ ક્રિયા સ્વરૂપ છે. તે કાયોત્સર્ગ સહિત થાય ત્યારે તેમાં માત્ર મન નહીં પરંતુ વાણી અને કાયા ઉપર પણ તે પ્રકારની પ્રવૃત્તિથી નિયંત્રણ આવે છે. ચૈત્યવંદન, સામાયિક, પાંચ પ્રતિક્રમણ, પૌષધ, ઉપધાન વગેરે અનુષ્ઠાનોમાં કાયોત્સર્ગ કરવાના પ્રસંગો પ્રાપ્ત થાય છે. સામાયિક વગેરેમાં કોઈના નિમિત્તે મારો કાઉસગ્ગ ડોળાય નહીં, હસવાનું બોલવાનું થાય નહીં તે માટે એક જ રસ્તો જૈન-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56