________________
૪ : જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન
બુદ્ધના જીવનના આવા આવા કેટલાયે સુંદર પ્રસંગોની ગૂંથણી જાતકમાલા વગેરે ગ્રંથોમાં ગૂંથવામાં આવી છે.
મહર્ષિ ભારદ્વાજનો એક શિષ્ય બુદ્ધનો શિષ્ય બની ગયો, તેથી ભારદ્વાજને બુદ્ધ પર ખૂબ ક્રોધ થયો. બુદ્ધને તેણે ખૂબ ગાળો ભાંડી. ગૌતમ બુદ્ધ તો પણ મૌન રહ્યા. જ્યારે તે થાક્યા ત્યારે બુદ્ધ બોલ્યા :
તમારા આંગણે કોઈ મહેમાન આવે તેને તમે ૩૨ પકવાન અને ૩૩ શાક પીરસો. મહેમાન જો થાળને અડકે નહીં તો થાળનું શું થાય ?'
પોતાના ઘરમાં જ પડ્યા રહે, બીજું શું થાય ?'
તમે મને હમણાં આટલી બધી ગાળો દીધી, પરંતુ મેં તેમાંથી એકનો પણ સ્વીકાર કર્યો નથી, તો તેનું શું થાય?'
ઝંખવાણો પડેલો ભારદ્વાજ જવાબ આપવા પણ ત્યાં ઊભો ન રહ્યો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org