________________
સાકેત સંતની સ્થિતપ્રજ્ઞતા ♦ ૪૧ છે ? તો સંકોચ વગર તેનો પ્રત્યુત્તર આપી દેત. આ જાતની પ્રાથમિક ભૂમિકાઓ આપણે તૈયાર રાખતાં હોઈએ છીએ-જેમ કે, અમુક માણસ જો આમ કહેશે તો તેનો જવાબ આ રીતે આપીશ. ડગલે ને પગલે જીવનમાં બનતા પ્રસંગો માટે પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી કરેલી જ હોય છે.
ભગવાન બુદ્ધ જેવા પ્રબુદ્ધ આત્મા તો કરોડો વર્ષે એકાદ થાય છે ! આવા ઉત્તમોત્તમ આત્માઓના જીવનમાં પ્રતિકર્મ શોધતાં પણ મળવું દુષ્કર છે. થૂંકનાર માણસ મૂંઝાઈ ગયો. કશો જ જવાબ ન જડવાથી કહે છે કે ‘આપ શું પૂછો છો ?’
ભગવાને કહ્યું : ‘હું પૂછું છું તમારે બીજું કહેવું છે ?' તેણે કહ્યું : ‘હું તો માત્ર થૂંક્યો છું, મેં કશું કહ્યું નથી.'
બુદ્ધે કહ્યું : ‘ખરી વાત છે. તમે માત્ર થૂંક્યા છો, પરંતુ તેની આડમાં કશું અવશ્ય કહેવા માંગો છો. થૂંકવું એ પણ કહેવાની એક ચેષ્ટા છે. તમને મારા પર એટલો બધો ક્રોધ આવ્યો હશે તેથી શબ્દોથી નહીં પણ ફૂંકીને કહ્યું હોય’. ભગવાને કહ્યું કે ‘હું પણ કેટલીક વાર શબ્દોથી ન કહેતાં ઇશારાથી કહું છું.'
તેણે કહ્યું : ‘આપ મારો આશય સમજ્યા નથી. મેં માત્ર ક્રોધની અભિવ્યક્તિ કરી છે.'
ભગવાને કહ્યું : ‘હું તમારી માનસિક ભૂમિકાને સ્પર્શો છું. થૂંકવામાં તમારો ક્રોધ ભારોભાર વ્યક્ત થતો હતો તે મારી જાણ બહાર નથી.’
તેણે કહ્યું : ‘તો પછી ક્રોધનો જવાબ ક્રોધથી કેમ નથી આપતા?' બુદ્ધે કહ્યું : ‘તમે મારા માલિક નથી, હું તમારો સેવક નથી. તમે કહો તેમ શું મારે કરવું ? તમે થૂંકીને ક્રોધની અભિવ્યક્તિ કરી. આ ચેષ્ટાથી ઉશ્કેરાઈને હું ક્રોધ કરું તો હું તમારો ગુલામ થઈ ગયો કહેવાઉં. હું તમારો અનુસર્તા કે અનુયાયી નથી. મારે શું કરવું તે મારી મુનસફીની વાત છે, તમારી ઇચ્છાની જેમ. તમારી જેમ મારે વર્તવું, મારા માટે આવશ્યક કે અનિવાર્ય નથી.' પ્રત્યુત્તર સાંભળી તે ચાલ્યો ગયો. બીજે દિવસે માફી માગવા આવ્યો : ‘માફ કરો. મારી ભૂલ થઈ.’ ભગવાનનાં ચરણોમાં માથું મૂકી પશ્ચાત્તાપના પવિત્ર અશ્રુથી પ્રક્ષાલવા લાગ્યો પગોને !
તે સ્વસ્થ થયો ત્યારે ભગવાને પૂછ્યું : ‘તમારે બીજું કશું કહેવું છે?' તે માણસે કહ્યું : ‘આ કેવો પ્રશ્ન છે ?’
માણસ જ્યારે શબ્દોથી કહી શકતો નથી ત્યારે ઇશારાથી ચેષ્ટા દ્વારા કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org