Book Title: Jain Dharmna Swadhyaya Suman
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 54
________________ પળમાં પેલે પાર પ્રત્યેક જીવનું અંતિમ ધ્યેય મોક્ષ મેળવવાનું રહેવું જોઈએ. અનંતાનંત પુગલપરાવર્તમાં ભટકતો જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહાર રાશિમાં પ્રવેશે છે. આ પ્રક્રિયા નદીના પ્રવાહમાં ધકેલાતો પથ્થર ગોળ બને છે, તેના જેવી છે. નદી ધોલન્યાયે અસંખ્ય ભવો પછી જીવ જ્યારે વ્યવહાર રાશિમાં આવે ત્યારે ઉત્ક્રાંતિની શરૂઆત થયેલી ગણી શકાય. અહીંથી જીવ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચતુઃ ઇન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય ભવ મેળવવા ભાગ્યશાળી સકામ નિર્જરા થકી થઈ શકે છે. ૨૦૦૦ સાગરોપમ સમય દરમ્યાન જો તેની મુક્તિ ન થાય તો ફરીથી એકડે એક એટલે નિગોદ સુધી જવું પડે ! પરંતુ આત્માનું વીર્ય ફોરવી જો તે પ્રથમ ગુણસ્થાનકથી પગથિયાં ચઢતાં ચઢતાં, ક્ષપકશ્રેણીએ આરૂઢ થાય તો ૧૨-૧૩-૧૪ શ્રેણી ચઢી શૈલેશી સ્થિતિ પ્રાપ્ત કરી સિદ્ધશિલા પર પહોંચી જાય. આ ક્રમ જેટલો બોલવો કે વાંચવો સહેલો લાગે છે, તેટલો સહેલો નથી. કારણ કે, આપણે અસંખ્ય પુદ્ગલ પરાવર્તનો થયા છતાં હજી સંસારમાં રખડી રહ્યા છીએ. ક્ષપકશ્રેણીની જેમ બીજી શ્રેણી ક્ષયોપથમિક શ્રેણી છે, જ્યાં ૧૦મા ગુણસ્થાનકથી પણ પડવાની સંભાવના રહે છે અને તે પ્રથમ ગુણસ્થાનકે પણ પહોંચી જાય. તેથી યથાર્થ કહેવાયું છે કે, ‘ભાવના ભવનાશિની', ‘ભાવના ભવોદધિ જહાજ', ‘ભાવના ભવ ઔષધિ', ‘ભાવના મોહ વિનાશિની.' પ્રસ્તુત લેખમાં કેટલાંક એવાં દૃષ્ટાન્તો જોઈશું કે જેમાં તે ભવ્ય જીવને હૃદયમાં તીવ્ર વેદના થતાં, ઝાટકો કે ખટકો થતાં મોક્ષ પામી જાય છે, તીવ્ર પશ્ચાત્તાપ કે અપૂર્વ પરિણતિથી. મરદેવીમાતાને પ્રથમ સ્થાન આપીએ. પૂર્વ ભવમાં તેઓ કેળ હતા, તેની લગોલગ બાવળના કાંટાનું વૃક્ષ હતું. પવન સાથે તે કાંટા ભોંકાતાં કેળનું પાન પરીષહ સહન કરવું. ત્યાંથી તે જીવ નિર્જરા થકી મરુદેવી તરીકે જન્મ લે છે. કોઈ પણ જાતના અનુષ્ઠાનો કર્યા નથી. પોતાનો પુત્ર ઋષભ તેના સામું પણ જતો નથી, તે ઉદ્વેગથી ૧OOO વર્ષો રડી રડીને આંખનું નૂર ગુમાવી દે છે. હાથી પર બિરાજી ઋષભદેવ જે તીર્થકર બન્યા છે તે તેની ઋદ્ધિ જોવા જતાં પુત્રમોહની નિરર્થકતા પર ભાવના ભાવતાં, મોક્ષનગરીના દ્વારે પુત્રની પહેલાં પહોંચી ગયા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56